Sachin Vaze Case માં હવે આ ગુજરાતની મહિલા કોણ? જેના હાથમાં જોવા મળ્યું નોટ ગણવાનું મશીન
સચિન વાઝે કેસમાં NIA હાલ એક મહિલાને શોધી રહી છે જે ગુજરાતની હોવાનું કહેવાય છે. હોટલ ટ્રાઈડેન્ટના સીસીટીવી ફૂટેજમાં આ મહિલા જોવા મળી છે.
મુંબઈ: એન્ટિલિયા કેસ (Antilia Case) અને મનસુખ હિરેન હત્યા (Mansukh Hiren) મામલે તપાસ કરી રહેલી NIA સતત નવા નવા ખુલાસા કરી રહી છે. હવે NIA તે મહિલાને શોધી રહી છે જે ટ્રાઈડેન્ટ હોટલમાં મુંબઈ પોલીસના સસ્પેન્ડેડ અધિકારી સચિન વાઝેને મળવા માટે પહોંચી હતી. અત્રે જણાવવાનું કે હાલમાં જ NIA એ હોટલની તલાશી લીધી હતી જ્યાં સચિન વાઝે 16 થી 20 ફેબ્રુઆરી સુધી રોકાયો હતો. NIA એ હોટલના સીસીટીવી ફૂટેજની પણ તપાસ કરી હતી.
સીસીટીવી ફૂટેજમાં જોવા મળી હતી મહિલા
NIA ને હોટલમાંથી મળેલા સીસીટીવી ફૂટેજમાં એક મહિલા પણ જોવા મળી છે. જેના હાથમાં નોટ ગણવાનું મશીન છે. NIA ના સૂત્રોના જણાવ્યાં મુજબ આ મહિલા ગુજરાતની છે. હવે NIA એ શોધવામાં લાગી છે કે આ મહિલા આખરે કોણ છે અને તેને સચિન વાઝે સાથે શું લેવાદેવા છે. NIA ને શક છે કે આ મહિલા વાઝેની રાજદાર છે અને આ સમગ્ર ષડયંત્રમાં તે સામેલ હોઈ શકે છે.
સુશાંતના નામથી હોટલમાં રોકાયો હતો સચિન વાઝે
NIA ની તપાસમાં ખુલાસો થયો છે કે સચિન વાઝેએ નકલી આધાર કાર્ડનો ઉપયોગ કરીને હોટલમાં બુકિંગ કર્યું હતું. વાઝે જે ફેક આઈડી કાર્ડનો ઉપયોગ હોટલ ટ્રાઈડેન્ટમાં રોકાવવા માટે કર્યો હતો તેના પર સુશાંત સદાશિવ કમકાર નામ લખ્યું હતું. જ્યારે ફોટો સચિન વાઝેનો જ હતો. NIA ના જણાવ્યાં મુજબ એક ટીમે નરીમન પોઈન્ટ સ્થિત હોટલના રૂમમાં તલાશી લીદી જ્યાં વાઝે 16 થી 20 ફેબ્રુઆરી સુધી રોકાયો હતો.
હોટલમાં 5 બેગ સાથે જોવા મળ્યો હતો સચિન વાઝે
NIA ના સૂત્રોના જણાવ્યાં મુજબ ટ્રાઈડેન્ટ હોટલથી મળી આવેલા સીસીટીવી ફૂટેજને જોતા સચિન વાઝેના હાથમાં નીલા રંગની 5 બેગ જોવા મળી. એક બેગમાં ભારે પ્રમાણમાં કેશ, બીજી બેગમાં જિલેટિનની તે સ્ટિક્સ હોવાનું અનુમાન છે જેનો ઉપયોગ 25 ફેબ્રુઆરીએ કરાયો હતો. જો કે આ વાત હજુ NIA કન્ફર્મ કરવાની કોશિશ કરી રહી છે.
પૂર્વ પોલીસ કમિશનરે લગાવ્યા ગંભીર આરોપ
આ બાજુ મુંબઈના પૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે અને રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીને એક પત્ર લખ્યો હતો જેમા આરોપ લગાવ્યો કે મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખ ઈચ્છતા હતા કે પોલીસ અધિકારી બાર અને હોટલોમાં જઈને દર મહિને 100 કરોડ રૂપિયાની વસૂલી કરી તેમના સુધી પહોંચાડે.
વસૂલી વિવાદઃ ગૃહ સચિવને મળીને ફડણવીસે સોંપ્યા પૂરાવા, CBI તપાસની કરી માંગ
Sachin Vaze કેસ: ATS ને મળી મોટી સફળતા, દમણથી મળી વોલ્વો કાર, અનેક મહત્વના પુરાવા મળ્યા
PICS: બાબા રામદેવના આશ્રમમાં યોગ શીખવા ગયેલી અભિનેત્રીને વિધાયક જોડે પ્રેમ થઈ ગયો, રસપ્રદ લવસ્ટોરી
દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube