મુસલમાનો પર ખૂલીને બોલ્યા RSS સંઘ પ્રમુખ મોહન ભાગવત, જાણો 10 મોટી વાતો
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના સરસંઘચાલક મોહન ભાગવત (Mohan Bhagwat)એ મુસલમાનો લઇને ખૂલીને વાત કરી છે અને કહ્યું છે કે, ભારતના મુસલમાન દુનિયામાં સૌથી વધારે સંતુષ્ટ મુસલમાન છે
નવી દિલ્હી: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના સરસંઘચાલક મોહન ભાગવત (Mohan Bhagwat)એ મુસલમાનો લઇને ખૂલીને વાત કરી છે અને કહ્યું છે કે, ભારતના મુસલમાન દુનિયામાં સૌથી વધારે સંતુષ્ટ મુસલમાન છે. મહારાષ્ટ્ર (Maharashtra)થી પ્રકાશિત થતી હિંદી પત્રિકા વિવેક ને આપેલા એક ઈન્ટરવ્યૂમાં પાકિસ્તાનનું ઉદાહરણ આપ્યું અને કહ્યું કે પાકિસ્તાને બીજા ધર્મોને અધિકારી આપ્યો નથી. આ સાથે જ તેમણે રામ મંદિર (Ram Mandir)ના સવાલ પર કહ્યું કે મંદિર રાષ્ટ્રીય મૂલ્યો અને ચરિત્રનું પ્રતિક હોય છે.
જાણો મોહન ભાગવતના ઈન્ટરવ્યૂની 10 મોટી વાતો
1. ભારતના મુસલમાન દુનિયામાં સૌથી વધારે સંતુષ્ટ
મોહન ભાગવત (Mohan Bhagwat)એ કહ્યું કે, ભારતીય મુસલમાન (Indian Muslims) દુનિયામાં સૌથી વધારે સંતુષ્ટ છે. જ્યારે ભારતીયતાની વાત આવે છે તો તમામ ધર્મોના લોકો એકસાથે ઉભા રહે છે.
આ પણ વાંચો:- રાજસ્થાન: પૂજારીને સળગાવી દેવાયા બાદ મુશ્કેલીમાં ગેહલોત સરકાર, જાણો BJPનો પ્લાન
2. પાકિસ્તાને બીજા ધર્મોને નથી આપ્યો અધિકાર
આરએસએસ પ્રમુખ (RSS Chief)એ કહ્યું કે, ભારતના વિપરીત પાકિસ્તાને ક્યારે બીજા ધર્મોના અનુયાયિઓને અધિકાર આપ્યો નથી અને તેને મુસલમાનોના અલગ દેશ તરીકે બનાવી દેવામાં આવ્યો છે.
3. જનતા પર રાજ કરનાર વિદેશી ધર્મ ભારતમાં જ
મોહન ભાગવતે કહ્યું કે વિશ્વમાં એકપણ ઉદાહરણ એવુ છે કે જ્યાં કોઈ દેશની જનતા પર રાજ કરનાર કોઈ વિદેશી ધર્મ હજી પણ અસ્તિત્વમાં છે. ક્યાય પણ નહિ માત્ર ભારતમાં આવું જ છે.
4. મંદિર રાષ્ટ્રીય મૂલ્યો અને ચરિત્રનું પ્રતીક હોય છે
અયોધ્યા (Ayodhya)માં રામ મંદિર (Ram Mandir)ના નિર્માણના સંદર્ભમાં આરએસએસ પ્રમુખે કહ્યું કે તે ફક્ત પરંપરાગત હેતુઓ માટે જ નથી, પરંતુ આ મંદિર રાષ્ટ્રીય મૂલ્યો અને ચરિત્રનું પ્રતીક હોય છે
આ પણ વાંચો:- દુશ્મનના એર ડિફેન્સ સિસ્ટમને ધ્વસ્ત કરશે 'રુદ્રમ', આ એન્ટી રેડિએશન મિસાઇલ છે ખુબ જ ખાસ
5. કોણ કોને પૂજા છે, હિન્દુને તેની સાથે કંઈ લેવાદેવા નથી
સંઘ પ્રમુખ મોહન ભાગવતે પૂજા કરવાને લઇને પણ વાત કરી અને કહ્યું કે હિન્દુઓને આ વાત સાથે કોઈ લેવાદેવા નથી કે કોણ કોની પૂજા કરે છે.
6. ધર્મને જોડતો, ઉત્થાન કરનારો હોવો જોઈએ
મોહન ભાગવતે કહ્યું કે ધર્મને જોડતા, ઉત્થાન કરનાર અને બધાને એક સૂત્રમાં બાંધી રાખનારો હોવો જોઇએ. જ્યારે પણ ભારત અને તેની સંસ્કૃતિ પ્રત્યેની ભક્તિ જાગૃત થાય છે અને પૂર્વજો પ્રત્યે ગૌરવની ભાવના ઉત્પન્ન થાય છે, ત્યારે બધા ધર્મો વચ્ચેનો ભેદ દૂર થાય છે અને બધા ધર્મના લોકો એક સાથે ઉભા રહે છે.
7. કટ્ટરપંથી ફક્ત તે જ ફેલાય છે જેમના હિતોને અસર થાય છે
સંઘના પ્રમુખ મોહન ભાગવત (Mohan Bhagwat)એ કહ્યું કે કોઈપણ પ્રકારની કટ્ટરપંથી અને અલગતાવાદ ફક્ત તે જ ફેલાવે છે જેમના પોતાના હિતોને અસર થાય છે.
આ પણ વાંચો:- રેલવેએ ટિકીટના નિયમોમાં કર્યો મોટો બદલાવ, આજથી થશે લાગુ
8. બંધારણમાં એવું નહોતું કહેવામાં આવ્યું કે અહીં માત્ર હિન્દુઓ જ રહી શકે છે
ભાગવતે કહ્યું કે આપણું બંધારણ એવું નથી કહેતું કે અહીં માત્ર હિન્દુઓ જ રહી શકે અથવા એવું કહેવામાં આવ્યું છે કે અહીં ફક્ત હિન્દુઓ જ સાંભળવામાં આવશે, અથવા જો તમારે અહીં રહેવું હોય તો તમારે હિન્દુઓની પ્રાધાન્યતા સ્વીકારી કરવી પડશે. અમે તેમના માટે જગ્યા બનાવી. આ આપણા રાષ્ટ્રનો સ્વભાવ છે અને આ અંતર્ગત સ્વભાવને હિન્દુ કહેવામાં આવે છે.
9. ભારતીયતા પર તમામ ધર્મોના લોકો સાથે ઉભા હોય છે
ઇન્ટરવ્યૂ દરમિયાન મોહન ભાગવતે ભારતીયતાને લઇને પણ વાત કરી અને કહ્યું કે, જ્યારે ભારતીયતાની વાત આવે છે તો તમામ ધર્મોના લોકો એક સાથે ઉભા હોય છે.
10. સંસ્કૃતિ પર હુમલા સમયે તમામ લોકો ભેગા થયા છે
મુગલ શાસક અકબર (Akbar)ની સામે યુદ્ધમાં મેવાડના રાજા મહારાણા પ્રતાપ (Rana Maharana Pratap)ની સેનામાં મોટી સંખ્યામાં મુસ્લિમ સૈનિકો હોવાનો ઉલ્લેખ કરતા મોહન ભાગવતે કહ્યું કે ભારતના ઈતિહાસમાં જ્યારે પણ દેશની સંસ્કૃતિ પર હુમલો થયો છે તો તમામ ધર્મોના લોકો સાથે મળીને ઉભા રહે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube