કર્ણાટકમાં ગઠબંધન સરકાર પડી ભાંગશે તો અમે વિકલ્પ શોધીશું: ભાજપ
કર્ણાટકમાં કોંગ્રેસ-જેડી(એસ) ગઠબંધન સરકાર ડગમગી રહી છે, ત્યારે સૌથી મોટી પાર્ટી ભાજપ તેનો વિકલ્પ શોધશે
બેંગ્લુરૂ : કર્ણાટકમાં રહેલ સત્તારૂઢ કોંગ્રેસ- જદ(એસ) ગઠબંધનની સરકાર જો આપોઆપ પડી જાય છે તો સૌથી મોટી પાર્ટી ભાજપ તેનો વિકલ્પ શોધશે. આ વાત સોમવારે કેન્દ્રીય રસાયણ અને ઉર્વરક મંત્રી ડી.વી સદાનંદ ગૌડાએ કહી હતી. તેમણે કહ્યું કે, વિકાસ પર કોઇ રાજનીતિ નહી થાય. તેમણે કહ્યું કે, મોદી સરકારમાં કર્ણાટકમાં મંત્રી રાજ્યનાં હિતમાં કામ કરશે. ગૌડાએ કહ્યું કે, તેઓ જે કરવા માંગે છે (રાજ્યમાં), તેમને (કોંગ્રેસ-જદ(એસ) કરવા દો. અમે રાજ્યનાં વિકાસ માટે કામ કરવા માંગીએ છીએ, અમે આ સરકારને પાડવા માટેના કોઇ જ પ્રયાસો નથી કરી રહ્યા.
મોદી સરકાર 16 કરોડ પરિવારોને આપી શકે છે મોટી ભેટ, ટુંકમાં થશે નિર્ણય
ગૌડાએ કહ્યું કે, જો આ આપોઆપ પડે છે તો અમે જવાબદાર નથી. તેમણે અહીં પત્રકારોને જણાવ્યું કે, જો તેઓ (કોંગ્રેસ-જદએસ સરકાર) આપો આપ પડી ભાંગે છે તો એક પાર્ટી તરીકે, સૌથી મોટી પાર્ટી તરીકે આ અમારી જવાબદારી છે કે વિકલ્પની શોધ કરે. તે જ રાજનીતિક વિચાર સાથે અમે કામ કરી રહ્યા છીએ.
ઇંદિરા ગાંધીની પ્રતિમાને બુરખો પહેરાવાતા ચકચાર, કોંગ્રેસી કાર્યકરોનો હોબાળો
નબળા પ્રદર્શન બાદ મમતાનો EVM માંથી મોહભંગ, લોકશાહી બચાવવા બેલેટ ચૂંટણી જરૂરી
ભાજપ દ્વારા ગઠબંધન સરકારને નબળા પાડવાના આરોપને ફગાવતા ભગવા દળનાં રાજ્ય અધ્યક્ષ બી.એસ યેદિયુરપ્પાએ પણ શુક્રવારે કહ્યું હતું કે, કેન્દ્રીય નેતાઓએ રાજ્ય એકમને જણાવ્યું કે, એચ.ડી કુમાર સ્વામી મંત્રીમંડળને અસ્થિર કરવાની કોઇ પણ ગતિવિધિમાં જોડાશે નહી.
છુટાછેડાના આવા કિસ્સામાં પતિએ નહી ચુકવવું પડે ભરણપોષણ: કોર્ટે આપ્યો મહત્વનો ચુકાદો
કર્ણાટકમાં કોંગ્રેસ-જેડીએસએ મળીને બનાવી હતી સરકાર
કર્ણાટકમાં મે 2018ની ચૂંટણી બાદ કોંગ્રેસ અને જેડીએસ મળીને સરકાર બનાવી હતી. 224 સભ્યોની વિધાનસભામાં 104 સીટ જીતીને ભાજપ સૌથી મોટા દળ તરીકે ઉભરી હતી. કોંગ્રેસને 79 સીટ જ્યારે જદએસને 37 સીટ મળી હતી. ભાજપનાં લોકસભા સભ્ય પ્રતાપ સિંહે કહ્યું કે, દરેક વ્યક્તિ યેદિયુરપ્પાને આગામી મુખ્યમંત્રી તરીકે જોવા માંગતા હતા અને 104 સીટ જીત્યા બાદ પાર્ટી ચુપ નહી બેસે.