નવી દિલ્હી: દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput) કેસથી જોડાયેલા ડ્રગ્સ કેસમાં આજે સવારથી રિયા ચક્રવર્તી (Rhea Chakraborty)ની NCB ઓફિસમાં પૂછપરછ થઇ રહી હતી. હાલમાં રિયા NCB ઓફિસથી બહાર નીકલી છે. તેની આજની પૂછપરછ પૂર્ણ થઇ ગઇ છે. પરંતુ તેને NCB આવતીકાલે ફરી સવાલ કરશે એટલે કે સોમવારના ફરી એકવાર રિયા પૂછપરછ માટે NCB ઓફિસ આવશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- 2242 રૂપિયાનો ચેક પડ્યો 55 લાખમાં, 26 વર્ષથી કોર્ટના ચક્કર કાપી રહ્યો છે ગુનેગાર


6 કલાક ચાલી પૂછપરછ
આજના દિવસમાં રિયા લગભગ સવા 12 વાગે NCB ઓફિસ પહોંચી હતી. ત્યારબાદથી સતત નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોના અધિકારી તેની પૂછપરછ કરી રહ્યાં હતા. હવે રિયા ત્યાંથી નીકળી ગઇ છે. આજે રવિરાના NCBએ રિયાની 6 કલાક પૂછપરછ કરી છે.


આ પણ વાંચો:- 'રસોડે મે કોન થા'ના અંદાજમાં સ્મૃતિ ઇરાનીએ રાહુલ પર સાધ્યું નિશાન, જુઓ Video


કોણ કોણ હતું હાજર
આજે રિયાની સાથે NCB ઓફિસમાં તેનો ભાઇ શોવિક ચક્રવર્તી અને મિત્ર સેમ્યુઅલ મિરાંડા, ડ્રગ્સ પેડલર જૈદ અને વાસિત પણ હાજર હતા. આ તમામ છેલ્લા કેટલાક દિવસથી NCBની ધરપકડ હેઠળ છે.


આ પણ વાંચો:- સીમાઓ પર તૈયાર ભારતીય સેના, પડોશીઓના હિતોનું રક્ષણ કરવા માટે સક્ષમ: CDS બિપિન રાવત


ના થઇ ધરપકડ
એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું હતું કે આજે રિયાની ધરપકડ થઇ શકે છે. કેમ કે, તેણે કોઇપણ કોર્ટમાં અગોતરા જામીન અરજી કરી નથી. રિયાના વકીલનું કહેવું છે કે રિયા ધરપકડ માટે તૈયાર છે. પરંતુ આજે તેની ધરપકડ કરવામાં આવી નથી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર