દુનિયાના 4 કેસમાંથી 1 કેસ ભારતમાં, શું ભારત બન્યું કોરોનાનું નવું સેન્ટર?
Trending Photos
નવી દિલ્હી: ભારતમાં કોરોનાનો ગ્રાફ ઝડપથી વધી રહ્યો છે. કુલ દર્દીઓનો આંકડો 31 લાખને પાર કરી ગયો છે. ભારત ત્રીજો દેશ છે, જ્યાં 30 લાખથી વધારે દર્દીઓની પુષ્ટી થઇ છે. આ પહેલા અમેરિકા અને બ્રાઝીલમાં 30 લાખથી વધારે કેસ સામે આવ્યા છે. ખાસ વાત છે કે, ભારતમાં છેલ્લા એક સપ્તાહમાં દુનિયાના 26 ટકા કેસ સામે આવ્યા છે.
વર્લ્ડોમીટરના અનુસાર, સમગ્ર દુનિયામાં કોરોના દર્દીઓનો આકંડો 2 કરોડ 38 લાખથી વધારે છે. જેમાં 8 લાખ 17 હજારથી વધારે લોકોએ જીવ ગુમાવ્યો છે. અત્યાર સુધીમાં 1 કરોડ 63 લાખથી વધારે દર્દી સાજા થયા છે, જ્યારે એક્ટિવ કેસની સંખ્યા 66 લાખથી વધારે છે.
24 ઓગસ્ટના દુનિયામાં 2 લાખ 13 હજાર નવા કેસ સામે આવ્યા હતા, જ્યારે આ દિવસે માત્ર ભારતમાં નવા દર્દીઓની સંખ્યા 59 હજારથી વધારે હતી. આજ પ્રમાણે 23 ઓગસ્ટના સમગ્ર દુનિયામાં 2 લાખ 10 હજાર નવા કેસ સામે આવ્યા હતા, જ્યારે ભારતમાં નવા દર્દીઓની સંખ્યા 61 હજારથી વધારે હતી.
આ રીતે 22 ઓગસ્ટના સમગ્ર દુનિયામાં 2 લાખ 67 હજાર કેસ સામે આવ્યા, જ્યારે માત્ર ભારતમાં 70 હજાર નવા કેસ સામે આવ્યા હતા. 21 ઓગસ્ટની વાત કરીએ તો દુનિયામાં 2 લાખ 58 હજાર કેસની સામે ભારતમાં 69 હજાર નવા કેસ સામે આવ્યા હતા. 20 ઓગસ્ટના સમગ્ર દુનિયામાં 2.67 લાખ કેસ સામે ભારતમાં 68 હજાર નવા કેસ સામે આવ્યા હતા.
આ પણ વાંચો:- ભારતની ચીન પર હવે 'Education Strike', ચીની વિદ્યાર્થીઓના એજ્યુકેશન વીઝાના નિયમો બન્યા કડક
એટલે કે, આખી દુનિયામાં આવતા ચાર કેસોમાંથી એક કેસ ભારતમાંથી સામે આવે છે. ભારતમાં અત્યારે કુલ દર્દીઓની સંખ્યા 31 લાખ 67 હજારને પાર છે. જેમાંથી 58 હજારથી વધારે લોકોના મોત થયા છે. જ્યારે 24 લાખથી વધારે લોકો સાજા થયા છે. અત્યારે એક્ટિવ કેસની સંખ્યા 7 લાખથી વધારે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે