Coronavirus: કૂદકે ને ભૂસકે વધી રહેલા કોવિડ કેસ પાછળ આ વેરિએન્ટ જવાબદાર, રસી લઈ ચૂકેલાને પણ જોખમ!

Covid 19 In India: ભારતમાં એકવાર ફરીથી કોરોનાના કેસ ઝડપથી વધવા લાગ્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા મુજબ દેશમાં બુધવારે 4435 નવા કોવિડ કેસ નોંધાયા. કોરોનાના કેસમાં વૃદ્ધિ પાછળ ઓમિક્રોનનો નવો સબ વેરિએન્ટ છે. જેના 60 ટકાથી વધુ કેસ છે. આ વેરિએન્ટ સંલગ્ન તમામ વાતો જાણો....

Coronavirus: કૂદકે ને ભૂસકે વધી રહેલા કોવિડ કેસ પાછળ આ વેરિએન્ટ જવાબદાર, રસી લઈ ચૂકેલાને પણ જોખમ!

Covid 19 In India: ભારતમાં એકવાર ફરીથી કોરોનાના કેસ ઝડપથી વધવા લાગ્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા મુજબ દેશમાં બુધવારે 4435 નવા કોવિડ કેસ નોંધાયા. જે 163 દિવસ (5 મહિના અને 13 દિવસ)માં સૌથી મોટો દૈનિક ઉછાળો છે. જ્યારે એક્ટિવ કેસની વાત કરીએ તો સંખ્યા વધીને 23,091 થઈ ગઈ છે. ગત વર્ષ 25 સપ્ટેમ્બરે કુલ 4777 કેસ નોંધાયા હતા. કોરોનાના કેસમાં વૃદ્ધિ પાછળ ઓમિક્રોનનો નવો સબ વેરિએન્ટ છે. જેના 60 ટકાથી વધુ કેસ છે. આ વેરિએન્ટ સંલગ્ન તમામ વાતો જાણો....

ભારત સરકાર દ્વારા સ્થાપિત જીનોમ સિક્વેન્સિંગ પ્રયોગશાળાઓની એજન્સી ભારતીય સાર્સ કોવ-2 જીનોમિક્સ કન્સોર્ટિયમ (આઈએનએસએસીઓજી) ના જણાવ્યાં મુજબ ભારતમાં કોવિડ-19 કેસની સંખ્યા સતત વધવા પાછળ ઓમિક્રોનનો સબ વેરિએન્ટ XBB.1.16 છે. તેના હાલ 60 ટકાથી વધુ કેસ છે. 

WHO એ એ પણ સ્વીકાર્યું છે કે  XBB.1.16 એ ભારતમાં અન્ય વેરિએન્ટ્સને બદલી નાખ્યા છે. સંસ્થાએ એમ પણ કહ્યું કે તેમને 22 દેશોમાંથી જે 800 સિક્વેન્સ મળી છે તેમાંથી સૌથી વધુ ભારતના છે. 

ઝડપથી ફેલાય છે XBB.1.16
 XBB.1.16 માં ઝડપથી ફેલાવવાની ક્ષમતા છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ WHO ના અધિકારીના જણાવ્યાં મુજબ 'XBB.1.16 વેરિએન્ટ XBB.1.5 ની સરખામણીએ 140 ટકા ઝડપથી વૃદ્ધિ કરે છે જે તેને વધુ આક્રમક બનાવે છે. 

XBB.1.16 ના લક્ષણ
મોટાભાગના લક્ષણો કોરોના જેવા જ છે જેમ કે થાક, ગળામાં ખારાશ, માથાનો દુ:ખાવો, સ્નાયુઓમાં દુ:ખાવો, નાકમાંથી પાણી વહેવું, ઉધરસ વગેરે, આ સિવાય કેટલાક લોકોને પેટમાં દુ:ખાવો અને બેચેની, તથા ઝાડાની ફરિયાદ પણ રહી શકે છે. 

રસી લગાવી ચૂકેલા લોકોને પણ સંક્રમણ
મીડિયા રિપોર્ટ્સ મુજબ ઓમીક્રોનનો સબ વેરિએન્ટ XBB.1.16 રસી લઈ ચૂકેલા લોકોમાં પણ સંક્રમણ પેદા કરી શકે છે. 

કોને વધુ  જોખમ
વૃદ્ધો, કે 60 વર્ષથી વધુ વયના લોકો, હ્રદય રોગ અને કોરોનરી ધમની રોગ તથા ડાયાબિટિસથી પીડિત લોકો, ફેફસા, કિડની કે લિવરની બીમારીવાળા લોકો, એવા લોકો જેમની ઈમ્યુનિટી નબળી છે, જેમણે કોરોના રસી લીધી નથી. 

XBB.1.16 ના લક્ષણો દેખાય તો શું કરવું
જેવા લક્ષણો જોવા મળે કે તરત પોતાની જાતને આઈસોલેટ કરી નાખવી અને કોરોનાની તપાસ કરાવવી તથા ડોક્ટરનો સંપર્ક કરવો. ડોક્ટરની સલાહ વગર કોઈ દવા લેવી નહીં. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news