નવી દિલ્હી : સાધ્વી પ્રજ્ઞા ઠાકુરના (Sadhvi Pargya) નથુરામ ગોડસેને (Nathuram Godse) દેશભક્ત કહેવા અંગેના નિવેદનને લઇને વિવાદ ખડો થયો છે. જે મામલે કોંગ્રેસ (Congress) નેતા રાહુલ ગાંધીએ (Rahul Gandhi)કહ્યું કે સાધ્વીજીએ કહ્યું કે વાસ્તવમાં આ ભાજપ અને આરએસએસના દિલની વાત છે. હું એમાં શું કહી શકું? આ કોઇનાથી છુપુ નથી. હું એના પર કાર્યવાહીની માંગ કરી સમય વ્યય કરવા નથી ચાહતો. આ સાથે જ રાહુલ ગાંધીએ ટ્વિટ કરી કહ્યું કે, આતંકી પ્રજ્ઞાએ આતંકી ગોડસેને દેશભક્ત કહ્યો, આ ભારતના સંસદીય ઇતિહાસનો કાળો દિવસ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ સાથે જ કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીએ કહ્યું કે, સાધ્વી પ્રજ્ઞાનનું નિવેદન ઘણું જ દુર્ભાગ્યપૂર્ણ અને હેરાન કરનારૂ છે. આ સાથે જ સોનિયા ગાંધીએ કહ્યું કે, અમારી પાર્ટી કોંગ્રેસે આ મામલે જે કહેવા જેવું હતું એ બધું જ કહ્યું છે. 


સાધ્વી પ્રજ્ઞાના નિવેદન પર લોકસભામાં હંગામો, રક્ષા મંત્રીએ કહ્યું- અમે આ પ્રકારની વિચારધારાની નિંદા કરીએ છીએ'


આ વચ્ચે ભાજપે આ મામલે પોતાનો પક્ષ રાખતાં કહ્યું કે, સાધ્વી પ્રજ્ઞાના નિવેદનને ભાજપ સમર્થન નથી આપતું. આ સાથે જ કહ્યું કે, હવે તે કોઇ ચર્ચામાં જોડાશે નહીં. જેપી નડ્ડાએ કહ્યું કે સાધ્વી પ્રજ્ઞા ઠાકુરનું નિવેદન નિંદનીય છે. ભાજપ આ પ્રકારના નિવેદન કે વિચારધારાને બિલકુલ સમર્થન નથી આપતું. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube