સુપ્રીમ કોર્ટનો વિરોધ પક્ષોને મોટો ઝટકો, ED-CBI સામેની અરજી પર સુનાવણી કરવાનો ઇનકાર

Supreme Court: સુપ્રીમ કોર્ટે આજે વિપક્ષી દળોને મોટો ઝટકો આપ્યો છે. 14 વિપક્ષી દળોએ કેન્દ્રની મોદી સરકાર પર કેન્દ્રીય એજન્સીઓના દુરઉપયોગનો આરોપ લગાવતા સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. 

સુપ્રીમ કોર્ટનો વિરોધ પક્ષોને મોટો ઝટકો, ED-CBI સામેની અરજી પર સુનાવણી કરવાનો ઇનકાર

સુપ્રીમ કોર્ટે આજે બુધવારે વિપક્ષી દળોને મોટો ઝટકો આપ્યો છે. 14 વિપક્ષી દળોએ કેન્દ્રની મોદી સરકાર પર કેન્દ્રીય એજન્સીઓના દુરઉપયોગનો આરોપ લગાવતા સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. આ મામલે સુપ્રીમ કોર્ટે 14 વિપક્ષી દળોની અરજીને ફગાવી દીધી અને આ મામલે સુનાવણી કરવાની ના પાડી દીધી. વિપક્ષી દળો તરફથી વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવી દ્વારા દાખલ અરજીમાં દાવો કરાયો હતો કે ઈડી અને સીબીઆઈ દ્વારા દાખલ થયેલા કેસની સંખ્યામાં ભારે વધારો થયો છે. પીએમ મોદીના 2014માં સત્તામાં આવ્યા બાદથી વિપક્ષી દળોના નેતાઓ વિરુદ્ધ કેન્દ્રીય એજન્સીઓ દ્વારા મનમાની રીતે કેસ દાખલ કરાયા. 

સિંઘવીએ આંકડાનો હવાલો આપતા કહ્યું કે ઈડીએ છેલ્લા સાત વર્ષોમાં ગત દાયકાની સરખામણીમાં 6 ગણા વધારે કેસ નોંધ્યા. પરંતુ આ મામલાઓમાં સજાનો દર માત્ર 23 ટકા હતો. તેમણે એવો પણ આરોપ લગાવ્યો કે ઈડી અને સીબીઆઈના 95 ટકાકેસ દેશભરના વિપક્ષી નેતાઓ વિરુદ્ધ હતા અને આ રાજકીય બદલા અને પૂર્વાગ્રહનો સ્પષ્ટ સંકેત છે. 

જો કે ભારતના ચીફ જસ્ટિસ ડી વાય ચંદ્રચૂડે અરજીની યોગ્યતા અને વ્યવહાર્યતા પર શંકા વ્યક્ત  કરી. તેમણે સિંઘવીને પૂછ્યું કે શું તેઓ તપાસ અને અભિયોજન પાસેથી વિપક્ષી દળો માટે પ્રતિરક્ષાની માંગણી કરી રહ્યા છે અને શું તેમની પાસે નાગરિક તરીકે કોઈ વિશેષ અધિકાર છે?  સિંઘવીએ સ્પષ્ટ કર્યું કે તેઓ વિપક્ષી નેતાઓ માટે કોઈ છૂટની માંગણી કરતા નથી, પરંતુ ફક્ત કાયદાના નિષ્પક્ષ આવેદન માટે કહી રહ્યા હતા. તેમણે કહ્યું કે સરકાર વિપક્ષને નબળો અને હતોત્સાહ કરવા માટે એજન્સીઓનો દુરઉપયોગ કરી રહી છે અને તે લોકતંત્ર અન કાયદાના શાસન માટે હાનિકારક છે. 

ચીફ જસ્ટિસ સિંઘવીના તર્કથી સહમત થયા નહીં અને કહ્યું કે અરજી અનિવાર્ય રૂપે રાજનેતાઓ માટે એક અરજી હતી. ન્યાયમૂર્તિ ચંદ્રચૂડે કહ્યું કે અરજીમાં અન્ય નાગરિકોના અધિકારો અને હિતોને ધ્યાનમાં રખાયા નથી જે ભ્રષ્ટાચાર કે અપરાધિકતાથી પ્રભાવિત થઈ શકે છે. તેમણે કહ્યું કે સુપ્રીમ કોર્ટ ફક્ત રાજનેતાઓ માટે સામાન્ય દિશાનિર્દેશ કે સિદ્ધાંત નિર્ધારિત કરી શકે નહીં. તેમણે એવું પણ સૂચન આપ્યું કે સિંઘવી સંસદમાં પોતાની ચિંતાઓને ઉઠાવી શકે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news