Salman Khan Firing Update: એક્ટર સલમાન ખાનના ઘરે ફાયરિંગના કેસમાં પંજાબથી ધરપકડ કરાયેલા અનુજ થાપને પોલીસ કસ્ટડીમાં આત્મહત્યા કરી લીધી છે. તે મુંબઇ પોલીસ ક્રાઇમ બ્રાંચની કસ્ટડીમાં હતો. તેણે લોકઅપમાં હાજર ચાદર વડે ફાંસી લગાવીને પોતાની જીવનલીલા સંકેલી લીધી છે. આ ઘટના બાદ મુંબઇ પોલીસ મહેકમમાં હડકંપ મચી ગયો છે. પોલીસ સૂત્રોના અનુસાર આરોપીનું પોસ્ટમોર્ટમ જેજે હોસ્પિટલમાં કરવામાં આવશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સાત ફેરા અને મંત્રોચ્ચાર વિના હિંદુ લગ્ન માન્ય નહી, SC ના ચૂકાદાની 5 મહત્વપૂર્ણ વાતો
આવશે આટલો હપ્તો, આ મ્યુચ્યુઅલ ફંડ સ્કીમે 10 વર્ષમાં જ બનાવી દીધા કરોડપતિ


ટોયલેટમાં ચાદર વડે લગાવી હતી ફાંસી
મુંબઇ પોલીસના સૂત્રોના અનુસાર અનુજ થાપન મુંબઇ પોલીસની ક્રાઇમ બ્રાંચની કસ્ટડીમાં હતો. તેણે ટોયલેટમાં ચાદરના ટુકડા વડે ફાંસી બનાવીને આત્મહત્યા કરી લીધી. આ વિશે ખબર પડતાં બપોરે 12:30 વાગે તેને જીટી હોસ્પિટલ લાવવામાં આવ્યો હતો. જ્યાં તેણે મૃત જાહેર કરવામાં આવ્યો છે. પોલીસ કસ્ટડીમાં મોતના આ મામલામાં આઝાદ મેદાન પોલીસ સ્ટેશને એડીઆર નોંધીને તપાસ શરૂ કરી છે. સૂત્રોનું કહેવું છે કે આ મામલાની ગંભીરતાને જોતા જન્સ સીઆઈડીને તપાસ સોંપવામાં આવી શકે છે.


New Rules: આજથી બદલાઇ ગયા નિયમો, ક્રેડિટકાર્ડ વડે બિલો ભરવાની ટેવ હોય તો સુધારી દેજો
LPG Price: આ સમાચાર સાંભળી લોકોની સુધરી ગઇ સવાર, આટલો સસ્તો થયો એલપીજી સિલિન્ડર


લોરેન્સ બિશ્નોઈ ગેંગનો સક્રિય સભ્ય!
પોલીસ સૂત્રોનું કહેવું છે કે અનુજ થપનાસ લોરેન્સ બિશ્નોઈ ગેંગનો સક્રિય સભ્ય હતો. તેણે લોરેન્સ બિશ્નોઈની સૂચના પર સાગર પાલ અને વિકી ગુપ્તાને પિસ્તોલ અને 40 કારતુસ સપ્લાય કર્યા હતા. તેમની સાથે તેઓ મુંબઈ પહોંચ્યા અને 14 એપ્રિલે અભિનેતા સલમાન ખાનના બાંદ્રા સ્થિત ગેલેક્સી એપાર્ટમેન્ટની બહાર 5 રાઉન્ડ ફાયરિંગ કર્યું. આ બંને આરોપીઓ બાદમાં ગુજરાતના સુરતમાંથી ઝડપાયા હતા.


શર્માજી કી લવસ્ટોરી: લગ્ન પહેલાં રોહિત શર્માના દિલ પર રાજ કરતી હતી આ બોલીવુડ હસીના
Mukesh Ambani ની પીચ પર બેટિંગ કરશે Gautam Adani, બનાવ્યો 11,520 કરોડ રૂપિયાનો પ્લાન


પંજાબથી ધરપકડ કરીને લાવી હતી પોલીસ
તેણે થયેલી પૂછપરછ બાદ સોનૂ ચંદર અને અનુજ થાપનનું નામ સામે આવ્યું હતું. ત્યારબાદ મુંબઇ પોલીસે તેને પંજાબથી અરેસ્ટ કરી લીધો હતો. ત્યારથી લઇને બંને આરોપી મુંબઇ પોલીસની ક્રાઇમ બ્રાંચની ધરપકડમાં છે. જ્યાં પોલીસ તે બંને પાસેથી હથિયારોના સોર્સ અને ક્રાઇમ સિન્ડીકેટ વિશે જાણવાનો પ્રયત્ન કરી રહી હતી. 


Mukesh Ambani ની પીચ પર બેટિંગ કરશે Gautam Adani, બનાવ્યો 11,520 કરોડ રૂપિયાનો પ્લાન
Angarak Yog: અંગારક યોગ કરાવશે મોટું નુકસાન, 1 મહિના સુધી બચીને રહે આ 4 રાશિઓ