રામ મંદિર મુદ્દે કાલે અયોધ્યામાં સંતોની મોટી બેઠક, થશે મહત્વનાં નિર્ણય !
રામ મંદિર નિર્માણ મુદ્દે સંત સમાજ એકવાર ફરીથી મોર્ચો ખોલવા જઇ રહ્યો છે. અયોધ્યામાં રામ મંદિર નિર્માણ મુદ્દે સંત કાલે મોટી બેઠક યોજવા જઇ રહ્યા છે. મણિરામ દાસ છાવણીમાં થનારી આ બેઠકની અધ્યક્ષતા રામજન્મભુમિ ન્યાસ અધ્યક્ષ મહંત નૃત્ય ગોપાલ દાસ કરશે. એક અંદાજ અનુસાર આ બેઠકમાં સંત સમાજ કોઇ મહત્વનો નિર્ણય લઇ શકે છે.
અયોધ્યા : રામ મંદિર નિર્માણ મુદ્દે સંત સમાજ એકવાર ફરીથી મોર્ચો ખોલવા જઇ રહ્યો છે. અયોધ્યામાં રામ મંદિર નિર્માણ મુદ્દે સંત કાલે મોટી બેઠક યોજવા જઇ રહ્યા છે. મણિરામ દાસ છાવણીમાં થનારી આ બેઠકની અધ્યક્ષતા રામજન્મભુમિ ન્યાસ અધ્યક્ષ મહંત નૃત્ય ગોપાલ દાસ કરશે. એક અંદાજ અનુસાર આ બેઠકમાં સંત સમાજ કોઇ મહત્વનો નિર્ણય લઇ શકે છે.
લોકસભા ચૂંટણીમાં સજ્જડ હાર બાદ હવે શરદ પવારે 'મોદી લહેર'નો તોડ કાઢ્યો
સોમવારે યોજાનારી આ બેઠકમાં અયોધ્યાના સંતો મહંતો જોડાશે. તેમાં વિશ્વ હિંદુ પરિષદનાં નેતાઓ પણ જોડાશે. સંત સમિતિનાં અધ્યક્ષ મહંત કન્હૈયા દાસ, રામજન્મભુમિ ન્યાસનાં વરિષ્ઠ સભ્ય ડૉ. રામવિલાસદાસ વેદાંતી, રામવલ્લભા કુંજનાં અધિકારી રાજકુમાર દાસ, દશરથ મહેલનાં વિંદ્ગદ્દાચાર્ય, રંગમહલના મહંત રામશરણદાસ, લક્ષ્મણકિલધીશ મહંત મૈથિલી શરણદાસ, બડા ભક્તમાલના મહંત અવધેશ દાસ પણ આ બેઠકમાં જોડાશે.
મોદી સરકાર 2.0: લોકસભા અધ્યક્ષ માટે દલિત અને મહિલા સમીકરણો પર વિચાર
ઘટી ગયું મે મહિનામાં GST કલેક્શન, સરકારની આવકને પડ્યો મોટો ફટકો
વિશ્વ હિંદુ પરિષદનાં ઉપાધ્યક્ષ ચંપત રાય, કેન્દ્રીય મંત્રી રાજેન્દ્ર સિંહ પણ બેઠકમાં જોડાશે. 7 જુનથી 15 જુન સુધી ન્યાસ અધ્યક્ષ મહંત નૃત્ય ગોપાલ દાસનાં જન્મોત્સવ પર રામ મંદિર નિર્માણ અંગે મહત્વની ચર્ચા થશે. અત્રે ઉલ્લેખનીય છે કે, રામ મંદિર મુદ્દો હાલ સુપ્રીમ કોર્ટમાં ચાલી રહ્યો છે. ત્યારે આ બેઠકમાં શું નિર્ણય થાય છે તે જોવું રહ્યું.