જયપુર/નવી દિલ્હી: રાજસ્થાન (Rajasthan) માં ગેહલોત સરકાર પર સંકટ યથાવત છે. અશોક ગેહલોત અને સચિન પાયલટ વચ્ચે ચેક એન્ડ મેટ ગેમ ચાલુ છે. જેમાં ન તો ગેહલોત કે ન તો પાયલટ પાછળ હટવા તૈયાર છે. કોંગ્રેસ વિધાયક દળની બેઠક હવે શરૂ થઈ ગઈ છે. સચિન પાયલટ આજે પણ બેઠકમાં પહોંચ્યા નથી. સચિન પાયલટના વિધાયકો પણ બેઠકમાં પહોંચ્યા નથી. સૂત્રોના જણાવ્યાં મુજબ પાયલટ મુખ્યમંત્રી પદ સિવાય માનવા તૈયાર નથી. પાયલટે અશોક ગેહલોત મુખ્યમંત્રી હશે તો તેમની સાથે હાલ કામ કરવાની પણ ના પાડી દીધી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સચિન પાયલટ ફક્ત અધ્યક્ષ, નાયબ મુખ્યમંત્રી બની રહેવા માટે તૈયાર નથી. તેમણે કોંગ્રેસના નેતાઓ સામે મુખ્યમંત્રી પદની શરત રજુ કરી છે. પાયલટે આજે કોંગ્રેસના કેટલાક વરિષ્ઠ નેતાઓ સાથે પણ વાત કરી. પાયલટે અશોક ગેહલોત મુખ્યમંત્રી રહેતા તેમની સાથે કામ કરવાની સ્પષ્ટ ના પાડી દીધી છે. 


પાયલટ જૂથનો દાવો- 13 અપક્ષ MLAs પણ સંપર્કમાં, VIDEOમાં જોવા મળ્યાં આ ધારાસભ્યો


 સચિન ગેહલોતને બહુમત સાબિત કરવાનો પડકાર ફેંકીને પોતાના ઈરાદા સ્પષ્ટ કરી ચૂક્યા છે.સૂત્રોના જણાવ્યાં મુજબ અત્યાર સુધીમાં સચિન પાયલટ સાથે રાહુલ ગાંધીએ એકવાર, પ્રિયંકા ગાંધીએ 4 વાર, ચિદમ્બરમે 6 વાર, અહેમદ પટેલે 15 વાર અને કેસી વેણુગોપાલે 3 વાર વાત કરી છે. સૂત્રોના જણાવ્યાં મુજબ પ્રિયંકા ગાંધીએ 3 વાર સચિન પાયલટને ફોન કર્યો. પાયલટે જવાબ ન આપ્યો. પ્રિયંકા ગાંધીના ફોનનો જવાબ ધારાસભ્ય ભંવરલાલ શર્મા આપે છે. સચિન પાયલટ પોતાના સ્ટેન્ડ પર કાયમ છે. 


કેસી વેણુગોપાલ, રણદીપસિંહ સૂરજેવાલા, અજય માકન, અને અવિનાશ પાંડે પાયલટ અને ગેહલોત વચ્ચે ચાલી રહેલા ગતિરોધને સંવાદથી ખતમ કરવાની કોશિશ કરી રહ્યાં છે. જો કે પાયલટ સમર્થિત વિધાયક આજે પણ બેઠકથી અંતર જાળવી રહ્યાં છે. સૂત્રોના જણાવ્યાં મુજબ સચિન પાયલટ બેઠકમાં જશે નહીં. આજે બેઠકમાં પાયલટ ન આવે તો પાર્ટી મહત્વના નિર્ણય લઈ શકે છે. સચિન પાયલટ સાથે વાત કરવાની કોશિશ સતત ચાલુ છે. 


આરપારની લડાઈ શરૂ
સચિન પાયલટ અને અશોક ગેહલોત વચ્ચે વીડિયો વોર પણ શરૂ થઈ ગઈ છે. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે પોતાના નિવાસસ્થાને વિધાયકોના શક્તિ પ્રદર્શન બાદ તેમને જયપુરની એક હોટલમાં શિફ્ટ કર્યાં. વિધાયકો સાથે ડિનર કરતા ગેહલોતની તસવીર અને વીડિયો પણ બહાર પાડવામાં આવ્યાં છે. સચિન પાયલટ અને તેમના સમર્થક વિધાયક માનેસરની હોટલમાં રોકાયા છે. જવાબમાં પાયલટ જૂથ તરફથી પણ ગઈ કાલે સાંજે એક વીડિયો બહાર પાડવામાં આવ્યો હતો. 


સચિન પાયલટ જૂથના વિધાયકોનો જે વીડિયો છે, તેમાં આ વિધાયકો જોવા મળ્યા છે. 
1. વિશ્વેન્દ્ર સિંહ
2. હરીશ મિણા
3. જીઆર ખટાણા
4. સુરેશ મોદી
5. ઈન્દ્રાજ ગુર્જર
6. રાકેશ પારીક
7. મુકેશ ભાકર
8. રામનિવાસ ગાવડિયા
9. વેદ પ્રકાશ સોલંકી
10. વૃજેન્દ્ર ઓલા
11. દીપેન્દ્ર સિંહ શેખાવત


બાકીના વિધાયકો કોઈ અન્ય જગ્યાએ દિલ્હી-એનસીઆરમાં જ હાજર છે. સચિન પાયલના નીકટના લોકો હજુ પણ 30 ધારાસભ્યોના સમર્થનનો દાવો કરી રહ્યાં છે. સચિન જૂથનો એવો પણ દાવો છે કે આ 30 ધારાસભ્યો કોંગ્રેસ પાર્ટીના છે. અપક્ષો તેમા સા્મેલ નથી. એટલે કે સચિન જૂથ 13 અપક્ષ ધારાસભ્યોના પણ સંપર્કમાં છે. જો કે 13માંથી 3ને તો પહેલેથી જ અશોક ગેહલોતે કાઢી મૂક્યા છે. રાજસ્થાનમાં પ્રદેશ અધ્યક્ષ સચિન સાથે યુથ કોંગ્રેસના અધ્યક્ષ, NSUIના અધ્યક્ષ અને પ્રદેશ સેવા દળના અધ્યક્ષ બધા ગેહલોતથી નારાજ છે. અને રાષ્ટ્રીય નેતાઓના સંપર્કમાં પણ નથી. 


જુઓ LIVE TV


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


-