નવી દિલ્હી: રાજધાની દિલ્હી (Delhi) ના જાફરાબાદ વિસ્તારમાં ધોળે દિવસે હત્યાની ઘટનાથી ચકચાર મચી ગઈ છે. બદમાશોએ જાફરાબાદના ચૌહાણ બાંગર વિસ્તારમાં ઘરની બહાર જ RWA અધ્યક્ષની ગોળી મારીને હત્યા કરી નાખી. મૃતકની ઓળખ રઈસ અન્સારી તરીકે થઈ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દેશના પહેલવહેલા સાંસદ...જેઓ સમગ્ર પરિવાર સાથે મૂકાવશે COVID-19 રસી


મળતી માહિતી મુજબ બુધવારે બપોરે લગભગ એક વાગ્યે રઈસ ક્યાંક જવાની તૈયારી કરી રહ્યા હતા. તેઓ ઘરની બહાર સ્કૂટર સાફ કરતા હતા. અચાનક માસ્ક લગાવેલા બે યુવકો આવ્યા અને તેમને કઈંક પૂછવા લાગ્યા. વાતચીત દરમિયાન બદમાશોએ પિસ્તોલ કાઢી અને રઈસને ગોળી મારી દીધી. અફરાતફરીમાં રઈસને હોસ્પિટલ લઈ જવાયા અને ડોક્ટરોએ તેમને ત્યાં જ મૃત જાહેર કર્યા. 


હવે Corona Coller Tune માં નહીં સાંભળવા મળે Amitabh Bachchan નો અવાજ, કાલથી આ આર્ટિસ્ટનો અવાજ સાંભળજો


ચૌહાણ બાંગરના RWA અધ્યક્ષ રઈસ વ્યવસાયે પ્રોપર્ટી ડીલર હતા. તેમના પિતા ઘરની નીચે જ કરિયાણાની દુકાન  ચલાવે છે. ઘટના બાદ બદમાશો તરત જ ફરાર થઈ ગયા. ફરાર થતી વખતે બદમાશો રસ્તા પર પડેલા ખાલી ખોખા પણ લેતા ગયા. પહેલી નજરમાં પોલીસને આ ઘટના અંગત અદાવતની લાગે છે. પોલીસે હત્યાનો કેસ દાખલ કરીને તપાસ શરૂ કરી દીધી છે. 


જુઓ લાઈવ મર્ડરનો VIDEO


ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube