નવી દિલ્હી: ભારત (India) જ્યારે કોઈ દેશને પાઠ ભણાવે છે તો તે દેશ તરત ઘૂંટણિયે પડે છે. પહેલા ભારતે પાકિસ્તાન (Pakistan)  પર સર્જિકલ સ્ટ્રાઈક કરીને તેને પાઠ ભણાવ્યો. હવે હિન્દુસ્તાને ગલવાનમાં ચીનના જવાનોની ગરદન તોડી એવા હાલ હવાલ કરી નાખ્યા કે ચીન પણ આઘાતમાં છે. હજુ તો ચીનના આર્થિક બહિષ્કારની ભારતે શરૂઆત જ કરી છે. ચીન અત્યારથી ડરી રહ્યું છે અને હવે રશિયાને સલાહ આપી રહ્યું છે કે તે ભારતને હથિયારો ન વેચે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ચીનને (China) એ ખબર છે કે રક્ષામંત્રી રાજનાથ સિંહ રશિયાના પ્રવાસે છે અને ભારતને S-400 ડિફેન્સ સિસ્ટમ, સુખોઈ-30 MKIs, મિગ-29ની જલદી ડિલિવરી આપવા પર સહમતિ બની શકે છે. આ જ ચીનના ડરનું કારણ છે કારણ કે હવે બદલાતા હાલાતમાં ભારત આ બધુ જલદી મેળવવા માંગે છે અને તેનો સપ્લાય હવાઈ માર્ગે ઈચ્છે છે. આ ડિફેન્સ સિસ્ટમ મળવાથી ભારતીય સેના ખુબ મજબુત બની જશે. એટલે કે દરેક રીતે ચીનને ઘેરવામાં આવી રહ્યું છે અને હવે ચીન પણ સમજી ગયુ છે કે તેની ટક્કર 2020ના ભારત સામે છે જે કોઈ દબાણ સામે ઝૂકતું નથી પરંતુ દરેક નાપાક હરકતનો જડબાતોડ જવાબ આપીને દુશ્મનોને ઝૂકાવવાનો દમ રાખે છે. 


S-400 મિસાઈલ સિસ્ટમ ભારતીય સેનાને આપશે નવી તાકાત
ભારતીય સેનાએ પોાતના દરેક દુશ્મનને પછાડવા માટે પોલીસી બનાવી રાખી છે. તે માટે નવા હથિયારો પણ સામેલ કરવામાં આવી રહ્યાં છે. હવે ચીનને ડર છે કે જો ભારત રશિયા પાસેથી મળનારી S-400 મિસાઈલ સિસ્ટમ મેળવી લેશે તો ભારતીય સેનાને શત્રુ સંહારની નવી તાકાત મળી જશે. હવે ભારત તરફ આંખ ઉઠાવીને જોનારાની ખેર નથી કારણ કે હવે ભારત જમીનની લડાઈ પણ આકાશમાંથી લડશે. S-400ને જમીન પર તૈનાત એક એવી આર્મી પણ તમે કહી શકો છો જે આંખના પલકારામાં સેંકડો ફૂટ ઉપર આકાશમાં દુશ્મનોની કબર ખોદી શકે છે. S-400 એર ડિફેન્સ મિસાઈલ સિસ્ટન ત્રણ અલગ અલગ પ્રકારે મિસાઈલ છોડી શકે છે. 


એરિયલ ટાર્ગેટડ આંખના પલકારામાં હવામા નષ્ટ કરી શકે છે
આ સિસ્ટમ ઓછા અંતરથી લઈને લાંબા અંતર સુધી મંડરાઈ રહેલા કોઈ પણ એરિયલ ટાર્ગેટને આંખના પલકારામાં હવામાં નષ્ટ કરી શકે છે. એટલું જ નહીં આકાશમાં ફૂટબોલ આકારની પણ જો કોઈ ચીજ મંડરાતી જોવા મળશે તો આ સિસ્ટમ તેને ડિટેક્ટ કરીને નષ્ટ કરી શકે છે. આ મિસાઈલ સિસ્ટમ પહેલા પોતાના ટાર્ગેટને સ્પોટ કરે છે, પછી ઓળખે છે અને ઓળખ થયા બાદ મિસાઈલ સિસ્ટમ તેને મોનિટર કરવાનું શરૂ કરી દે છે તથા તેના લોકેશનને ટ્રેક કરે છે. S-400 કિલોમીટર સુધીની રેન્જમાં આવનારા દુશ્મનના એરક્રાફ્ટ, ફાઈટર જેટ્સ, સ્ટીલ્થ પ્લેન, મિસાઈલ અને ડ્રોનને પણ તોડી પાડવાની ક્ષમતા ધરાવે છે. 


પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિન વચ્ચે S-400 એર ડિફેન્સ સિસ્ટમ પર ડીલ થઈ હતી. જે મુજબ રશિયા લગભગ 5 અબજ ડોલર એટલે કે 40 હજાર કરોડ રૂપિયામાં S-400 ડિફેન્સ સિસ્ટમની પાંચ રેજિમેન્ટ્સ ભારતને વેચશે. S-400 મળતા જ ભારતીય વાયુસેના ખુબ મજબુત બની જશે. 


અભેદ્ય કવચ છે આ સિસ્ટમ, રડારથી ગાયબ વિમાન ઉપર પણ એટેકની ગેરંટી!
S-400 ડિફેન્સ સિસ્ટમમાં એવું તે શું છે કે તેના આવવાના એંધાણ માત્રથી ચીનની ઊંઘ ઉડી ગઈ છે. આવો જાણીએ.આ સિસ્ટમ આવ્યાં બાદ ભારતને કર્ણનું સુરક્ષા કવચ મળી જશે. એટલે કે એટલું અભેદ્ય કે કોઈ તેને ભેદ કરી શકશે નહીં. કોઈ આપણી સરહદની અંદર દાખલ થઈ શકશે નહીં. જે કોશિશ પણ કરશે તો તેને હવામાં જ ખતમ કરી નાખવામાં આવશે. આ સિસ્ટમ ફાઈટર જેટને હવામાં જ નષ્ટ કરી નાખે છે. મિસાઈલોને હવામાં જ ખતમ કરી દે છે. હેલિકોપ્ટર પર વાર કરવો એ તેના માટે સાવ સામાન્ય વાત છે. રડારથી અદ્રશ્ય થયેલા વિમાન ઉપર પણ એટેકની ગેરંટી લઈ શકે છે. 2020માં હિન્દુસ્તાનની સેના પાસે આવું જબરદસ્ત ઘાતક હથિયાર આવવાનું છે. એસ-400 ભારતીય સેના માટે 2020માં સૌથી મોટી તાકાત બનવાનું છે. 


શું છે ખાસિયતો?


- S-400 Triumf એર ડિફેન્સ મિસાઈલ સિસ્ટમ ત્રણ પ્રકારની અલગ અલગ મિસાઈલ છોડી શકે છે. 
- તે ઓછા અંતરથી લઈને લાંબા અંતર સુધી મંડરાઈ રહેલા કોઈ પણ એરિયલ ટાર્ગેટને આંખના પલકારામાં જ નષ્ટ કરી શકે છે. 
- એટલું જ નહીં આકાશમાં ફૂટબોલના આકારની કોઈ પણ ચીજ જો મંડરાતી જોવા મળશે તો આ મિસાઈલ સિસ્ટમ તેને ડિટેક્ટ કરીને નષ્ટ કરી શકે છે. 
- આ મિસાઈલ સિસ્ટમ પહેલા પોતાના ટાર્ગેટને સપોર્ટ કરે છે અને પછી તેને ઓળખે છે. 
- ઓળખ થયા બાદ મિસાઈલ સિસ્ટમ તેને મોનિટર કરવાનું શરૂ કરી દે છે. ત્યારબાદ તેનું લોકેશન ટ્રેક કરે છે.
- ખાસ વાત એ પણ છે કે આ સિસ્ટમને હુમલા માટે તૈયાર થતા 5 મિનિટથી વધુ સમય લાગતો નથી. 
- સૌથી વધુ રસપ્રદ વાત એ છે કે S-400 Triumf એર ડિફેન્સ સિસ્ટમને સેનાના ત્રણેય અંગો એટલે કે વાયુસેના, જળસેના, અને થળસેનાના યુનિટ્સમાં સામેલ કરવામાં આવી શકે છે. હજુ આ એર ડિફેન્સ સિસ્ટ ફક્ત રશિયાની સેના પાસે છે. રશિયાની સેનાની 12 Anti-Aircraft Rocket Regiment ની 25 બટાલિયનમાં એસ-400ના 200 લોન્ચર છે. 


જુઓ LIVE TV


લદાખ સરહદે તંગદીલી પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube