Russia-Ukraine war Live Update: યૂક્રેનમાં કીવ એરબેસ પાસે ભીષણ જંગ શરૂ, ચેક રિપબ્લિકે લીધો મોટો નિર્ણય

યુક્રેનના વિદેશ મંત્રાલયે દુનિયાભરમાં રહેતા યુક્રેની નાગરિકોને કહ્યું છે કે પુતિને હુમલો કર્યો છે. પરંતુ કોઈ ભાગી રહ્યું નથી. આપણી સેના અને રાજનયિક બધા કામ કરી રહ્યા છે. યુક્રેન લડી રહ્યું છે. યુક્રેન પોતાનો બચાવ કરશે. યુક્રેન જીતશે. 

Russia-Ukraine war Live Update: યૂક્રેનમાં કીવ એરબેસ પાસે ભીષણ જંગ શરૂ, ચેક રિપબ્લિકે લીધો મોટો નિર્ણય

મોસ્કો: યુક્રેનની સાથે ચાલી રહેલા તણાવ વચ્ચે રશિયાએ યુદ્ધની જાહેરાત કરી દીધી છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિને આ જાહેરાત કરી. આ બાજુ સંયુક્ત રાષ્ટ્રએ પુતિનને યુદ્ધ રોકવાની અપીલ કરી છે. UN એ કહ્યું કે રશિયા પોતાના સૈનિકોને હુમલા કરતા રોકે. પુતિનની સૈન્યકાર્યવાહીના આદેશ બાદ યુક્રેનમાં અનેક ઠેકાણે ધડાકા સંભળાયા છે. યૂક્રેનની રાજધાની કીવ પર તો ક્રૂઝ અને બેલિસ્ટિક મિસાઈલોથી હુમલા થયાના મીડિયા રિપોર્ટ્સ છે. પુતિને સૈન્ય કાર્યવાહીની જાહેરાત કરતા ધમકી પણ આપી કે કોઈ આ મામલે હસ્તક્ષેપ ન કરે, નહીં તો પરિણામ ખરાબ આવશે. 

ચેક રિપબ્લિકનો મોટો નિર્ણય
ચાલી રહેલા યુદ્ધની વચ્ચે ચેક રિપબ્લિકે મોટો નિર્ણય લેતા રશિયાના નાગરિકો માટે વિઝા પર પ્રતિબંધ લગાવી દીધો છે.

યુક્રેનથી પોલેન્ડ પહોંચ્યા લોકો
ભયના વાતાવરણ વચ્ચે લોકોને અન્ય દેશોમાં આશરો લેવાની ફરજ પડી છે. એવા અહેવાલ છે કે લોકો તેમના સામાન અને બાળકો સાથે પોલેન્ડની સરહદ તરફ આગળ વધી રહ્યા છે.

રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે સમગ્ર વિશ્વમાં ભયનું વાતાવરણ છે. આ દરમિયાન તમામ લોકોના મનમાં એક પ્રશ્ન છે કે આ યુદ્ધની તેમના દેશ અને બજાર પર શું અસર થશે. આ યુદ્ધની સીધી અસર શેરબજાર પર પણ જોવા મળી રહી છે.

કિવ એરબેઝ નજીક રશિયન અને યુક્રેનિયન દળો વચ્ચે ભીષણ યુદ્ધ ચાલુ છે

યૂક્રેને 70 સૈન્ય ઠેકાણા નષ્ટ કર્યા, 11 એરબેસ પર રશિયાનો કબજો

यहां देखें LIVE - https://t.co/vQo61ksgSN pic.twitter.com/DehCNBwhaN

— Zee News (@ZeeNews) February 24, 2022

#BREAKING: PM મોદી અને રાષ્ટ્રપતિ પુતિન આજે રાત્રે યુક્રેન સંકટ પર વાતચીત કરી શકે છે

ताज़ा Updates पढ़ें : https://t.co/PM6FkeKHbH pic.twitter.com/Z4bjYmO5Yr

— Zee News (@ZeeNews) February 24, 2022

Russia-Ukraine war Video:રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધથી સમગ્ર વિશ્વ ચિંતિત છે. તમામ દેશોએ આ યુદ્ધ અંગે ઊંડી ચિંતા વ્યક્ત કરી છે. તો બીજી તરફ રશિયા યુક્રેન પર સતત હુમલો કરી રહ્યું છે અને યુક્રેન પણ મજબૂતાઈથી રશિયાનો સામનો કરી રહ્યું છે. આ દરમિયાન સોશિયલ મીડિયા પર યુદ્ધ સાથે જોડાયેલા ઘણા વીડિયો વાયરલ થઈ રહ્યા છે.

રશિયન રાષ્ટ્રપતિએ ગુરુવારે સવારે યુક્રેનમાં યુદ્ધ શરૂ કર્યું છે. સમગ્ર દેશમાં વિસ્ફોટોના અવાજ સંભળાઈ રહ્યા છે. રાજધાની કિવમાં એટીએમ અને ગેસ સ્ટેશનની સામે લાઈનમાં ઉભા રહેલા સ્થાનિક લોકોને જોઈને ગભરાટનો માહોલ છે.
पूरे शहर में बज रहे सायरन
ભારત ઇચ્છે છે કે રશિયા અને યુક્રેન વચ્ચે વાતચીત દ્વારા શાંતિ સ્થપાયઃ રાજનાથ સિંહ

યુક્રેનમાં પ્રવેશતી જોવા મળી ઘાતક રશિયન ટેન્ક, વીડિયો સામે આવ્યો
યુક્રેનના ભાગોમાંથી સતત યુદ્ધની તસવીરો આવી રહી છે. પોતાના હથિયારોથી સજ્જ રશિયાની સેના યુક્રેનના ઘણા ભાગોમાં સતત પ્રવેશ કરી રહી છે. તાજેતરમાં, યુક્રેની મીડિયાએ સીસીટીવી ફૂટેજ પણ જાહેર કર્યા છે જે દર્શાવે છે કે કેવી રીતે રશિયન સૈનિકો સતત તેમના ભાગોમાં આવી રહ્યા છે.

यहां देखें LIVE - https://t.co/vQo61ksgSN pic.twitter.com/XCxXLvu8dw

— Zee News (@ZeeNews) February 24, 2022

Russia-Ukraine Update: યુક્રેને કર્યો મોટો દાવો - બે રશિયન સૈનિકોને બંધક બનાવ્યા

યુપીથી પરત ફર્યા બાદ પીએમ મોદી યુક્રેન સંકટ પર મોટી બેઠક કરશે

यूपी से लौटने के बाद यूक्रेन संकट पर पीएम मोदी करेंगे बड़ी बैठक @narendramodi #PMModi #RussiaUkraineConflict #WarUpdateOnZee

यहां देखें LIVE - https://t.co/vQo61ksgSN pic.twitter.com/RSwgt4hXbh

— Zee News (@ZeeNews) February 24, 2022

રશિયા સાથે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે યુક્રેને ભારત સરકારને મદદની અપીલ કરી છે. જે બાદ યુપીમાં ચૂંટણી પ્રવાસ પર રહેલા પીએમ મોદીએ યુક્રેન સંકટને લઈને બેઠકની વાત કરી છે. આ બેઠકમાં સુરક્ષા વિભાગના અનેક અધિકારીઓ સામેલ હોવાનું વાત કહેવામાં આવી રહી છે. 

Russia Ukraine War:યુદ્ધના મેદાનમાં યુક્રેનના દરેક નાગરિકના હાથમાં શસ્ત્રો! સરકારે લીધો મોટો નિર્ણય

russia ukraine war: રશિયા અને યુક્રેન વચ્ચે ઘણા દિવસોથી ચાલી રહેલા તણાવ વચ્ચે ગુરુવારે સવારે બંને દેશોમાં યુદ્ધ શરૂ થઈ ગયું હતું. સવારથી ચાલી રહેલા યુદ્ધમાં બંને દેશના ઘણા સૈનિકોએ જીવ ગુમાવ્યા છે. દરમિયાન, યુક્રેનની સરકારે જાહેરાત કરી છે કે તેઓ રશિયા સામે ઝુકશે નહીં અને મક્કમતાથી લડશે. આ ક્રમમાં યુક્રેને તેના તમામ નાગરિકોને યુદ્ધમાં સહયોગ આપવા જણાવ્યું છે.

યૂક્રેની મીડિયાનો દાવો-રશિયાના સાત લડાકૂ વિમાન યૂક્રેને ઉડાવ્યા
યૂક્રેની મીડિયાએ દાવો કર્યો છે કે યૂક્રેની સેના અત્યાર સુધી રશિયાના સાત લડાકૂ વિમાનોને ઉડાવી દીધા છે. રશિયા દ્વારા અલગ દેશની માન્યતા મેળવેલા લુહાંસ્ક પ્રાંટમાં યૂક્રેને તોડી સાતમું લડાકુ વિમાન. 

अन्य खबरों के लिए क्लिक करें - https://t.co/asaJAvmeIt
https://t.co/esBhYtJwvW

— Zee News (@ZeeNews) February 24, 2022

રશિયાના હુમલામાં યૂક્રેનને ભારે નુકસાન, અત્યાર સુધી 40 સૈનિકોના મોત

यूक्रेन ने 40 सैनिकों की मौत की बात मानी #RussiaUkraineConflict #Putin #WorldWar3 @aditi_tyagi

यहां देखें LIVE - https://t.co/vQo61ksgSN pic.twitter.com/MrlDKaoSOn

— Zee News (@ZeeNews) February 24, 2022

યૂક્રેનનો દાવો- રશિયાના હુમલામાં વધુ 40 સૈનિકોના મોત, અનેક ઘાયલ

આ દરમિયાન યૂક્રેનના રાષ્ટ્રપતિ વોલોડિમિર જેલેંસ્કીએ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે 'અમે રશિયા સામે ઝૂકશું નહી.'

બ્રિટેને યૂક્રેન પર રશિયાના હુમલાની નિંદા કરી છે. બ્રિટેને કહ્યું કે તે આ મામલે નિર્ણાયક જવાબ આપશે. 

યૂક્રેન-રશિયા યુદ્ધ વચ્ચે ભારતમાં યૂક્રેનના રાજદૂત ઇગોર પોલિખા પત્રકાર પરિષદ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે 'અમે અમારી ક્ષેત્રી અખંડતાની રક્ષા માટે તૈયાર છીએ. આ ઉપરાંત તેમણે ભારત પાસે મદદ માંગતા કહ્યું કે સ્થિતિ સુધારવા માટે ભારત મદદ કરે. તેમણે કહ્યું કે આ મુદ્દે પ્રધાનમંત્રી મોદી હસ્તક્ષેપ કરે. 

યુદ્ધ વચ્ચે યૂક્રેને મોટો દાવો કરતાં કહ્યું કે તેણે રશિયાના 6 એરક્રાફ્ટને તોડી પાડ્યા છે. આ સાથે જ આ દાવો કર્યો છે કે યૂક્રેને 50 રશિયાના સૈનિકોને ઠાર માર્યા છે. 

હેલ્પલાઈન નંબર
યુક્રેનમાં રહેતા વિદ્યાર્થીઓ માટે કેન્દ્ર સરકારે હેલ્પલાઈન નંબર બહાર પાડ્યા છે. આ સાથે જ ત્યાં ફસાયેલા લોકો વેબસાઈટ ઉપર પણ મદદ માંગી શકે છે. 

No description available.

રશિયાના હુમલામાં 7ના મોત, 9 ઘાયલ
યુક્રેનમાં રશિયાના હુમલાના કારણે 7 લોકોના અત્યાર સુધીમાં મોત થયા છે. જ્યારે 9 લોકો ઘાયલ થયા છે. બોર્ડર ગાર્ડ્સે જણાવ્યું કે રશિયાની ગ્રાઉન્ડ ફોર્સ પણ યુક્રેનમાં ઘૂસી ગઈ છે. 

#UkraineRussiaCrisis | #Ukraine says at least 7 killed, 9 wounded by #Russian shelling: Reuters#Russia #UkraineRussiaConflict #RussiaUkraineConflict

— Zee 24 Kalak (@Zee24Kalak) February 24, 2022

ભાવુક અપીલ
યુક્રેનના વિદેશ મંત્રાલયે દુનિયાભરમાં રહેતા યુક્રેની નાગરિકોને કહ્યું છે કે પુતિને હુમલો કર્યો છે. પરંતુ કોઈ ભાગી રહ્યું નથી. આપણી સેના અને રાજનયિક બધા કામ કરી રહ્યા છે. યુક્રેન લડી રહ્યું છે. યુક્રેન પોતાનો બચાવ કરશે. યુક્રેન જીતશે. 

До українських громад в усьому світі:

Путін напав, але ніхто не розбігається. Армія, дипломати, всі працюють. Україна б’ється. Україна захистить себе. Україна переможе.

Розповсюджуйте правду про вторгнення Путіна в своїх країнах і закликайте уряди до негайних дій.

— Dmytro Kuleba (@DmytroKuleba) February 24, 2022

યુક્રેનના થર્મલ પ્લાન્ટ પર એટેક
રશિયાએ યુક્રેનના થર્મલ પ્લાન્ટ પર મોટો ધડાકો કર્યો છે. આ સાથે જ યુક્રેનના ઈબાનોમાં પણ મિસાઈલ છોડી છે. 

સાઈબર એટેક
યુક્રેનના અધિકારીઓનું કહેવું છે કે તેમના દેશ પર સાઈબર એટેક પણ થઈ રહ્યા છે. આ બાજુ પુતિને કહ્યું છે કે જો કોઈ તેમની વચ્ચે પડ્યું કે અમને કે અમારા લોકોને ધમકાવવાની કોશિશ કરી તો તેમણે સમજી લેવું જોઈએ કે રશિયા તેનો તરત જવાબ આપશે. તેના પરિણામ તમારે જ ભોગવવા પડશે અને એવો જવાબ આપવામાં આવશે કે તમે ઈતિહાસમાં પહેલા ક્યારેય અનુભવ કર્યો નહીં હોય. 

નાટોએ બોલાવી બેઠક
સ્થિતિની ગંભીરતા જોતા NATO એ ઈમરજન્સી બેઠક બોલાવી છે. અમેરિકા પહેલા જ સ્પષ્ટ કરી ચૂક્યું છે કે તે રશિયાના હુમલાનો જવાબ આપશે.

અધવચ્ચે પાછું ફર્યું વિમાન
યુક્રેનમાં ફસાયેલા વિદ્યાર્થીઓને પાછા લાવવા માટે એર ઈન્ડિયાનું એક ખાસ વિમાન ગુરુવારે રવાના કરાયું જો કે યુક્રેનમાં રશિયાના હુમલા બાદ નો ફ્લાય ઝોન જાહેર થયો જેના કારણે એર ઈન્ડિયાના વિમાને અધવચ્ચે પાછું ફરવું પડ્યું. આ અગાઉ એર ઈન્ડિયાનું એક વિમાન વિદ્યાર્થીઓને લઈને યુક્રેનથી પાછું ફર્યું હતું. 

યુક્રેને દાવો કર્યો- રશિયાના પાંચ પ્લેન અને હેલિકોપ્ટર તોડી પાડ્યા
રશિયાની સૈન્ય કાર્યવાહી વચ્ચે યુક્રેને પણ મોટો દાવો કર્યો છે. યુક્રેનની સેનાએ કહ્યું છે કે તેમણે દુશ્મન (રશિયા)ના પાંચ પ્લેન અને હેલિકોપ્ટર્સ તોડી પાડ્યા છે. આ કાર્યવાહી પૂર્વ યુક્રેનમાં થઈ હોવાનું કહેવાયું છે. 

#BREAKING Russia says destroyed Ukraine airbases, air defences: news agencies pic.twitter.com/Z07g7y9m8p

— AFP News Agency (@AFP) February 24, 2022

રશિયાનો દાવો- એરબેસ અને સૈન્ય ઠેકાણું ઉડાવ્યું
રશિયા તરફથી દાવો કરાયો છે કે તેમણે યુક્રેનના સૈન્ય અને હવાઈ મથકને નિશાન બનાવીને તબાહ કરી નાખ્યું છે. જ્યારે બીજી બાજુ યુક્રેને પણ કડક તેવર દેખાડતા કહ્યું કે તે હાર માનશે નહીં. યુક્રેનમાં મિલેટ્રી એક્શન પર રશિયાની સેનાનું પણ નિવેદન આવ્યું છે જેમાં કહેવાયું છે કે તેમણે યુક્રેનના એરબેસ, મિલેટ્રી બેસને નિશાન બનાવ્યા છે. વસ્તીવાળા વિસ્તારોને નિશાન બનાવ્યા નથી. 

યુક્રેને લગાવ્યો માર્શલ લો
યુક્રેનના વિદેશ મંત્રીએ કહ્યું કે પુતિને પૂરી રીતે આક્રમણ કરવાનું શરૂ કરી દીધુ છે. શાંતિપૂર્ણ યુક્રેન પર હુમલો થયો છે. આ આક્રમકતાનું યુદ્ધ છે. યૂક્રેન તેમા પોતાની રક્ષા કરશે અને જીતશે. આ બધા વચ્ચે યુક્રેને પોતાના ત્યાં માર્શલ લો  લાગૂ કરી દીધો છે. બગડતી સ્થિતિ વચ્ચે કીવ એરપોર્ટ ખાલી કરાવી દેવાયું છે. 

રાજધાની કીવમાં ધડાકા શરૂ
ન્યૂઝ એજન્સી AFP મુજબ રશિયાની યુદ્ધની જાહેરાત બાદ યુક્રેનની રાજધાની કીવમાં ધડાકા શરૂ થયાના અહેવાલ છે. રાષ્ટ્રપતિ પુતિનનું કહેવું છે કે યુક્રેને રેડ લાઈન ક્રોસ કરી છે. 

રશિયાએ યુક્રેનના બે વિસ્તારોને કર્યા હતા અલગ
અત્રે જણાવવાનું કે અનેક દિવસોથી રશિયા અને યુક્રેન વચ્ચે તણાવ ચાલી રહ્યો હતો. જેને લઈને યૂરોપ સહિત પશ્ચિમી દેશોએ બંને દેશોને વાતચીતના સ્તરે ઉકેલ લાવવાની અપીલ કરી હતી. આ બધા વચ્ચે રશિયાએ યુક્રેનના બે પ્રાંતોને અલગ દેશ તરીકે માન્યતા આપી હતી. ત્યારબાદ યૂરોપ સહિત અમેરિકા અને અન્ય દેશોએ રશિયા પર કડક પ્રતિબંધો લગાવ્યા હતા. 

રશિયાએ કહ્યું કબજાનો કોઈ ઈરાદો નથી
પ્રતિબંધ છતાં રશિયાએ આજે યુદ્ધની જાહેરાત કરી દીધી છે. ન્યૂઝ એજન્સી AFP મુજબ રાષ્ટ્રપતિ પુતિને ઔપચારિક રીતે યુદ્ધની જાહેરાત કરી છે. આવામાં સમગ્ર દુનિયા આઘાતમાં સરી પડી છે. સંયુક્ત રાષ્ટ્રએ પુતિનને યુદ્ધ રોકવા જણાવ્યું છે. જ્યારે પુતિનનું કહેવું છે કે રશિયાનો કબજાનો કોઈ ઈરાદો નથી. 

યુક્રેનની સેના કરે સરન્ડર
રશિયાએ પોતાના સંબોધનમાં યુક્રેનના સૈનિકોને પણ સંબોધિત કર્યા. જેમાં કહેવામાં આવ્યું કે તમારા પૂર્વજો નાઝીઓ સાથે લડ્યા હતા. કીવ (યૂક્રેનની રાજધાની) ના નાઝીઓના ઓર્ડર ન માનો. તમારા હથિયારો હેઠા મૂકો અને ઘરે જાઓ. આ બાજુ નાટોએ પુતિનને કહ્યું છે કે આ( સૈન્ય કાર્યવાહી)નું જે પણ પરિણામ આવે, અમે તૈયાર છીએ. અમે અમારી તરફથી તમામ નિર્ણયો લીધા છે. 

પોતાની સ્પીચમાં પુતિને કહ્યું કે આ વિવાદ અમારા માટે જીવન મરણનો સવાલ છે. તેમણે (યુક્રેન) લાલ રેખા પાર કરી. તેઓ બોલ્યા કે યુક્રેન નિયો-નાઝીઓનું સમર્થન કરી રહ્યા છે. આથી અમે સ્પેશિયલ મિલેટ્રી ઓપરેશન શરૂ કર્યું છે. 

અમેરિકાએ જણાવ્યું વિનાશકારી
રશિયાના યુક્રેન પર  હુમલાની જાહેરાત બાદ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેને કહ્યું કે દુનિયાની પ્રાર્થનાઓ યૂક્રેનના લોકો સાથે છે, જે રશિયન સૈનિક દળો દ્વારા અયોગ્ય હુમલાનો ભોગ બન્યા છે. રાષ્ટ્રપતિ પુતિને એક પૂર્વ નિયોજિત યુદ્ધ પસંદ કર્યું છે જે એક વિનાશકારી સાબિત થશે. 

The prayers of the world are with the people of Ukraine tonight as they suffer an unprovoked and unjustified attack by Russian military forces. President Putin has chosen a premeditated war that will bring a catastrophic loss of life and human suffering. https://t.co/Q7eUJ0CG3k

— President Biden (@POTUS) February 24, 2022

ભારતે કરી શાંતિની અપીલ
રશિયાની યુક્રેન પર સૈન્ય કાર્યવાહીના આદેશ બાદ ભારતે શાંતિની અપીલ કરી છે. ભારતનું કહેવું છે કે બંને દેશ વાતચીત દ્વારા ઉકેલ લાવે.
 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news