સાધ્વી પ્રજ્ઞાના નિવેદન પર લોકસભામાં હંગામો, રક્ષા મંત્રીએ કહ્યું- અમે આ પ્રકારની વિચારધારાની નિંદા કરીએ છીએ'

ભાજપ (BJP)ના સાંસદ સાધ્વી પ્રજ્ઞા સિંહ (Sadhvi Pragya Thakur) દ્વારા મહાત્મા ગાંધીના હત્યારા નાથૂરામ ગોડસે (Nathuram Godse) ને દેશભક્ત કહેવાના નિવેદન પર આજે પણ સંસદમાં હંગામો થયો. લોકસભામાં આજે સદનની કાર્યવાહી શરૂ થતાં પહેલાં કોંગ્રેસ સાંસદોએ સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુર (Sadhvi Pragya Thakur) ના નિવેદનને લઇને હંગામો શરૂ કરી દીધો.

Updated By: Nov 28, 2019, 02:07 PM IST
સાધ્વી પ્રજ્ઞાના નિવેદન પર લોકસભામાં હંગામો, રક્ષા મંત્રીએ કહ્યું- અમે આ પ્રકારની વિચારધારાની નિંદા કરીએ છીએ'

નવી દિલ્હી: ભાજપ (BJP)ના સાંસદ સાધ્વી પ્રજ્ઞા સિંહ (Sadhvi Pragya Thakur) દ્વારા મહાત્મા ગાંધીના હત્યારા નાથૂરામ ગોડસે (Nathuram Godse) ને દેશભક્ત કહેવાના નિવેદન પર આજે પણ સંસદમાં હંગામો થયો. લોકસભામાં આજે સદનની કાર્યવાહી શરૂ થતાં પહેલાં કોંગ્રેસ સાંસદોએ સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુર (Sadhvi Pragya Thakur) ના નિવેદનને લઇને હંગામો શરૂ કરી દીધો. કોંગ્રેસ અને તમામ વિપક્ષી સાંસદો આજે સાધ્વી (Sadhvi Pragya Thakur) ના નિવેદન પર ચર્ચા કરવાની માંગને લઇને અડગ હતા. લોકસભા સ્પીકર સતત વિપક્ષી સાંસદોને વિશ્વાસ અપાવતા રહ્યા કે સાધ્વીના વિવાદિત નિવેદનને રેકોર્ડમાંથી દૂર કરવામાં આવ્યું છે. પરંતુ તેમછતાં વિપક્ષી સાંસદો માનવા માટે તૈયાર નથી. 

વિપક્ષના હંગામા વચ્ચે આ મુદ્દે કંઇક બોલવા માટે રક્ષા મંત્રી રાજનાથ સિંહ (Rajnath Singh) ઉભા થયા. રાજનાથ સિંહે (Rajnath Singh) કહ્યું 'નાથૂરામ ગોડને દેશભક્ત ગણવાની વિચારધારાની અમે નિંદા કરીએ છીએ. ગોડસેને દેશભક્ત ગણવાની વિચારધારા અમારી પાર્ટીની નથી, ગાંધીની વિચારધારા કાલેપણ હતી અને પણ પ્રાસંગિક છે, અમે તેમની વિચારધારા પર ચાલીએ છીએ ભલે કોઇપણ પાર્ટીનો વ્યક્તિ તેમના વિશે કંઇપણ કહે.  

રાજનાથ (Rajnath Singh) ના બોલવા છતાં પણ વિપક્ષી સાંસદ પોતાની માંગ પડ અડગ રહ્યા અને તાત્કાલિક સદનમાંથી વોકઆઉટ કરી દીધું. વિપક્ષી સાંસદોએ હંગામો કરતાં વોક આઉટ કર્યું અને પ્રશ્નકાળ ચાલતો રહ્યો. સાધ્વી પ્રજ્ઞા (Sadhvi Pragya Thakur) ની ટિપ્પણી કરી લોકસભામાં એ રાજાના નિવેદન દરમિયાન થઇ હતી જ્યારે તે SPG બિલ પર બોલી રહ્યા હતા. જોકે પછી મીડિયામાં સમાચાર આવ્યા કે સાધ્વી પ્રજ્ઞા સિંહે (Sadhvi Pragya Thakur) કહ્યું કે તે ગોડસે નહી કોઇબીજા દેશભક્તની વાત કરી રહ્યા હતા. પરંતુ કોંગ્રેસ સહિત બાકી વિપક્ષી આ વાતને મહત્વ આપી રહ્યા હતા કે મહાત્મા ગાંધીના જયંતિ સમારોહ ઉજવનાર ગોડસેને દેશભક્ત ગણાવી રહ્યા છે.  

આ પહેલાં ભાજપ (BJP)ના કાર્યકારી અધ્યક્ષ જેપી નડ્ડાએ કહ્યું કે પાર્ટી સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુરના નિવેદનની નિંદા કરે છે અને તેમના પર કાર્યવાહી કરતાં તેમને આ સત્ર દરમિયાના પાર્ટી પાર્લિયામેંટ્રી કમિટીની બેઠકમાંથી બહાર કરવાનો નિર્ણય કરે છે. જેપી નડ્ડાએ એ પણ કહ્યું કે સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુરને સંસદની રક્ષા મામલાની કમિટીમાંથી પણ બહાર કરવામાં આવે છે. 

આ પહેલાં કોંગ્રેસ (Congress) નેતા રાહુલ ગાંધીએ સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુરના નિવેદન પર કહ્યું કે તેમણે તે કહ્યું જે આરએસએસની આત્મા છે. આ લોકો ભલે ગમે તેટલી ગાંધીજીની પૂજા કરી લે. પરંતુ તેમના દિલમાં ગોડસે જ છે. આ સાથે જ કોંગ્રેસની વચગાળાની અધ્યક્ષ સોનિયા ગાંધીએ કહ્યું કે સાધ્વી પ્રજ્ઞા ઠાકુરનું નિવેદન એકદમ દુર્ભાગ્યપૂર્ણ અને આશ્વર્યજનક છે. આ સાથે જ સોનિયા ગાંધીએ કહ્યું કે મારી પાર્ટીએ આ મુદ્દે બધી વાતો કહી જે કહેવી જોઇતી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube