દિલ્હી હાઈકોર્ટે કહ્યું કે ઘરેલુ હિંસા કાયદાની વિરુદ્ધ સાસરીમાં રહેવાના અધિકારમાં સુરક્ષિત અને સ્વસ્થ જીવન પણ સામેલ છે. હાઈકોર્ટની આ ટિપ્પણી નીચલી કોર્ટના આદેશ વિરુદ્ધ એક મહિલાની અરજી પર આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નીચલી કોર્ટે મહિલાના પતિ અને સાસુ દ્વારા ઉત્પીડન થવા સંબંધિત મહિલાના આરોપોને લઈને તેને કોઈ પણ રાહત આપવાની ના પાડી હતી. મહિલાએ દાવો કર્યો હતો કે તેનો પતિ અને સાસુ તેને પરેશાન કરવા અને માનસિક રીતે પ્રતાડિત કરવા માટે જોઈન્ટ ઘરમાં 10 રખડતા કૂતરાને ખાવાનું ખવડાવે છે. ન્યાયમૂર્તિ તુષાર રાવ ગદેલાએ મહિલાની અરજી પર નોટિસ પાઠવી અને કહ્યું કે "ઘરેલુ હિંસામાં મહિલાઓના સંરક્ષણ અધિનિયમ 2005ની જોગવાઈઓ હેઠળ સાસરીમાં રહેવાના અધિકારમાં 'સુરક્ષિત અને સ્વસ્થ જીવન' ની વ્યાખ્યા પણ સામેલ છે." તેમણે કહ્યું કે એટલા માટે તેમાં કોર્ટના હસ્તક્ષેપ  કરવાની જરૂર છે. 


કૂદકે ને ભૂસકે વધી રહેલા કોવિડ કેસ પાછળ આ વેરિએન્ટ જવાબદાર, રસી લઈ ચૂકેલાને પણ જોખમ


સરકારને જો આ મંદિરોનો ખજાનો મળે તો અમેરિકા-ચીન સહિત આખી દુનિયા ઘૂંટણિયે પડે


સુપ્રીમ કોર્ટનો વિરોધ પક્ષોને મોટો ઝટકો, ED-CBI સામેની અરજી પર સુનાવણી કરવાનો ઇનકાર


આ અગાઉ નીચલી કોર્ટમાં મહિલાએ દલીલ કરી હતી કે જોઈન્ટ ફેમિલીમાં રખડતા કૂતરાઓને ખાવાનું ખવડાવવાથી તેના (મહિલાના) મૂળભૂત અધિકારોનું હનન થયું છે. જેમાં જીવનનો અધિકાર અને સ્વાસ્થ્યનો અધિકાર પણ સામેલ છે. વકીલે કોર્ટમાં અનેક તસવીરો રજૂ કરી જેમાં પ્રતિવાદીઓના ઘરમાં અનેક કૂતરા જોવા મળી રહ્યા છે. હાઈકોર્ટે મહિલાના પતિ અને સાસુને અરજી પર ચાર અઠવાડિયાની અંદર પોતાનો જવાબ દાખલ કરવાનો નિર્દેશ આપ્યો છે અને કેસની આગામી સુનાવણી મે માટે સૂચિબદ્ધ કરી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube