Russia-Ukraine War: રશિયા-યૂક્રેન વોરમાં ભારત પર ટકી નજરો, આજે રાત્રે પુતિન સાથે વાત કરી શકે છે PM મોદી
રશિયા અને યુક્રેન વચ્ચે શરૂ થયેલા યુદ્ધ બાદ ભારતનું ધર્મસંકટ વધી ગયું છે. આ યુદ્ધ બાદ ઉભી થયેલી નવી પરિસ્થિતિ પર ચર્ચા કરવા માટે PM નરેન્દ્ર મોદીના ઘરે સુરક્ષા અંગેની કેબિનેટ કમિટી (CCS)ની બેઠક ચાલી રહી છે.
Russia-Ukraine War: રશિયા અને યુક્રેન વચ્ચે શરૂ થયેલા યુદ્ધ બાદ ભારતનું ધર્મસંકટ વધી ગયું છે. આ યુદ્ધ બાદ ઉભી થયેલી નવી પરિસ્થિતિ પર ચર્ચા કરવા માટે PM નરેન્દ્ર મોદીના ઘરે સુરક્ષા અંગેની કેબિનેટ કમિટી (CCS)ની બેઠક ચાલી રહી છે.
PM મોદી કરશે CCSની બેઠક
સૂત્રોના જણાવ્યા અનુસાર પીએમ નરેન્દ્ર મોદી યુપીમાં ચૂંટણી પ્રચારમાંથી પરત ફર્યા છે. ત્યારબાદ તેઓ રશિયા-યુક્રેન યુદ્ધની સ્થિતિ પર કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટી (CCS)ની બેઠક કરી રહ્યા છે. આ બેઠકમાં રક્ષા મંત્રી રાજનાથ સિંહ, વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર, ગૃહ મંત્રી અમિત શાહ, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ, ત્રણેય સેવાઓના પ્રમુખો અને રક્ષા મંત્રાલયના અધિકારીઓ હાજર છે.
Russia-Ukraine: લોહીથી લથપથ જોવા મળ્યા યૂક્રેની ચહેરા, સામે આવી રશિયાના હુમલાની તસવીરો
રશિયા-યુક્રેનમાં શરૂ થયું ભીષણ યુદ્ધ
તમને જણાવી દઈએ કે છેલ્લા ઘણા દિવસોથી ફાટી નીકળેલા સૈન્ય તણાવ પછી ગુરુવારથી રશિયા અને યુક્રેન (રશિયા-યુક્રેન યુદ્ધ) વચ્ચે ભીષણ યુદ્ધ શરૂ થઈ ગયું છે. યુક્રેનનો આરોપ છે કે રશિયન દળોએ તેના જુદા જુદા ભાગો પર એક સાથે હુમલા કર્યા છે. યુક્રેન દાવો કરે છે કે તેણે પણ જવાબી કાર્યવાહી કરતાં 7 રશિયન ફાઇટર જેટને તોડી પાડ્યા અને 2 સૈનિકોને જીવતા પકડી લીધા. સૂત્રોના જણાવ્યા અનુસાર પીએમ મોદી આ મુદ્દે આજે રાત્રે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે ફોન પર વાત કરી શકે છે.
યુદ્ધ વચ્ચે ભાવુક કરી દેનાર તસવીર! રડતી યૂક્રેનની મહિલાનો ફોટો થયો વાયરલ
નાટો દેશોએ પણ શરૂ કરી યુદ્ધની તૈયારીઓ
સાથે જ નાટો દેશોએ પણ રશિયાની કાર્યવાહી પર આકરી પ્રતિક્રિયા આપી છે. નાટોના સેક્રેટરી જનરલ JENS STOLTENBERG એ માંગ કરી હતી કે રશિયાએ તેની સૈન્ય કાર્યવાહી બંધ કરીને તરત જ યુક્રેનમાંથી તેના સૈન્યને પાછું ખેંચવું જોઈએ. STOLTENBERG એ કહ્યું કે નાટોએ પરિસ્થિતિનો સામનો કરવા માટે ગઠબંધન દેશોમાં 100 ફાઇટર જેટ અને 120 જહાજો તૈનાત કર્યા છે. રશિયા દ્વારા કોઈપણ આક્રમક વર્તનનો સખત જવાબ આપવામાં આવશે. શુક્રવારે નાટો દેશોના નેતાઓ પરિસ્થિતિ પર ચર્ચા કરવા માટે એક મોટી બેઠક યોજવાના છે.
ભારતની સામે ધર્મસંકટની સ્થિતિ
સૂત્રોના જણાવ્યા અનુસાર આ મુદ્દે ભારતની રણનીતિ શું હોવી જોઈએ. તેના પર ભારતની સામે ધર્મસંકટની સ્થિતિ છે. રશિયા સાથે ભારતના ઐતિહાસિક સંબંધો છે. તો બીજી તરફ તાજેતરના વર્ષોમાં અમેરિકા અને નાટો દેશો સાથે પણ ભારતના સંબંધોમાં વધારો થયો છે. આવી સ્થિતિમાં ભારત માટે કોઈનો પક્ષ લેવો સરળ નથી. એવામાં PM મોદી ભારત માટે સચોટ રણનીતિ બનાવવા માટે કેબિનેટની સુરક્ષા સમિતિ (CCS)ની મોટી બેઠક યોજી રહ્યા છે. રશિયા-યુક્રેન સહિત વિશ્વના તમામ દેશોની નજર આ બેઠકના પરિણામ પર ટકેલી છે. આ બેઠક બાદ જ સ્પષ્ટ થશે કે આ મુદ્દે ભારતનું વલણ શું હશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube