2242 રૂપિયાનો ચેક પડ્યો 55 લાખમાં, 26 વર્ષથી કોર્ટના ચક્કર કાપી રહ્યો છે ગુનેગાર

26 વર્ષ પહેલા એક શખ્સે લગભગ સવા બે હજાર રૂપિયાનો ચેક ખોટી રીતે વટાવો 55 લાખ રૂપિયામાં પડ્યો છે. 2242.50 રૂપિયાના ચેકને ખોટી રીતે કેશ કરનાર વ્યક્તિએ સુપ્રીમ કોર્ટ (Supreme Court)માં ફરિયાદીને 55 લાખ ચૂકવવાનું કહ્યું છે, ત્યારબાદ કોર્ટે આ ચેકને રોકડ કરનાર મહેન્દ્રકુમાર શારદા વિરુદ્ધ દાખલ થયેલ ફોજદારી કેસ પાછો ખેંચવાની માંગ પર વિચાર કરવા પર સંમતિ વ્યક્ત કરી.

Updated By: Sep 6, 2020, 07:24 PM IST
2242 રૂપિયાનો ચેક પડ્યો 55 લાખમાં, 26 વર્ષથી કોર્ટના ચક્કર કાપી રહ્યો છે ગુનેગાર

નવી દિલ્હી: 26 વર્ષ પહેલા એક શખ્સે લગભગ સવા બે હજાર રૂપિયાનો ચેક ખોટી રીતે વટાવો 55 લાખ રૂપિયામાં પડ્યો છે. 2242.50 રૂપિયાના ચેકને ખોટી રીતે કેશ કરનાર વ્યક્તિએ સુપ્રીમ કોર્ટ (Supreme Court)માં ફરિયાદીને 55 લાખ ચૂકવવાનું કહ્યું છે, ત્યારબાદ કોર્ટે આ ચેકને રોકડ કરનાર મહેન્દ્રકુમાર શારદા વિરુદ્ધ દાખલ થયેલ ફોજદારી કેસ પાછો ખેંચવાની માંગ પર વિચાર કરવા પર સંમતિ વ્યક્ત કરી.

આ મામલે શારદા દ્વારા ફરિયાદી હરિઓ માહેશ્વરીને ફોજદારી કેસનો નિકાલ કરવા માટે 50 લાખ રૂપિયા આપવા ઉપરાંત બે દાયકાથી વધારે સયમથી કાયદાકીય દાવપેચનો ઉપયોગ કરી કોર્ટનો સમય બગાડવા માટે 5 લાખ રૂપિયાનો દંડ ચુકવવો પડશે.

આ પણ વાંચો:- 'રસોડે મે કોન થા'ના અંદાજમાં સ્મૃતિ ઇરાનીએ રાહુલ પર સાધ્યું નિશાન, જુઓ Video

આ મામલે આરોપી શરદા અને ફરીયાદી માહેશ્વરી મે 1992 સુધી દિલ્હી સ્ટોક એક્સચેન્જમાં એક સાથે કામ કરતા હતા. મહેશ્વરીએ દિલ્હી પોલીસમાં 1997માં શારદા વિરૂદ્ધ FIR નોંધાવી હતી. જેમાં કહ્યું હતું કે, તેના કમિશનના 2245.50 રૂપિયાનો એક ચેક શારદાના હાથે લાગ્યો હતો. ત્યારબાદ તેણે ચેક પડાવી લેવા માટે છેતરપિંડી કરીને મહેશ્વરીની પેઢીના નામે એક ખાતું ખોલાવ્યું હતું અને આ ચેક તેમાં જમા કરાવી તેણે ચેકની રકમ પડાવી લીધી હતી. પોલીસે શારદા સામે છેતરપિંડી અને બનાવટીનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી હતી.

આ પણ વાંચો:- સીમાઓ પર તૈયાર ભારતીય સેના, પડોશીઓના હિતોનું રક્ષણ કરવા માટે સક્ષમ: CDS બિપિન રાવત

આરોપીઓએ FIR વિરુદ્ધ દિલ્હી હાઇકોર્ટ (Delhi High Court)માં અરજી કરી હતી. શરૂઆતમાં FIRને રદ કરવાની દલીલ કરી અને પછી ફરીયાદી સાથે સમાધાન માટે સંમત થયા. પરંતુ ચાર્જની ગંભીર પ્રવૃતિને ધ્યાનમાં રાખીને હાઇકોર્ટે કેસ રદ કરવાનો ઇનકાર કર્યો હતો. આ પછી આરોપી શારદાએ હાઇકોર્ટના નિર્ણય સામે સુપ્રીમ કોર્ટમાં અપીલ દાખલ કરી હતી. જેમાં તેણે સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે તેણે 2242.50 રૂપિયાના ચેકના બદલામાં 50 લાખ રૂપિયા લેવા ફરિયાદીને રાજી કર્યા છે અને બંને પક્ષો સમાધાન કરવા તૈયાર છે.

આ પણ વાંચો:- 'મૂળભૂત અધિકારો' પર અવાજ ઉઠાવનારા કેશવાનંદ ભારતીનું નિધન, PM મોદીએ વ્યક્ત કર્યો શોક

સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે આરોપીના વકીલ પર સવાલ ઉઠાવતા કહ્યું કે આ કેસમાં સમાધાન માટે બે દાયકાથી વધુનો સમય લાગ્યો છે અને આ દરમિયાન કોર્ટનો કિંમતી સમય બરબાદ થયો હતો જેને અવગણી શકાય નહીં. જેના પર આરોપીઓએ કોર્ટનો સમય બગાડવા બદલ વળતર તરીકે 5 લાખ રૂપિયા અને ફરિયાદીને આપવાનું જણાવ્યું હતું.

સુનાવણી દરમિયાન ફરિયાદી પણ વીડિયો કોન્ફરન્સ દ્વારા ઉપસ્થિત રહ્યો હતો અને સમાધાનની હાકલ કરતા આરોપી વિરુદ્ધ નોંધાયેલ એફઆઈઆર પરત ખેંચવાની માંગ કરી હતી.

આ પણ વાંચો:- કોંગ્રેસમાં પાછો ફૂટ્યો 'લેટર બોમ્બ', દિગ્ગજ નેતાઓએ સોનિયા ગાંધીને 'ચેતવણી'ના સૂરમાં કહી આ વાત

આ કેસ બિન-સમાધાનકારી ગુના હેઠળ નોંધવામાં આવ્યો છે. તેથી આરોપી અને ફરિયાદીની સુનાવણી કર્યા પછી સુપ્રીમ કોર્ટે આ કેસની સુનાવણી માટે 15 સપ્ટેમ્બરની તારીખ નક્કી કરી છે. આ દિવસે સુપ્રીમ કોર્ટ દિલ્હી પોલીસની તરફેણમાં સુનાવણી કરશે અને ત્યારબાદ આરોપીઓ વિરુદ્ધ નોંધાયેલી એફઆઈઆરને રદ કરવાની માંગ પર ચુકાદો આપશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર