પીલીભીતમાં રોડ અકસ્માત, મહિલા સહિત 7 લોકોના મોત, 24 ઘાયલ
ઉત્તર પ્રદેશ (Uttar Pradesh)ના પીલીભીતમાં મોટો અકસ્માત સર્જાયો છે જ્યાં એક મુસાફરોથી ભરેલી બસ નેશનલ હાઇવે 730 ( NH 730) પર એક પિકઅપ સાથે ટકરાઇ હતી. આ ભયાનક અકસ્માતમાં મહિલા સહિત 7 મુસાફરોના મોત નિપજ્યા છે.
પીલીભીત: ઉત્તર પ્રદેશ (Uttar Pradesh)ના પીલીભીતમાં મોટો અકસ્માત સર્જાયો છે જ્યાં એક મુસાફરોથી ભરેલી બસ નેશનલ હાઇવે 730 ( NH 730) પર એક પિકઅપ સાથે ટકરાઇ હતી. આ ભયાનક અકસ્માતમાં મહિલા સહિત 7 મુસાફરોના મોત નિપજ્યા છે. આ અકસ્માતમાં કુલ 24 લોકો ઘાયલ થયા છે. પોલીસે કેસ દાખલ કર્યા બાદ આગળની કાર્યવાહી કરી છે. તમને જણાવી દઇએ કે આ બસ લખનઉથી પૂરનપુર જઇ રહી હતી.
પુરનપુર પોલીસ મથકના નેશનલ હાઇવે NH-730 પર આજે સવારે 3:00 થી 4:00 વાગ્યાની વચ્ચે લખનઉથી આવનાર પીલીભીત ડેપોની બસ પિકઅપ સાથે ટકરાઇ હતી. બસમાં 40 અને પિકઅપમાં 10 મુસાફરો સવાર હતા. ઘટનાસ્થળે હાજર લોકોએ જણાવ્યું કે પિકઅપના ડ્રાઇવરને ઝોકું આવી ગયું હતું અને તેણે ચાલુ બસને ટક્કર મારી હતી. અકસ્માતમાં બસ પલટી ખાઇ ગઇ હતી. 7 મુસાફરોએ ઘટનાસ્થળે દમ તોડ્યો હતો.
ગંભીર ઘાયલ જિલ્લા હોસ્પિટલમાં રિફર
દુર્ઘટનામાં કુલ 24 લોકો ઘાયલ થયા છે જેમાં 7 લોકો ગંભીર રીતે ઘાયલ મુસાફરોને જિલ્લા હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે. તો બીજી તરફ બાકીના મુસાફરોની હાલત ખતરાથી બહાર છે.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube