Rice Production In India : ચોખા હોય કે ઘઉં, સારા હોય તો તે સ્વાસ્થ્ય માટે  ફાયદાકારક છે. જો કઠોળ, ચોખા, ઘઉં જેવા અનાજમાં ભેળસેળ કરવામાં આવે તો તે આરોગ્ય સાથે સીધી રમત રમાય છે. નિષ્ણાંતોનું કહેવું છે કે જો સ્વાસ્થ્ય જાળવવું હોય તો ભેળસેળવાળો ખોરાક ન ખાવો જોઈએ. બજારમાં દાળ, ચોખા અને ઘઉંમાં ભેળસેળ થવી ન જોઈએ. ખાદ્ય સુરક્ષા એજન્સીઓ આ અંગેના ધોરણો નક્કી કરે છે. હવે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI) એ પણ આ અંગે કડક ધોરણો નક્કી કર્યા છે. એજન્સી આ ધોરણોનું ઉલ્લંઘન કરનારાઓ સામે પગલાં લે છે. ભેળસેળવાળા ચોખા કેવી રીતે ઓળખવા? હવે આ અંગે વ્યાપક ધોરણે ધોરણો જારી કરવામાં આવ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ચોખાને ઓળખવા માટે કોઈ માપદંડ નથી
Rice Production:બાસમતી ઉપરાંત ચોખાની અન્ય જાતો પણ દેશના જુદા જુદા ભાગોમાં ખાવામાં આવે છે. અંબેમોહર ચાવલ, મુલન કઝહમા, ગોવિંદો ભોગ, સીરગા સાંબા, મુશ્ક બુડજી, હાઓ અમુબી જેવી ચોખાની અનેક પ્રજાતિઓ છે. મુશ્ક બુડજી કાશ્મીર વેલી, ચક હાઓ અમુબી મણિપુર, સીરગા સાંબા દક્ષિણ ભારતમાં ચોખાની પ્રિય જાતો છે. પરંતુ તાજેતરમાં FSSAI દ્વારા નિર્ધારિત ધારા ધોરણો નક્કી કરાયા છે. જેમાં બાસમતી ચોખા સિવાય, આ ચોખાના નકલી, અસલી ઓળખવા વિશે વધુ કહેવામાં આવ્યું નથી. 


આ પણ વાંચો: ફાયદા જાણશો તો વાસી રોટલી ફેંકવાનો જીવ નહી ચાલે, પાડોશી પાસેથી માંગીને પણ લાવશો
આ પણ વાંચો: Eating Habits:રોટલી છે રોગનું ઘર, વધારે રોટલી ખાવાથી શરીરમાં બને છે ઝેર
આ પણ વાંચો: આ લોટની રોટલી ખાવાથી ડાયબિટીસની બીમારી જડમૂળથી થઈ શકે છે દૂર, એકદમ સચોટ છે ઉપાય


અસલી બાસમતી ચોખાની ઓળખના પ્રથમ વખત ધોરણો બહાર આવ્યા
ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI) એ અસલી અને નકલી બાસમતી ચોખાને ઓળખવા માટે પ્રથમ વખત ધોરણો જારી કર્યા છે. અસલી અને નકલી અંગે સુગંધ, પોલિશ સહિતના અન્ય માપદંડો નક્કી કરવામાં આવ્યા છે. આ તમામ ધોરણો આ વર્ષે ઓગસ્ટથી અમલી બનશે. કેન્દ્ર સરકારના સ્તરેથી સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે, જે પણ આ ધોરણોનું પાલન નહીં કરે. તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.


