નવી દિલ્હી: તહેવારોની સીઝન ચાલી રહી છે. લોકો ખુબ ખરીદી કરતા હોય છે. વધતી મોંઘવારી વચ્ચે અનેકવાર વધુ ખરીદીથી લોકોનું બજેટ પણ ખોરવાઈ જતું હોય છે. આવામાં તમારે તમારા સેવિંગમાં મેનેજ કરવું પડે છે. આવામાં તમારી પાસે કેટલાક વિકલ્પ રહેલા છે જેમાં તમે ખુબ ખરીદી પણ કરી શકશો અને તમારી અન્ય સેવિંગ્સ તોડવાનો વારો પણ નહીં આવે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ છે એક ઉત્તમ વિકલ્પ
સેલરી ઓવરડ્રાફ્ટ (Salary Overdraft) તમારા માટે તહેવારની સીઝનમાં એક સારો વિકલ્પ બની શકે છે. જો તમે નોકરીયાત હોવ તો જાણી લો કે બેન્ક પોતાના ગ્રાહકોને સેલરી ઓવરડ્રાફ્ટની સુવિધા આપે છે. આ સુવિધા હેઠળ તમે ખાતામાં હાજર રકમ જેટલું કે તેનાથી વધુ બેન્કમાંથી ઉપાડી શકો છો. જેમાં તમે તમારી સેલરીથી લગભગ ત્રણ ગણા વધુ પૈસા બેન્ક પાસેથી લઈ શકો છો. એટલે કે તમારા ખાતામાં ભલે બેલેન્સ ન હોય પરંતુ તમે તેનાથી વધુ પૈસા ઉપાડી શકો છો. 


Narak Chaturdashi 2021: આજે કાળી ચૌદસ પર રાતે 14 દીવા પ્રગટાવવા ખુબ જરૂરી, ખાસ જાણો કારણ


શું છે આ સેલરી ઓવરડ્રાફ્ટ
સેલરી ઓવરડ્રાફ્ટ બેન્ક તરફથી અપાતી એક પ્રકારની લોન છે જે તમારા રેકોર્ડને જોઈને અપાય છે. જે પ્રકારે લોન ચૂકવવા પર તમારે વ્યાજ  આપવાનું રહે છે તે જ રીતે તેને ચૂકવવા માટે પણ વ્યાજ આપવું પડે છે. પરંતુ તેનું વ્યાજ ક્રેડિટ કાર્ડથી સસ્તુ હોય છે અને દર મહિને એકથી 3 ટકાનું વ્યાજ લાગે છે. 


ઓવરડ્રાફ્ટ સુવિધાનો લાભ
જો કોઈ વ્યક્તિના બેન્ક એકાઉન્ટમાં પૈસા ન હોય તો પણ તેને એક લિમિટ સુધી પૈસા કાઢવાની મંજૂરી હોય છે. આ પૈસા તમને ઘર, એફડી કે ઈન્શ્યોરન્સ પોલીસીને કોલેટરલ રાખ્યા બાદ મળી શકે છે. એટલું જ નહીં હવે તમે ઈક્વિટી દ્વારા પણ ઓવરડ્રાફ્ટ સુવિધાનો લાભ લઈ શકો છો. જેના પર કોઈ ઈન્ટરેસ્ટ ફ્રી પીરિયડ હોતો નથી. તમે જે દિવસથી ઓવરડ્રાફ્ટ સુવિધા માટે પૈસા કાઢશો તે સમયથી વ્યાજ અને ફી લાગવાના શરૂ થાય છે. 


China યુદ્ધની તૈયારી કરી રહ્યું છે? નાગરિકોને જરૂરી સાધનસામગ્રીનો સ્ટોક કરવાનું કહ્યું


પૈસા કાઢવા પણ સરળ
અત્રે જણાવવાનું કે આ ઓવરડ્રાફ્ટ પ્રી એપ્રુવ્ડ હોય છે અને તેની લિમિટ ફિક્સ હોય છે. તમે કોઈ પણ સમયે આ લિમિટ સુધી પૈસા મિનિટોમાં કાઢી શકો છો. જો કે દરેક બેન્કના અલગ અલગ નિયમ હોય છે. ઓવરડ્રાફ્ટ સુવિઓધા માટે દર મહિને તમારે એક થી 3 ટકા વ્યાજ આપવું પડે છે. એટલે કે આ લોન પર તમારે વાર્ષિક 12થી 30 ટકા વ્યાજ ચૂકવવું પડશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube