Narak Chaturdashi 2021: આજે કાળી ચૌદશ પર રાતે 14 દીવા પ્રગટાવવા ખુબ જરૂરી, ખાસ જાણો કારણ

દીપોત્સવ પર્વનો બીજો દિવસ નરક ચતુર્દશી કે કાળી ચૌદશ તરીકે ઉજવાય છે. જેને દેશના અનેક ભાગોમાં છોટી દિવાળી પણ કહે છે.

Narak Chaturdashi 2021: આજે કાળી ચૌદશ પર રાતે 14 દીવા પ્રગટાવવા ખુબ જરૂરી, ખાસ જાણો કારણ

Narak Chaturdashi 2021: દીપોત્સવ પર્વનો બીજો દિવસ નરક ચતુર્દશી કે કાળી ચૌદશ તરીકે ઉજવાય છે. જેને દેશના અનેક ભાગોમાં છોટી દિવાળી પણ કહે છે. આજના દિવસ કઈંક ખાસ કરવાથી વ્યક્તિ નરકમાં જવાથી બચી જાય છે., નરક ચતુર્દર્શીને રૂપ ચૌદશ પણ કહે છે કારણ કે આ દિવસે મહિલાઓ ઉબટણ લગાવીને ન્હાય છે અને શ્રૃંગાર કરે છે. 

નરક ચતુર્દર્શીના દિવસે દીવા પ્રગટાવવાની માન્યતા છે. આજના દિવસે દિવા પ્રગટાવવાથી જીવનના તમામ કષ્ટ દૂર થાય છે. ધર્મ અને જ્યોતિષમાં ઘરમાં આ દીવડાઓને રાખવા માટે ખાસ જગ્યા પણ જણાવવામાં આવી છે. જો ઘરની આ જગ્યાઓ પર આજના દિવસે દીવડા રાખવામાં આવે તો ખુબ લાભ થાય છે. 

ઘરની આ જગ્યાઓ પર રાખો દીવા
આજના દિવસે સામાન્ય રીતે 5 દીવા પ્રગટાવવામાં આવે છે. જે પૂજાઘર, રસોડું, પીવાના પાણીની જગ્યા, પીપળાનું ઝાડ, અને ઘરનું મુખ્ય પ્રવેશદ્વાર પર રખાય છે. પરંતુ આ દિવસે 14 દીવા પ્રગટાવવા ખુબ જ શુભ રહે છે. જે જીવનના દુખ અને પરેશાનીઓને ખતમ કરે છે. આવો જાણીએ કઈ કઈ જગ્યાઓ પર તમારે આ દીવા રાખવા જોઈએ. 

1. એક દીવો સાંજ પડતા જ ઘરના મુખ્ય દરવાજે મૂકવો.
2. કરજ મુક્તિ માટે એક દિવો સૂમસામ મંદિરમાં મૂકી દેવો. 
3. એક દીવો માતા લક્ષ્મી સામે કરવો.
4. એક દીવો તુલસી ક્યારા નીચે મૂકવો.
5. એક દીવો પીપળાના ઝાડ નીચે કરવો. 
6. એક દીવો કોઈ નજીકના મંદિરમાં રાખવો. 
7. એક દીવો ઘરમાં કચરો રાખવાની જગ્યાએ મૂકવો. 
8. એક દીવો ઘરના બાથરૂમમાં પાણી જવાની જગ્યાએ રાખવો.
9. એક દીવો ઘરની છતના કોઈ ખૂણે મૂકવો.
10. તમે એક દીવો ઘરના રસોડામાં પ્રગટાવો.
11. એક દીવો ઘરની મુખ્ય બારી પાસે રાખો.
12. એક દીવો ઘરની સીડીઓ કે પછી ઘરની વચ્ચેવચ બ્રહ્મ સ્થાન પર મૂકો. 
13. એક દીવો પીવાના પાણીની જગ્યાએ રાખો. 
14 રાતે સૂતા પહેલા સરસવના તેલનો એક દીવો દક્ષિણ દિશામાં કચરાના ઢગલા પાસે મૂકવો. 

(ખાસ નોંધ- આ લેખમાં અપાયેલી સૂચનાઓ સામાન્ય જાણકારીઓ અને માન્યતાઓ પર આધારિત છે. ZEE24Kalak તેની પુષ્ટિ કરતું નથી.)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news