છુટાછેડાના આવા કિસ્સામાં પતિએ નહી ચુકવવું પડે ભરણપોષણ: કોર્ટે આપ્યો મહત્વનો ચુકાદો
પત્ની અગાઉ પણ અનેક પુરૂષો સાથે લગ્ન કરીને છુટાછેડાના નામે મોટી રકમ પડાવી ચુકી હોવાનો દાવો વકીલે કરતા કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો હતો
Trending Photos
નવી દિલ્હી : પત્ની જો કામ કરવા અને પોતાની જવાબદારી ઉઠાવવા સક્ષમ હોય તો તે પોતાના પતિ પાસેથી ભરણપોષણ માંગી શકશે નહી. દિલ્હીની એક કોર્ટે મહિલાાની અરજી ફગાવતા આ ચુકાદો આપ્યો હતો, જેમાં આ મહિલાએ પોતાનાં પતિ પાસેથી ભરણપોષણની માંગ કરી હતી.
મહાગઠબંધનના છેલ્લા શ્વાસ, માયાવતીએ કહ્યું અખિલેશ પત્નીને પણ ન જીતાડી શક્યા
કોર્ટે નોંધ્યું કે, અરજદાર એટલી સક્ષમ છે કે પોતાનો ખર્ચ પોતે ઉઠાવી શખે છે. અરજદારના અનુસાર તે 2016 સુધી કામ કરી રહી હતી અને તેણે કારણ જણાવ્યું કે, હવે કામ શા માટે નથી કરી રહી. આ નિશ્ચિત છે કે કાયદો પત્ની પણ કામ કરવા યોગ્ય છે અને પોતે પોતાનો નિર્વાહ કરી શકે છે ત્યારથી જ તેને પતિ પાસેથી ભથ્થુ નહી મળે.
સરકારનો મોટો નિર્ણયઃ દક્ષિણના રાજ્યોમાં ભારે વિરોધ પછી કરશે નવી 'શિક્ષણ નીતિ'માં ફેરફાર
પ્રોટેક્શન ઓફ વિમન ફ્રોમ ડોમેસ્ટિક હિંસા કાયદો 2005ની કલમ 23 હેઠળ મહિલાએ પોતાનાં વકીલ દ્વારા અપીલ દાખલ કરી હતી જેમાં તેણે વચગાળાના ભથ્થાની માંગ કરી હતી. તેણે કહ્યું હતું કે, તેના લગ્ન 11 મે, 2018નાં રોજ થઇ હતી પરંતુ લગ્નની તુરંત બાદથી તેનુ સતામણી ચાલુ થઇ ગઇ હતી. તેણે કોર્ટને જણાવ્યું કે, તે 2016 સુધી 10 હજાર માસિક પગાર પર નોકરી કરી રહી હતી.
અજીત ડાભોલ બન્યા રહેશે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર, સરકારે આપ્યો કેબિનેટ રેન્ક
મહિલાના અનુસાર તેના પતિના લગ્ન સમયે પહેલી પત્ની સાથે છુટાછેડા થઇ ચુક્યા હતા. તે દર મહિને 70 હજાર રૂપિયા કમાતો હતો. મહિલાએ જણાવ્યું કે, તેના પતિએ તેનો અનેક વખત બ્લડ ટેસ્ટ કરાવ્યો જેથી સામાન્ય યુરિન ઇનફેક્શનને લગ્ન તોડવાનું કારણ બનાવી શકે. બીજી તરફ પતિએ મહિલાનાં આરોપોને ખોટા ગણાવ્યા છે.
કેજરીવાલનો માસ્ટરસ્ટ્રોક : દિલ્હીમાં મહિલાઓ મેટ્રો અને બસમાં મફતમાં કરી શકશે પ્રવાસ
બીજી તરફ પતિના વકિલે દાવો કર્યો કે, તેના મુવક્કીલ મહિને 35 હજાર રૂપિયા જ કમાય છે. જ્યારે ફરિયાદ કરનારી મહિલા એક પ્રતિષ્ઠિત કંપનીમાં એચઆર પ્રોફેશનલ છે, જેવું તેણે પતાની મૈટ્રિમોનિયલ પ્રોફાઇલમાં લખ્યું છે. તે જાણીબુઝીને ખોટી માહિતી આપી રહી છે. તે પોતાનો નિર્વાહ કરવા સક્ષમ છે. પતિએ દાવો કર્યો કે, મહિલા તેની સાથે માત્ર 40 દિવસ રહી અને પછી છોડીને જતી રહી. પતિનાં વકીલે કોર્ટ સામે કેટલાક દસ્તાવેજ રજુ કર્યા જેના અનુસાર મહિલા અગાઉ પણ આ પ્રકારે મેટ્રોમોનિયલ સાઇટ પર નકલી પ્રોફાઇલ બનાવીને માસુમ લોકોને ફસાવતી રહી છે. કોર્ટે તમામ દલિલો સાંભળ્યા બાદ પતિના પક્ષે ચુકાદો આપ્યો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે