જયપુર: રાજસ્થાન વિધાનસભા (Rajasthan) નું સત્ર 14 ઓગસ્ટથી શરૂ થઈ રહ્યું છે. અશોક ગેહલોત સરકાર પર મંડરાઈ રહેલા સંકટના વાદળો હાલ તો હટી ગયા છે. પૂર્વ પ્રદેશ અધ્યક્ષ અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી સચિન પાયલટે (sachin pilot) કોંગ્રેસ પ્રત્યે પોતાની નિષ્ઠા જતાવી છે. તેમણે કહ્યું કે હું જનહિતના મુદ્દા હંમેશા ઉઠાવતો રહીશ. મારા માટે ખુરશી કે પદ કોઈ મહત્વ ધરાવતા નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોરોના સામે લડત: PM મોદીએ કહ્યું- 72 કલાકના ફોર્મ્યુલા પર ભાર મૂકવાની જરૂર છે


'નિકમ્મા'વાળા નિવેદનથી દુ:ખી
નોંધનીય છે કે મુખ્યમંત્રી અશોક ગેહલોતે સચિન પાયલટ પર આક્રમક હુમલા કરતા કહ્યું હતું કે તે ખુબ જ નક્કમો હતો. તે કોઈ કામ કરતો નહતો. બસ હંમેશા મારી સરકાર પાડવાની કોશિશ કરતો હતો. ગેહલોતના આ શરમજનક નિવેદન પર સચિન પાયલટે કહ્યું કે 'તેનાથી હું ખુબ દુ:ખી થયો છું. હું વ્યક્તિગત રીતે અશોક ગેહલોતનું ખુબ સન્માન કરું છું પરંતુ તેમની આ ટિપ્પણી ખુબ નિરાશાજનક છે.' 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube