આતંકીઓના ષડયંત્રને સૈન્યએ કર્યું નિષ્ફળ, જૂઓ બોમ્બ બ્લાસ્ટનો વીડિયો...
મ્મૂ કાશ્મીર પોલીસે આતંકવાદી ષડયંત્રની સમય પર જાણ થતા મોટી દૂર્ઘટના સર્જાતા અટકાવી છે. રાજ્યના રાજૌરી જિલ્લામાં પોલીસને આઈઈડી (Improvised Explosive Device) સામગ્રીની જાણકારી મળી હતી.
Trending Photos
નવી દિલ્હી: જમ્મૂ કાશ્મીર પોલીસે આતંકવાદી ષડયંત્રની સમય પર જાણ થતા મોટી દૂર્ઘટના સર્જાતા અટકાવી છે. રાજ્યના રાજૌરી જિલ્લામાં પોલીસને આઈઈડી (Improvised Explosive Device) સામગ્રીની જાણકારી મળી હતી. એવી જાણકારી મળી હતી કે, આતંકવાદીઓએ જમ્મૂ પુંછ હાઇવેને નિશાન બનાવવા માટે કલ્લારની પાસે આઈઈડી વિસ્ફોટ કરવાનો પ્લાન બનાવ્યો છે. જમ્મૂ કાશ્મીર પોલીસે સેના અને સીઆરપીએફની સાથે મળીને આતંકવાદીઓના ષડયંત્રને નિષ્ફળ કરવાનો પ્લાન બનાવ્યો અને સર્ચ ઓપરેશન દરમિયાન તેમને શંકાસ્પદ આઈઈડી મળ્યો હતો.
જમ્મુ અને કાશ્મીર પોલીસ અને સુરક્ષા દળના સહયોગથી વિસ્ફોટ ટુકડી આ વિસ્ફોટકને નિષ્ફળ કરવામાં સક્ષમ રહી છે. જુઓ વીડિયો...
#WATCH District Police Office Rajouri (J&K): Suspected IED material destroyed by bomb disposal squad at the Jammu-Poonch highway in Kallar today. pic.twitter.com/QJOYTgBQah
— ANI (@ANI) May 27, 2019
રાજૌરીમાં એલઓસી પાસે પાકિસ્તાનના ગોળીબારમાં કિશોર ઘાયલ
જમ્મૂ કાશ્મીરના રાજૌરી જિલ્લામાં નિયંત્રણ રેખા (એલઓસી) પાસે પાકિસ્તાની સેનાએ સંધર્ષવિરામનું ફરી એકવાર ઉલ્લંઘન કરતા રવિવારે નાના હથિયારોથી ગોળીબાર કર્યો હતો જેમાં એક કિશોર ઘાયલ થયો છે. પોલીસના એક અધિકારીએ કહ્યું કે, મોડી રાત્રીએ નૌશેરા વિસ્તારમાં એલઓસીની સામેની બાજુએથી ગોળીબાર શરૂ થયો હતો. જેનો ભારતીય સેનાએ જવાબ આપ્યો હતો.
તેમણે જણાવ્યું હતું કે, પાકિસ્તાન તરફથી કરવામાં આવેલા ગોળીબારમાં મોહમ્મદ ઈસહાક (ઉં 18) ઘયાલ થયો છે. તે પોખરણી ગામમાં તેના ઘરમાં સુતો હતો. અધિકારીએ કહ્યું કે, ઘાયલ કિશોરને તાત્કાલીક હોસ્પિટલ લઇ જવામાં આવ્યો હતો. અત્યારે તેની હાલત સ્થિર જણાવવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે, બંને તરફથી ગોળીબાર થોડા સમય સુધી ચાલ્યો હતો.
(ઇનપુટ: ભાષા)
જુઓ Live TV:-
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે