... જ્યારે વેક્સિન લેવા દરમિયાન PM મોદીએ નર્સને કહ્યુ- નેતા જાડી ચામડીના હોય છે, મોટી સોય લગાવજો

વેક્સિન લગાવડાવવા સમયે પીએમ મોદીએ નર્સને કહ્યુ કે નેતા મોટી ચામડી હાય છે, મોટી સોય લગાવવી. મહત્વનું છે કે પીએમ મોદીને ભારત બાયોટેકની કોવેક્સીન (Covaxin) લાગી છે અને હવે 28 દિવસ બાદ બીજો ડોઝ આપવામાં આવશે. 

... જ્યારે વેક્સિન લેવા દરમિયાન PM મોદીએ નર્સને કહ્યુ- નેતા જાડી ચામડીના હોય છે, મોટી સોય લગાવજો

નવી દિલ્હીઃ કોરોના વેક્સિનેશન અભિયાન  (Corona Vaccination Drive) ના બીજા તબક્કામાં પીએમ નરેન્દ્ર મોદી (Narendra Modi) એ સોમવારે સવારે દિલ્હી સ્થિત એમ્સ  (AIIMS) પહોંચીને કોરોના વેક્સિન (Corona Vaccine) નો પ્રથમ ડોઝ લીધો હતો. વેક્સિન લગાવડાવવા સમયે પીએમ મોદીએ નર્સને કહ્યુ કે નેતા મોટી ચામડી હાય છે, મોટી સોય લગાવવી. મહત્વનું છે કે પીએમ મોદીને ભારત બાયોટેકની કોવેક્સીન (Covaxin) લાગી છે અને હવે 28 દિવસ બાદ બીજો ડોઝ આપવામાં આવશે. 

નર્સ હતી અજાણ
પીએમ નરેન્દ્ર મોદી (Narendra Modi) ને વેક્સિનનો ડોઝ આપનાર નર્સ સિસ્ટમ પી નિવેદા  (Sister P Niveda) પુડુચેરીના રહેવાસી છે, જ્યારે બીજા નર્સ રોસમ્મા અનિલ કેરલના છે. પ્રધાનમંત્રીને વેક્સિન લગાવનાર નિવેદાને ખબર નહતી કે પીએમ આવવાના છે અને તે પીએમ માટે વેક્સિનનો ડોઝ તૈયાર કરી રહી છે. 

મોદીની વાત સાંભળી હાસ્ય રોકી ન શકી નર્સ, જુઓ વીડિયો

જ્યારે પીએમ મોદી બોલ્યા- મોટી સોય લગાવવી
પીએમ મોદી સોમવારે સવારે વેક્સિનનો ડોઝ લેવા માટે દિલ્હી એમ્સ પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે નર્સને પૂછ્યુ કે તે ક્યાંના છે. જ્યારે સિસ્ટર નિવેદાએ જણાવ્યું કે, પુડુચેરીથી છે તો પીએમે તેમને તમિલમાં વડક્કમ કહ્યુ. ત્યારબાદ પીએમે સિસ્ટરને પૂછ્યુ કે વેટરનરી વાળી મોટી સોય (પશુઓની સોય) લાવ્યા છો ને? તેના પર નર્સ હસ્યા. પીએમ ફરી બોલ્યા કે નેતા મોટી ચામડીના હોય છે, મોટી સોય લગાવજો. ત્યારે સિસ્ટર નિવેદાએ કહ્યુ- સર તમને નોર્મલ વેક્સિન જ લગાવીશું. 

વેક્સિન માટે કેમ પસંદ કર્યો સવારનો સમય
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Narendra Modi) એ આજે સવારે 6.25 કલાકે દિલ્હીના એમ્સ જઈને કોરોનાની વેક્સિન લગાવી. તે સમયે એમ્સના ડાયરેક્ટર ડો. રણદીપ ગુલેરિયા પણ હાજર હતા. પીએમ મોદીએ વેક્સિન માટે સવારનો સમય કેમ પસંદ કર્યો, જેથી તેમના કાફલાને કારણે કોઈને મુશ્કેલી ન થાય અને કોઈ રૂટ બંધ ન કરવો પડે. પીએમ કોઈ વિશેષ સુરક્ષા વિના એમ્સ પહોંચ્યા હતા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news