સબરીમાલા: મહિલાઓને પ્રવેશ મુદ્દે મોટા હોબાળા વચ્ચે આજે કેરળ બંધ, કલમ 144 લાગુ
કેરળના પ્રખ્યાત સબરીમાલા મંદિરમાં સુપ્રીમ કોર્ટ દ્વારા મહિલાઓને પ્રવેશની મંજૂરી અપાયા બાદ બુધવારે પહેલીવાર મંદિરના કપાટ ખુલ્યા. મંદિરના કપાટ ખુલતા પહેલા અને ત્યારબાદ ખુબ જ હોબાળો જોવા મળ્યો.
નવી દિલ્હી: કેરળના પ્રખ્યાત સબરીમાલા મંદિરમાં સુપ્રીમ કોર્ટ દ્વારા મહિલાઓને પ્રવેશની મંજૂરી અપાયા બાદ બુધવારે પહેલીવાર મંદિરના કપાટ ખુલ્યા. મંદિરના કપાટ ખુલતા પહેલા અને ત્યારબાદ ખુબ જ હોબાળો જોવા મળ્યો. સેકડોની સંખ્યામાં મંદિરમાં પ્રવેશ માટે કોશિશ કરવામાં આવી પરંતુ ત્યાં હાજર દેખાવકારોએ રોકવાની કોશિશ કરી. આ દરમિયાન ખુબ મારપીટ અને હિંસા પણ થઈ. બુધવારે હોબાળા બાદ આજે કેરળ બંધનું આહ્વાન કરવામાં આવ્યું છે. બંધના આહ્વાનને ધ્યાનમાં રાખીને રાજ્યમાં ઠેર ઠેર પોલીસકર્મીઓની તહેનાતી કરાઈ છે.
બુધવાર બાદ આજે પણ મંદિરમાં મહિલાઓ પ્રવેશ કરવાની કોશિશમાં છે. ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટના આદેશ બાદ પહેલીવાર 17 ઓક્ટોબર સાંજે 5 વાગે જ્યારે કપાટ ખુલ્યા તો સમગ્ર દેશની નજર મંદિર પર ટકેલી હતી.
સોશિયલ મીડિયા પર કહેવાઈ રહ્યાં છે અપશબ્દો
સબરીમાલા મુદ્દે વિરોધ વચ્ચે ભગવાન અયપ્પાના મંદિરમાં દર્શન કરવાની જાહેરાત કરનારી કેરળની એક મહિલાએ સોમવારે ફરિયાદર કરી હતી કે તેને સોશિયલ મીડિયા પર ધમકીઓ આપવામાં આવી રહી છે. અપશબ્દો કહેવાઈ રહ્યાં છે. પહાડી પર આવેલા આ મંદિરમાં તમામ ઉંમરની મહિલાઓના પ્રવેશની મંજૂરીવાળી સુપ્રીમ કોર્ટના આદેશથી ઉત્સાહિત કન્નુર જિલ્લા નિવાસી 32 વર્ષની મહિલા રેશ્મા નિશાંતિ હાલમાં જ ફેસબુક પર પોસ્ટ કરીને જણાવ્યું હતું કે તે મંદિર જશે.
MP ચૂંટણી 2018: આંતરિક કલેહ કોંગ્રેસને કરશે નુકસાન? 'પહેલી યાદી'થી ખુબ નારાજ છે કમલનાથ
દેખાવકારોનો પથ્થરમારો
બુધવારે ભગવાન અયપ્પાના ભક્તોના હાથમાં પથ્થરો હતાં અને સતત આક્રોશમાં જોવા મળી રહ્યાં હતાં. પ્રદર્શનકારીઓના જુસ્સાને જોઈને પોલીસ પણ તેમની પાસે નબળી પડી રહી હતી. પરિણામે સુપ્રીમ કોર્ટના ઐતિહાસિક ચુકાદા બાદ મંદિરમાં 10થી 50 વર્ષની ઉંમરની કોઈ મહિલા પ્રવેશ કરી શકી નહતી.
કલમ 144 લાગુ
પથાનામથિટ્ટાના જિલ્લા કલેક્ટરે નિલક્કલ અને પંપામાં કલમ 144 લાગુ કરી છે. બધવારે નિલાક્કલમાં પ્રદર્શનકારીઓએ 3 કારોમાં તોડફોડ કરી જેમાં 2 કારો ટેલિવિઝન ચેનલની હતી. આ દરમિયાન કેટલાક પુરુષોની ભીડ ગાડીઓ પાછળ હટતા તાળીઓ પાડીને જશ્ન મનાવતી જોવા મળી. પોલીસ મૂકદર્શક બનીને ઊભેલી જોવા મળી.
બંધના એલાનને ભાજપનું સમર્થન
ભાજપ, આંતરરાષ્ટ્રીય હિંદુ પરિષદ અને અન્ય સ્થાનિક સંગઠનોએ આ બંધના એલાનને સમર્થન આપ્યું છે. આ બંધ શ્રદ્ધાળુઓ વિરુદ્ધ પોલીસ કાર્યવાહીના વિરોધમાં બોલાવવામાં આવ્યું છે. જ્યારે કોંગ્રેસે કહ્યું કે તે આ બંધમાં સામેલ તો નથી પરંતુ સમગ્ર રાજ્યમાં વિરોધ પ્રદર્શન કરી રહી છે.