બિહારમાં પુર અને DY.CM જોઇ રહ્યા છે ફિલ્મ: વિપક્ષે મોદીની ઝાટકણી કાઢી
પુરનો માર સહી રહેલ બિહારની સ્થિતી હાલ બેહાલ છે. તેવા સમયે નાયબ મુખ્યપ્રધાન સુપર-30 જોવા જતા વિપક્ષનાં નિશાન પર આવી ગયા છે. સોશિયલ મીડિયા પર ફિલ્મ જોઇ રહેલા સુશીલ મોદીની તસ્વીર વાઇરલ થઇ રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, બિહારમાં અત્યાર સુધી પુરનાં કારણે 60 લોકોનાં મોત નિપજ્યા છે. રાજ્યની મુખ્ય વિપક્ષી પાર્ટી રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી) એ સુશીલ કુમારની ફિલ્મ જોતી તસ્વીરના અનુસંધાને નિશાન સાધ્યું છે.
પટના : પુરનો માર સહી રહેલ બિહારની સ્થિતી હાલ બેહાલ છે. તેવા સમયે નાયબ મુખ્યપ્રધાન સુપર-30 જોવા જતા વિપક્ષનાં નિશાન પર આવી ગયા છે. સોશિયલ મીડિયા પર ફિલ્મ જોઇ રહેલા સુશીલ મોદીની તસ્વીર વાઇરલ થઇ રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, બિહારમાં અત્યાર સુધી પુરનાં કારણે 60 લોકોનાં મોત નિપજ્યા છે. રાજ્યની મુખ્ય વિપક્ષી પાર્ટી રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી) એ સુશીલ કુમારની ફિલ્મ જોતી તસ્વીરના અનુસંધાને નિશાન સાધ્યું છે.
ગરીબોનાં રથ પર સરકારની તવાઇ: સસ્તી એસી મુસાફરી થઇ જશે બંધ !
બિહાર સરકાર દ્વારા કર મુક્ત કરવામાં આવી ફિલ્મ
અત્રે ઉલ્લેખનીય છે કે, બિહાર સરકાર દ્વારા ફિલ્મ સુપર-30 કર મુક્ત કરવામાં આવ્યા બાદ ફિલ્મ અભિનેતા ઋત્વીક રોશને રાજ્યનાં નાયબ મુખ્યપ્રધાન સુશીલ કુમાર મોદી સાથે મુલાકાત યોજી હતી. ઋત્વીકે આ મુલાકાત બાદ કેટલીક તસ્વીરો સોશિયલ મીડિયા પર મુકી હતી. ત્યાર બાદથી જ સુશીલ મોદી પર સવાલ ઉઠવાના ચાલુ થઇ ચુક્યા છે.
VIDEO: છોકરીએ DTC સ્ટાફ સાથે બસમાં ડાન્સનો વીડિયો બનાવ્યો, થઈ મોટી કાર્યવાહી
મુંબઈ: દાઉદ ઈબ્રાહિમના ભત્રીજા રિઝવાન કાસકરની ખંડણીના આરોપમાં ધરપકડ
16 જુલાઇએ મુલાકાત અને બુધવારે આરજેડી આક્રમક
16 જુલાઇએ ઋત્વીક રોશે સુશીલ મોદી સાથે મુલાકાતની તસ્વીર પોસ્ટ કરી અને ત્યાર બાદ બુધવારે આરજેડીએ આ મુદ્દે સવાલ ઉઠાવવાનું ચાલુ કર્યું. આરજેડીના અધિકારીક ટ્વીટર હેન્ડલ પરથી આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો. આરજેડીએ ટ્વીટર હેન્ડલ પર પાર્ટીએ લખ્યું "નિશબ્દ ! અને બિહારનું સંપુર્ણમંત્રીમંડળ બુધવારે રાત્રે સુશીલ મોદીની આગેવાનીમાં મલ્ટીપ્લેક્ટમાં ફ્રી ડિનર સાથે ફિલ્મ જોઇ રહ્યું હતું. ઉપરથી મંત્રી કહી રહ્યા હતા કે પુર આવ્યું તો શું ખાવા-પીવા અને ફિલ્મ જોવાનું પણ બંધ કરી દઇએ. બેશર્મ"
એક ચપટી મીઠું તમને બનાવી શકે છે માલામાલ, આ રીતે કરો ઉપયોગ
સરકાર પર સંવેદનહીન વર્તનનો આરોપ
આરજેડીનું ટ્વીટ એવા સમયે આવ્યું જ્યારે બિહારનાં તમામ જિલ્લાઓ પુરનો સામનો કરી રહ્યા છે અને સ્થિતી ખુબ જ નાજુક છે. આરજેડીનો આરોપ છેકે સરકાર લોકોની મદદ કરવાનાં બદલે અન્ય કામોમાં સમય બગાડી રહી છે અને સમગ્ર સ્થિતીમાં સંવેદનહીન બનીને વર્તન કરી રહી છે.
માયાવતીના ભાઈ વિરુદ્ધ આવકવેરા વિભાગની મોટી કાર્યવાહી, 400 કરોડની સંપત્તિ ટાંચમાં લીધી
બિહારનાં 12 જિલ્લા પુરમાં બેહાલ
વરસાદ અને પુરના કારણે બિહારનાં 12 જિલ્લામાં ખતરનાક સ્થિતી છે. રાજ્યમાં પુરથી 24 લાખ લોકો પ્રભાવિત થયા છે. આ જિલ્લામાં શિવહર, સીતામઢી, પૂર્વી ચંપારણ, મધુબની, અરરિયા, કિશનગંજ, સુપૌલ, દરભંગા, પુર્ણિયા, મુજફ્ફરપુર સહરસા અને કટિહારનો સમાવેશ થાય છે. ભારે વરસાદનાં કારણે બિહારની તમામ નદીઓ બેકાંઠે વહી રહી છે.