નવી દિલ્હી: કોંગ્રેસ કાર્ય સમિચિની બેઠકમાં ફરીથી સોનિયા ગાંધીને અધ્યક્ષ બનાવ્યા છે. તેના સમર્થનમાં ઘણા નેતા છે તો કેટલા તેના વિરોધમાં છે. સોનિયા ગાંધીને પત્ર લખનાર નેતાઓમાંથી એક વિવેક તન્ખાએ પાર્ટીના બીજા જૂથ પર સવાલ ઉઠાવ્યો છે. કેટલાક લોકો ગાંધી પરિવારની જી હુજૂરી કરી રહ્યા છે તો કેટલાક નેતાઓ હજુ પણ પરિવર્તનની માંગ કરી રહ્યાં છે. તેમાં વિવેક તન્ખા પણ સામેલ છે. રાજ્યસભા સાંસદ વિવેક તન્ખાએ કહ્યું કે અમે બળવાખોર નથી, પરિવર્તનના વાહક થીએ કેમ કે, ઇતિહાસ બહાદુરને યાદ રાખે છે કાયરને નહીં.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- Pulwama attack: NIAએ તૈયાર કરી 5000 પેજની ચાર્જશીટ, 20 આતંકીના નામ આવ્યા સામે


ઇતિહાસ બહાદુરને યાદ કરે છે: વિવેક તન્ખા
રાજ્યસંભા સાંસદ વિવેક તન્ખાએ કહ્યું કે અમને બળવાખોર કહેવું ખોટું છે કેમ કે, અમે બદલાવની માંગ કરી રહ્યાં છે. જેથી કોંગ્રેસને નાવ અધ્યક્ષ મળે અને કોંગ્રેસ મજબૂત બને. તેમણે કહ્યું કે, ઇતિહાસ હમેશાં બહાદુરને યાદ કરે છે કાયરને નહીં. તન્ખાના પ્રહાર તે નેતાઓ પર છે જે આજે પણ ગાંધી પરિવારની જી હુજૂરી કરી રહ્યાં છે.


આ પણ વાંચો:- દુનિયાના 4 કેસમાંથી 1 કેસ ભારતમાં, શું ભારત બન્યું કોરોનાનું નવું સેન્ટર?


કોંગ્રેસમાં આંતરિક ઝગડો ચાલુ
ઉલ્લેખનીય છે કે, રાજ્યસબામાં નેતા પ્રતિપક્ષ ગુલામ નબી આઝાદ, આનંદ શર્મા, કપિલ સિબ્બલ, ભૂપેન્દ્ર સિંહ હુડ્ડા, મુકુલ વાસનિક, વિવેક તન્ખા સહિત 23 નેતાઓએ ઓગસ્ટના પહેલા અઠવાડીયામાં સોનિયા ગાંધીને પત્ર લખ્યો હતો. ત્યારબાદ કોંગ્રેસમાં આતંરિક ઝગડા વધી રહ્યાં છે. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, પત્ર લખનાર લોકો ભાજપના ઈશારા પર આ બધુ કરી રહ્યાં છે. ત્યારબાદ કપિલ સિબ્બલ ઘણા નારાજ થયા અને ગુલામ નબી આઝાદે પાર્ટીથી રાજીનામું આપવાની ધમકી આપી હતી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર