Sakshi Murder Case: દેશની રાજધાની દિલ્હીના લોકો નિર્ભયા અને શ્રદ્ધા હત્યાકાંડને હજુ ભૂલ્યા નહતા ત્યાં શાહબાદ ડેરી વિસ્તારમાં સાક્ષીની નિર્દયતાથી થયેલા હત્યાએ ફરીથી વિચારવા પર મજબૂર કરી દીધા છે કે કોઈ આટલું નિર્દયી કેવી રીતે હોઈ શકે? હત્યારા સાહિલે દિલ્હીની આ દીકરીને 16થી વધુ વાર ચાકૂના ઘા ઝીક્યા અને પછી પથ્થરથી છૂંદી નાખી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

છોકરીની સાહિલ સાથે મિત્રતા હતી. બંને એકબીજાને લગભગ 3 વર્ષથી ઓળખતા હતા. પરંતુ છેલ્લા કેટલાક દિવસથી છોકરી સાહિલ સાથે વાત કરતી નહતી. અને 28મી મેના રોજ તે જ્યારે તેની સખીના ઘરે જઈ રહી હતી ત્યારે સાહિલે તે છોકરી પર હુમલો કર્યો. દીકરીની હત્યાનો વીડિયો જોયા બાદ મૃતકના માતા પિતાના આંસૂ થોભતા નથી. આરોપી માટે ફાંસીની સજાની માંગણી કરી રહ્યા છે. હત્યાકાંડ પર મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે દુખ વ્યક્ત કર્યું અને સીધા શબ્દોમાં લખ્યું કે એલજી સાહેબ કાયદો વ્યવસ્થા તમારી જવાબદારી છે, કઈક કરો. 


સાહિલ જ્યારે આ છોકરી પર હુમલો કરી રહ્યો હતો ત્યારે ત્યાં લોકો મૂક દર્શક બની બેઠા હતા અને તમાશો જોઈ રહ્યા હતા. દીકરીને બચાવવા માટે કોઈ પણ એક શબ્દ ન બોલ્યું. આરોપી સાહિલ દિલ્હી છોડીને ભાગી ગયો હતો અને યુપીમાં છૂપાઈ ગયો હતો. પોલીસે તેને યુપીના બુલંદશહેરથીપકડી લીધો. પોલીસ સૂત્રોના જણાવ્યાં મુજબ હત્યાકાંડને અંજામ આપ્યા બાદ સાહિલે પોતાનો મોબાઈલ ફોન સ્વીચ ઓફ કરી દીધો હતો. ત્યારબાદ તે બસથી બુલંદશહેર ફોઈના ઘરે જતો રહ્યો. ત્યાં આરામથી સૂઈ ગયો. સવારે ચાર વાગે તે ફોઈના ઘરે પહોંચ્યો હતો. સાહિલે ફોઈને જણાવ્યું કે તે લગ્નમાં આવ્યો છે. જમશે નહીં. 


સાહિલના ફોઈના છોકરા અમનનો દાવો છે કે તેને ખબર નથી કે સાહિલ હત્યા કરીને આવ્યો છે. દિલ્હી પોલીસ દ્વારા સાહિલની ધરપકડ થયા બાદ ફોઈને હત્યાની જાણ થઈ. સાહિલની ફોઈના ગામમાં જેવું ખબર પડી કે જે હત્યાના આરોપીને તેઓ ટીવીમાં જોઈ રહ્યા છે તે તેમના ગામમાં આવીને રોકાયો હતો તો સાહિલના ફોઈના ઘરે લોકોની ભીડ ભેગી થવા લાગી. આ બધા વચ્ચે તપાસ અને પૂછપરછ બાદ પોલીસને સાહિલનું લોકેશન મળી ગયું. સૂત્રોના જણાવ્યાં મુજબ છોકરીના હાથ પર એક  છોકરાના નામનું ટેટુ પણ બનેલું હતું. 


Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube