UP: અંતિમ સંસ્કારમાં સામેલ થવા સ્મશાન ઘાટ પહોંચેલા લોકો પર છત તૂટી પડી, 17 લોકોના મોત
ગાઝિયાબાદ જિલ્લાના મુરાદનગર સ્થિત સ્મશાન ઘાટમાં કેટલાક લોકો અંતિમ સંસ્કારમાં સામેલ થવા આવ્યા હતા. પરંતુ સતત વરસાદ હોવાના કારણે લોકો ગેલેરીમાં લેન્ટરવાળી છત નીચે ઊભા હતા. આ દરમિયાન વરસાદ અને પવનના કારણે પિલર તૂટી ગયો અને આખુ લેન્ટર અંદર ઊભેલા લોકો પર પડ્યો.
ગાઝિયાબાદ: ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદથી મોટા સમાચાર આવ્યા છે. અહીં એક સ્મશાન ઘાટમાં નિર્માણધીન ઈમારતની છત તૂટી પડી જેમાં અનેક લોકો દટાયેલા હતા. છેલ્લે મળતી માહિતી આ દુર્ઘટનામાં 17 લોકોના મોત થયા છે. જ્યારે 38 લોકો ઈજાગ્રસ્ત છે. ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા છે. પોલીસ ફોર્સ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને લોકોને બહાર કાઢવા માટે રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે.
DCGI એ 2 કોરોના રસીના ઈમરજન્સી ઉપયોગ માટે આપી મંજૂરી, PM મોદીએ કહ્યું-ગર્વની વાત
અંતિમ સંસ્કારમાં આવ્યા હતા લોકો
ગાઝિયાબાદ જિલ્લાના મુરાદનગર સ્થિત સ્મશાન ઘાટમાં કેટલાક લોકો અંતિમ સંસ્કારમાં સામેલ થવા આવ્યા હતા. પરંતુ સતત વરસાદ હોવાના કારણે લોકો ગેલેરીમાં લેન્ટરવાળી છત નીચે ઊભા હતા. આ દરમિયાન વરસાદ અને પવનના કારણે પિલર તૂટી ગયો અને આખુ લેન્ટર અંદર ઊભેલા લોકો પર પડ્યો. ત્યાં ભાગદોડ મચી ગઈ. કાટમાળ નીચે અનેક લોકો દબાઈ ગયા. જે લોકો બચી ગયા તેમણે તત્કાળ પોલીસને જાણ કરી. અકસ્માત બાદ પોલીસે રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરી દીધુ છે અને ક્રેનની મદદથી કાટમાળ હટાવવામાં આવી રહ્યો છે.
ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube