ઇંદિરા ગાંધીની પ્રતિમાને બુરખો પહેરાવાતા ચકચાર, કોંગ્રેસી કાર્યકરોનો હોબાળો
એક પાર્કમાં લાગેલી ઇંદિરા ગાંધીની મુર્તિને અરાજક તત્વો દ્વારા બુરખો પહેરાવી દેવાતા હોબાળો મચી ગયો હતો
Trending Photos
લખીમપુર ખીલી: ઉત્તરપ્રદેશના લખીમપુર ખીરી જિલ્લાના ગોલા વિસ્તારમાં સોમવારે અરાજક તત્વોએ પૂર્વ વડાપ્રધાન ઇંદિરા ગાંધીની પ્રતિમાનો બુરખો પહેરાવી દીધો હતો. જે અંગે માહિતી મળતાની સાથે જે કોંગ્રેસ કાર્યકર્તાઓ ઘટના સ્થળ પર પહોંચી ગયા હતા. તેમણે જિલ્લા તંત્ર અને સ્થાનિક પોલીસ વિરુદ્ધ ભારે સુત્રોચ્ચાર કર્યો હતો. જો કે ઘટના સ્થળે પહોંચેલી પોલીસે બુરખો હટાવીને દોષીતો સામે કડક કાર્યવાહીનું આશ્વાસન આપ્યું હતું.
મહાગઠબંધનના છેલ્લા શ્વાસ, માયાવતીએ કહ્યું અખિલેશ પત્નીને પણ ન જીતાડી શક્યા
ઘટના અંગે વિગતે મળતી માહિતી અનુસાર, જ્યારે લોકો મોર્નિંગ વોક કરવા માટે ઇંદિરા પાર્ક પહોંચ્યા તો તેમણે જોયું કે ઇંદિરા ગાંધીની પ્રતિમા કાળા કપડાથી ઢંકાયેલી હતી. આ સમાચાર સમગ્ર વિસ્તારમાં આગની જેમ ફેલાઇ ગયા હતા. ત્યાર બાદ ઘટના સ્થળ પર પહોંચેલા કોંગ્રેસી નેતાઓ અને કાર્યકર્તાઓએ સ્થાનિક તંત્ર વિરુદ્ધ નારેબાજી ચાલુ કરી હતી.
છુટાછેડાના આવા કિસ્સામાં પતિએ નહી ચુકવવું પડે ભરણપોષણ: કોર્ટે આપ્યો મહત્વનો ચુકાદો
જો કે કોંગ્રેસી કાર્યકર્તાઓનાં હોબાળા બાદ ઘટના સ્થળે પહોંચેલી પોલીસે મુર્તિ પરથી બુરકો હટાવી લીધો હતો. હાલ તો આ મુદ્દે પોલીસે આરોપીને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસના અનુસાર શહેરનું વાતાવરણ ડહોળવા માટે કેટલાક અરાજક તત્વો દ્વારા આ કૃત્ય કરવામાં આવ્યું છે. ઝડપથી દોષીતોની ઓળખ કરીને તેમની વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે