અનિલ પાટીલ, પણજી: ગોવા વિધાનસભામાં ગુરુવારે ગોવા ટુરિસ્ટ પ્લેસ (પ્રોટેક્શન એન્ડ મેન્ટેનન્સ) એક્ટ 2001માં સંશોધન બિલ પસાર થયું. આ સંશોધન સમુદ્ર તટો એટલે કે બીચો સહિત તમામ સાર્વજનિક સ્થાનો પર દારૂ પીવા, ભોજન પકાવવા અને કાચની બોટલો તોડવા પર પ્રતિબંધ મૂકે છે. સંશોધન મુજબ જે પણ વ્યક્તિ આવી કોઈ હરકત કરતો જોવા મળશે કે પકડાશે તેને 2000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે. જો આ અપરાધ કોઈ સમૂહ દ્વારા કરવામાં આવ્યો તો દંડની રકમ વધીને 10,000 રૂપિયા થઈ જશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બજેટ 2019: મિડલ ક્લાસને રાહત આપવા આ 3 ટેક્સ તાકીદે હટાવવાની છે જરૂર, હટાવશે મોદી સરકાર?


ગત દિવસોમાં જાહેરમાં દારૂ પીવા અને ધમાલ મસ્તી કરવાની ઘટનાઓ ગોવામાં વધી હતી જેના કારણે કાયદામાં ફેરફાર કરવામાં આવ્યો. આ અગાઉ જાહેરમાં દારૂ પીવા પર 300  રૂપિયાનો દંડ થતો હતો. પોલીસ તેમને પકડતી હતી અને કોર્ટ દંડ ફટકારતી હતી પરંતુ કોઈ સુધારો જોવા મળતો નહતો. હવે કાયદાનો ભંગ કરનારા પર 2000થી લઈને 10,000 રૂપિયાનો દંડ ભરવો પડશે. આ સાથે જ નવા કાયદા મુજબ 3 મહિનાની જેલ પણ થઈ શકે છે. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...