આ પણ વાંચો: કયા અનાજનો લોટ ખાવો સ્વાસ્થ્ય માટે ફાયદાકારક, કંફ્યૂજન હોય તો આ વાંચી લો
આ પણ વાંચો: Rusk Making: ટોસ્ટ બનતા જોશો તો તમે પણ ખાવાનું કરી દેશો બંધ, આ છે બનાવવાની પ્રોસેસ
આ પણ વાંચો: શું તમે પણ ફ્રીજમાં મુકી રાખેલા બાંધેલા લોટની રોટલી ખાવ છો? તો એકવાર વાંચી લેજો


અસલી બાસમતી ચોખાના આ છે ધોરણો
સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આ અંગે નિવેદન જાહેર કર્યું છે. નવા ધોરણો અનુસાર, બાસમતી ચોખાની મુખ્ય લાક્ષણિકતા તેની કુદરતી સુગંધ હશે. આ ચોખામાં કૃત્રિમ રંગ, પોલિશિંગ અને કૃત્રિમ સુગંધ બિલકુલ ન હોવી જોઈએ. તે પણ ધ્યાનમાં રાખવું જોઈએ કે અનાજની જેમ રાંધેલા ચોખાનું કદ શું હશે અને રાંધ્યા પછી તે કેટલા મોટા હોવા જોઈએ. બ્રાઈટનેસ માટે કોઈપણ પ્રકારના રંગોનું મિશ્રણ બિલકુલ ન હોવું જોઈએ.

આ પણ વાંચો: Tips and Tricks: નકલી હીંગ તમને કરી શકે છે બીમાર, આ રીતે જાણો ભેળસેળ છે કે નહી
આ પણ વાંચો: Ghee purity: શું તમારો પરિવાર પણ બનાવટી ઘી ખાય છે? આ સરળ રીતે ઓળખો
આ પણ વાંચો: 
સેક્સ માટે થતો હતો ધાણાનો ઉપયોગ, કેમ આજેપણ કેટલાક લોકો કરે છે નફરત


આ ચોખા પર ધોરણો લાગુ થશે
જે ચોખા પર આ નિયમો લાગુ થશે એ ચોખામાં બ્રાઉન બાસમતી ચોખા, મિલ્ડ બાસમતી ચોખા અને મિલ્ડ બિન-સીઝન બાસમતી ચોખાનો સમાવેશ થાય છે. FSSAI એ ભારતના ગેઝેટમાં સૂચિત ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ (ફૂડ પ્રોડક્ટ સ્ટાન્ડર્ડ્સ એન્ડ ફૂડ એડિટિવ્સ) ફર્સ્ટ એમેન્ડમેન્ટ રેગ્યુલેશન, 2023 દ્વારા પણ આ ધોરણો જારી કર્યા છે. આ પ્રથમ વખત છે જ્યારે સત્તાના સ્તરેથી આવા સ્પષ્ટ પણે ઓળખ ધોરણોનું અર્થઘટન કરવામાં આવ્યું છે. તે જ સમયે, અનાજમાં ભેજની મહત્તમ મર્યાદા, યુરિક એસિડ, ખામીયુક્ત/ક્ષતિગ્રસ્ત અનાજની હાજરી અને અન્ય બિન-બાસમતી ચોખા વગેરે વિશે પણ વાત રાખવામાં આવી છે.


DISCLAIMAR: સમાચારમાં આપવામાં આવેલી કેટલીક માહિતી મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે. ખેડૂત ભાઈઓ, કોઈપણ સૂચનનો અમલ કરતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.


આ પણ વાંચો: જ્યારે ઓડિશનના બહાને કાસ્ટિંગ ડિરેક્ટરએ નોરાને બોલાવી ઘરે, આગળ જે થઇ થયું તે...
આ પણ વાંચો: અભિનેત્રીનો અનુભવ: 'ડાયરેક્ટરે સીન માટે પેટીકોટ ઉતરાવ્યો, 90 લાખ લોકોએ જોયો હતો સીન
આ પણ વાંચો:  અભિનેત્રીનું થયું શોષણ: હોટેલમાં લઈ જતો હતો અને મારા સ્કર્ટમાં હાથ નાખ્યો..


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube