પટનાઃ પશ્ચિમ બંગાળ  (West Bengal) માં યોજાનારી વિધાનસભા ચૂંટણીમાં (Assembly Election 2021) રાષ્ટ્રીય જનતા દળ  (Rashtriya Janata Dal) મેદાનમાં ઉતરશે. આરજેડીએ વિધાનસભાના ચૂંટણી રણ માટે પોતાના મિત્રની પણ પસંદગી કરી લીધી છે. બંગાળમાં આરજેડીએ તૃણમૂલ કોંગ્રેસનું સમર્થન આપવાની જાહેરાત કરી છે. સોમવારે નેતા વિપક્ષ તેજસ્વી યાદવ  (Tejashwi Yadav) એ મુખ્યમંત્રી મમતા બેનર્જી (Chief Minister Mamata Banerjee) સાથે નબન્નામાં મુલાકાત કરી હતી. મુલાકાત બાદ તેજસ્વીએ સ્પષ્ટ કરી દીધુ કે જ્યાં પણ જરૂર પડી અમે મમતા બેનર્જીની સાથે છીએ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી સાથે મુલાકાત બાદ તેજસ્વી યાદવે મીડિયા સાથે વાત કરતા તેમના સવાલોના જવાબ આપ્યા હતા. યાદવે કહ્યુ કે, જ્યાં જરૂર પડશે અમે મમતા બેનર્જી સાથે છીએ. અમારો પ્રથમ પ્રયાસ ભાજપને બંગાળમાં આવતા રોકવામાં આવે. મમતા બેનર્જીને જીતાડવા માટે અમે તમામ પ્રયાસ કરીશું. ભાજપે દેશના લોકોને છેતરવાનું કામ કર્યું છે. 


Punjab: ફરી કેપ્ટન અમરિંદર સાથે જોડાયા પ્રશાંત કિશોર, મળી નવી જવાબદારી  


અમે લડી રહ્યાં છીએ તો તેજસ્વી ભાઈ લડી રહ્યા છેઃ મમતા
તેજસ્વી યાદવ સાથે મુલાકાત બાદ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યુ કે, અમે લડી રહ્યાં છીએ તો તેજસ્વી ભાઈ લડી રહ્યા છે. જો તેજસ્વી લડી રહ્યો છે તો અમે લડી રહ્યાં છીએ. આ સંદેશ ભાજપને જવો જોઈએ. તમે જાણી લો કે બિહારમાં તમારી સરકાર ટકવાની નથી. બંગાળમાં પણ તમને કંઈ મળવાનું નથી. 


આ પણ વાંચોઃ ... જ્યારે વેક્સિન લેવા દરમિયાન PM મોદીએ નર્સને કહ્યુ- નેતા જાડી ચામડીના હોય છે, મોટી સોય લગાવજો  


પશ્ચિમ બંગાળમાં કોંગ્રેસની સાથે નથી આરજેડી
બિહારમાં આરજેડી, કોંગ્રેસ અને વામદળોએ મળીને 2020ની ચૂંટણી લડી હતી. હાલમાં આ પાર્ટીઓ એક સાથે ગઠબંધનમાં છે. પશ્ચિમ બંગાળમાં પણ કોંગ્રેસ અને વામદળો સાથે ચૂંટણી લડી રહ્યાં છે પરંતુ અહીં આરજેડીએ ટીએમસીને સમર્થન આપવાનો નિર્ણય કર્યો છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube