યુદ્ધ વચ્ચે ભાવુક કરી દેનાર તસવીર! રડતી યૂક્રેનની મહિલાનો ફોટો થયો વાયરલ

યુક્રેન અને રશિયા વચ્ચે સવારથી ડરામણા સમાચાર આવી રહ્યા છે. દરેક જગ્યાએ યુદ્ધની સ્થિતિ છે અને લોકોમાં ભયનો માહોલ છે. આવી સ્થિતિમાં યુક્રેનની એક મહિલાની રડતી તસવીર ખૂબ વાયરલ થઈ રહી છે.

યુદ્ધ વચ્ચે ભાવુક કરી દેનાર તસવીર! રડતી યૂક્રેનની મહિલાનો ફોટો થયો વાયરલ

નવી દિલ્હીઃ યુક્રેન અને રશિયા વચ્ચે સવારથી ડરામણા સમાચાર આવી રહ્યા છે. દરેક જગ્યાએ યુદ્ધની સ્થિતિ છે અને લોકોમાં ભયનો માહોલ છે. આવી સ્થિતિમાં યુક્રેનની એક મહિલાની રડતી તસવીર ખૂબ વાયરલ થઈ રહી છે.

रूस के हमले से यूक्रेन में अफरा-तफरी, रोते हुए सड़कों पर भाग रहे लोग#RussiaUkraineConflict #Putin #WorldWar3 @aditi_tyagi

यहां देखें LIVE - https://t.co/vQo61ksgSN pic.twitter.com/NclzRC540E

— Zee News (@ZeeNews) February 24, 2022

જોકે યુદ્ધ એક એવી ભયાનક સ્થિતિ છે, જ્યાં લોકોને પોતાનો જીવ બચાવવો અને પરિવારના સભ્યોનો જીવ બચાવવો એકમાત્ર ટાસ્ક છે. યુક્રેનના લોકોમાં અત્યારે આવો ભય છે. ત્યાંની શેરીઓમાં રશિયન સૈનિકો હથિયારો સાથે મુક્તપણે ફરે છે.

અત્યાર સુધીમાં 40 યુક્રેનિયન સૈનિકોના મોત, અનેક ઘાયલ
યુદ્ધ વચ્ચે યુક્રેનના રાષ્ટ્રપતિ કાર્યાલયના સલાહકારનું કહેવું છે કે 40 થી વધુ યુક્રેનિયન સૈનિકો માર્યા ગયા છે અને ડઝનેક વધુ ઘાયલ થયા છે.

ભારત પાસેથી મદદની આશા
યુક્રેનના રાજદૂત ઇગોર પોલિખાએ કહ્યું કે ભારત અને રશિયા વચ્ચેના સંબંધો સારા છે. નવી દિલ્હી (ભારત) યુક્રેન-રશિયા વિવાદને નિયંત્રિત કરવામાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે. આવી સ્થિતિમાં અમે પીએમ નરેન્દ્ર મોદીને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને અમારા રાષ્ટ્રપતિ વલોડિમિર ઝેલેન્સકીનો તાત્કાલિક સંપર્ક કરવા વિનંતી કરીએ છીએ.

યુક્રેને 7 રશિયન ફાઈટર પ્લેન તોડી પાડ્યા
આવા ભયજનક વાતાવરણ વચ્ચે યુક્રેનિયન મીડિયાએ દાવો કર્યો છે કે યુક્રેનની સેનાએ અત્યાર સુધીમાં 7 રશિયન ફાઈટર પ્લેન તોડી પાડ્યા છે. રશિયા દ્વારા અલગ દેશ તરીકે માન્યતા પ્રાપ્ત લુહાન્સ્ક પ્રાંતમાં યુક્રેને રશિયાના સાતમા ફાઈટર પ્લેનને તોડી પાડ્યું છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news