ઉદયપુર: આરએસએસ પ્રમુખ મોહન ભાગવતે રવિવારે ઇશારા ઇશારામાં રામ મંદિરની વાત કરી હતી. ત્યાંના પ્રતાપ ગૌરવ કેન્દ્રમાં નવનિર્માણ ભક્તિધામ પ્રાણપ્રતિષ્ઠા અને જન સમર્પણ કાર્યક્રમનું સંબોધન કરતા તેમણે આ વાત કરી હતી. ભાગવતે આ વાત સંત મોરારી બાપૂના રામાયણ પ્રસંગને લઇને ઉદાહરણનો જવાબ આપતા કહ્યું હતું, જેમાં તેમણે કહ્યું હતું કે, રામનું નામ લેવાથી નહીં, રામ મંદિરનું કામ કરવાથી ભગવાન પ્રસન્ન થાય છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુમાં વાંચો: આતંકીઓના ષડયંત્રને સૈન્યએ કર્યું નિષ્ફળ, જૂઓ બોમ્બ બ્લાસ્ટનો વીડિયો...


મોહન ભાગવતે કહ્યું હતું કે, રામ મંદિરનું કામ કરવાનું છે અન તે થઇને રહેશે. બધાએ ભેગા મળીને આ રામનું કામ કરવાનું છે. રામ આપણી અંદર રહે છે. પોતાનું કામ જાતે કરવું પડે છે. કોઇને સૌંપ્યા બાદ પણ તેના પર નજર રાખવી પડે છે.


વધુમાં વાંચો: આજથી શરૂ થયા ‘નૌતપા’: આ દિવસો લોકો માટે રહેશે આકરા, જાણો શું છે કારણ...


કાર્યક્રમને સંબોધન કરતા સંઘ પ્રમુખ મોહન ભાગવત અને સંત મોરારી બાપુએ મહારાણા પ્રતાપના શૌર્ય, વીરતા, પરાક્રમ અને બલિદાનને યાદ કરી તેમનાથી પ્રેરણા લેવાની વાત કરી હતી. એટલું જ નહીં, બંનેએ પ્રતાપ ગૌરવ કેન્દ્રના નિર્માણનું ભવિષ્ય માટે શુભ સંકેત જણાવ્યું હતું. સાથે જ રાષ્ટ્ર નિર્માણ માટે યુવાઓથી માત્ર રામ નામ જ જપવા નહીં પરંતુ રામ માટે કામ કરવાનું પણ આહવાન કર્યું છે.


વધુમાં વાંચો: ઓપરેશન સફેદ સાગર: બર્ફિલા પર્વતોમાં છૂપાયેલા દુશ્મનો પર વાયુસેનાએ કર્યો હુમલો


આ તક પર આરએસએસ પ્રમુખ ભાગવતે કહ્યું કે ઇતિહાસ કહે છે કે, જે દેશના લોકો જાગૃત, સક્રિય અને મજબૂત હોય, તે દેશનું ભાગ્ય નિરંતર આગળ વધતું રહે છે. સંધ પ્રમુખે કહ્યું કે હમેશાં ચર્ચા થયા છે કે, ભારત વિશ્વશક્તિ બનશે, પરંતુ તે પહેલા આપણી પાસે એક ડરનો એક ડંડો અવશ્ય હોવો જોઇએ, ત્યારે જ દુનિયા માનશે.
(ઇનપુટ: એજન્સી ANI)


જુઓ Live TV:-


દેશના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...