સંઘે પાકિસ્તાની PM ઇમરાન ખાનને આપી શુભકામના, ભારત અને સંઘને એક કહેવા બદલ આભાર
રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના સહ સર કાર્યવાહક ડૉ. કૃષ્ણ ગોપાલ શર્માએ કહ્યું કે, સંઘ માત્ર ભારતમાં જ છે, અમારી વિશ્વનાં કોઇ પણ હિસ્સામાં અન્ય શાખા નથી
નવી દિલ્હી : પાકિસ્તાનના (Pakistan) વડાપ્રધાન ઇમરાન ખાને (Imran Khan) સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં (UNGA) પોતાનાં કાશ્મીરી એજન્ડાને સાધવાનો પ્રયાસ કર્યો. જો કે આ વખતે પણ પાકિસ્તાન શરમજનક સ્થિતીમાં મુકાયા હતા. બીજી તરફ ઇમરાન ખાને આ દરમિયાન રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ (RSS) પર પણ નિશાન સાધ્યું હતું. ત્યાર બાદ આરએસએસની તરફથી આરએસએસનાં સહ સરકાર્યવાહક ડૉ. કૃષ્ણ ગોપાલ શર્માએ તેને ભારતના વિરોધ ગણાવી દીધો હતો.
VIDEO : દિલ્હી-ટોરોન્ટો વચ્ચે સીધી ફ્લાઈટ શરૂ, એર ઈન્ડિયાના સ્ટાફનો 'બલ્લે-બલ્લે' ડાન્સ
રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના સહ સર કાર્યવાહક ડૉ. કૃષ્ણ શર્માએ કહ્યું કે, સંઘ માત્ર ભારતમાં છે. અમારા વિશ્વમાં કોઇ પણ હિસ્સામાં કોઇ અન્ય શાખા નથી. જો પાકિસ્તાન અમારાથી નારાજ છે, તો તેનો સીધો અર્થ છે કે તેઓ ભારતથી નારાજ છે. તેમણે કહ્યું કે, ભારત અને રાષ્ટ્રીય સ્વય સેવક સંઘ હવે એકબીજાના પર્યાયવાચી થઇ ચુક્યા છે. તેમણે કહ્યું કે, અમે પણ તેવું જ ઇચ્છીએ છીએ કે ભારત અને રાષ્ટ્રીય સ્વયં સેવકસંઘને વિશ્વને એક જ માને. તેની સાથે જ તેમણે ઇમરાન ખાન પર નિશાન સાધતા કહ્યું કે, તેઓ ઇમરાન ખાન વગર કંઇ અમારે કર્યે અમારુ નામ વિશ્વમાં પહોંચાડી રહ્યા છે. તો આ એક સારી વાત છે. તેના માટે અમે તેમને શુભકામના પાઠવીએ છીએ.
સુષમા સ્વરાજની દિકરી બાંસુરીએ પૂરું કર્યું માતાનું અંતિમ વચન, જાણીને થઈ જશો ખુશ
કાશ્મીર: ગાંદરબલમાં સુરક્ષાદળોને મોટી સફળતા મળી, એન્કાઉન્ટરમાં 3 આતંકીઓનો ખાતમો
સહ સર કાર્યવાહકે કહ્યું કે, જે - જે આતંકવાદથી પીડિત છે, આતંકવાદનાં વિરોધમાં છે, તેઓ વિશ્વમાં આ અનુભવ કરવા લાગ્યા છે. કંઇક વાત છે કે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ ક્યાંક ને ક્યાંક આતંકવાદનાં વિરોધમાં છે તો ત્યારે જ તો આટલો વિરોધ કરી રહ્યા છે. એવામાં કંઇજ કર્યા જ આટલી પ્રસિદ્ધિ, પ્રતિષ્ઠા મળી રહી છે એટલું જ ઘણું છે. અમે ઇશ્વરને પ્રાર્થના કરીએ છીએ કે તેઓ (ઇમરાન ખાન) પોતાની આ વાણીને વિરામ ન આપે, બોલતા જ રહે.
US: ટેક્સાસના પ્રથમ પાઘડીધારી શીખ પોલીસ અધિકારીની ગોળી મારીને હત્યા
અત્રે ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાનનાં વડાપ્રધાન ઇમરાન ખાને સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘનાં સભ્ય છે. ઇમરાને કોંગ્રેસની સરકારનાં ગૃહમંત્રીનાં નિવેદનને કોટ કરતા કહ્યું હતું કે, આરએસએસનાં કેમ્પોમાં આતંકવાદી ટ્રેનિંગ આપવામાં આવે છે.