નવી દિલ્હી: રાજસ્થાનમાં 14 ઓગસ્ટથી શરૂ થનાર વિધાનસભા સત્ર પહેલાં સચિન પાયલટની ઘર વાપસીના પ્રયત્નો તેજ થઇ ગયા છે. પાર્ટી સાથે બગાવત કરનાર સચિન પાયલટે સોમવારે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સાથે મુલાકાત કરી હતી. સચિન પાયલટ સાથે મુલાકાત બાદ રાહુલ અને પ્રિયંકા ગાંધી કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીના ઘરે પહોંચ્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોંગ્રેસ માટે રાહતની વાત એ છે કે સચિન પાયલટ પોતાની નારાજગી ભૂલીને ફરીથી પાર્ટીમાં પરત ફરે. આમ પણ સચિન પાયલટએ સ્પષ્ટ કરી દીધું હતું કે તે ભાજપમાં જોડાશે નહી અને પાર્ટીમાં રહીને જ પોતાનો અવાજ ઉઠાવશે. જોકે રાજસ્થાનમાં અશોક ગેહલોત જૂથના ધારાસભ્યોને બાગી ધારાસભ્યો વિરૂદ્ધ એક્શનની માંગ કરી છે. 


અત્રે ઉલ્લેખનીય છે કે સચિન પાયલટે પોતાના નજીકના ધારાસભ્યો સાથે ગત મહિને મુખ્યમંત્રી અશોક ગેહલોત વિરૂદ્ધ મોરચો માંડ્યો હતો. બગાવત બાદ કોંગ્રેસે સચિન પાયલટ સાથે ઉપમુખ્યમંત્રી-પ્રદેશ અધ્યક્ષનું પદ છીનવી લીધું હતું. 


ડોટાસરએ કરી વિધાનસભા અધ્યક્ષ સાથે મુલાકાત
રાજસ્થાનમાં ચાલી રહેલા રાજકીય સંકટ વચ્ચે કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ ગોવિંદ સિંહ ડોટાસરાએ આજે વિધાનસભા અધ્યક્ષ સીપી જોશીના આવાસ પર તેમની સાથે મુલાકાત કરી. આ દરમિયના મુખ્ય સચેતક મહેંદ્ર ચૌધરી અને ધારાસભ્ય સંયમ લોઢા પણ હાજર રહ્યા હતા. 

ડોટાસરાએ સંવાદદાતાઓને કહ્યું કે વિધાનસભામાં રાજસ્થાનના મહત્વપૂર્ણ મુદ્દાઓ, કોરોના મહામારી અને રાજ્યના વિકાસ વિશે ચર્ચા માટે શાંતિપૂર્ણ રીતે સદનમાં ચાલનાર જેવા મુદ્દાઓને લઇને તેમણે વિધાનસભા અધ્યક્ષથી મુલાકાત કરી. આ પહેલાં થયેલી ધારાસભ્ય દળની બેઠકમાં કયા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી, તેના વિશે તેમણે કહ્યું કે કોંગ્રેસ ધારાસભ્ય દળમાં હંમેશા બોલવાની સ્વતંત્રતા રહે છે અને દરેક સભ્ય પોતાની વાત કહેવા માટે સ્વતંત્ર છે અને તે પોતાની વાત કહે છે. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube