સાત ફેરા અને મંત્રોચ્ચાર વિના હિંદુ લગ્ન માન્ય નહી, સુપ્રીમ કોર્ટના ચૂકાદાની 5 મહત્વપૂર્ણ વાતો

Supreme Court On Hindu Marriage Act: સુપ્રીમ કોર્ટે કહ્યું કે હિંદુ લગ્ન એક પવિત્ર સંસ્થા છે અને તેને 'નાચવા-ગાવા' ના સામાજિક આયોજનની માફક લેવામાં ન આવે. 

સાત ફેરા અને મંત્રોચ્ચાર વિના હિંદુ લગ્ન માન્ય નહી, સુપ્રીમ કોર્ટના ચૂકાદાની 5 મહત્વપૂર્ણ વાતો

Hindu Marriage Act: સુપ્રીમ કોર્ટે કહ્યું કે યુવાનોને લગ્ન પહેલાં સંસ્થાની પવિત્રતાને ધ્યાનમાં રાખવી જોઇએ. કોર્ટે કહ્યું કે હિંદુ લગ્ન એક સંસ્કાર છે જેની પોતાની પવિત્રતા છે. સુપ્રીમ કોર્ટના અનુસાર લગ્ન કોઇ 'નાચવા-ગાવા' અને 'ખાવા-પીવા'નું આયોજન નથી. કોર્ટે કહ્યું કે ફક્ત રજિસ્ટ્રેશન કરાવવાથી લગ્ન માન્ય થઇ જતા નથી. લગ્ન પૂર્ણ થવા માટે તમામ રિવાજો (મંત્રોચ્ચાર, સપ્તપદી વગેરે) નું પાલન જરૂરી છે. જસ્ટિસ બીવી નાગરત્ના અને જસ્ટિસ ઓગસ્ટીન જોર્જ મસીહની બેંચે કહ્યું કે તમામ જોડાને હિંદુ મેરેજ એક્ટ 1955 ની કલમ 7 માં બતાવવામાં આવ્યું છે પ્રચલિત રીત-તિવાજો અને સમારોહમાં સભાગિતા સુનિશ્વિત કરવી જોઇએ. 

New Rules: આજથી બદલાઇ ગયા નિયમો, ક્રેડિટકાર્ડ વડે બિલો ભરવાની ટેવ હોય તો સુધારી દેજો
LPG Price: આ સમાચાર સાંભળી લોકોની સુધરી ગઇ સવાર, આટલો સસ્તો થયો એલપીજી સિલિન્ડર

 
વર અને વધૂ તમામ રિત-રિવાજો પુરા કરે, આ લગ્ન કરાવનાર પૂજારીનું પણ દાયિત્વ છે. કોર્ટે આ ટિપ્પણી એક પત્નીની અરજી પર સુનાવણી દરમિયાન કરી. મહિલાએ છુટાછેડા કાર્યવાહીની માંગ કરી છે. કેસ ચાલતાં પતિ અને પત્ની સંયુક્તરૂપથી આ જાહેરાત કરી દીધી કે તેમના લગ્ન માન્ય નથી. દાવો કરવામાં આવ્યો કે તેમણે કોઇ લગ્ન કર્યા નથી કારણ કે તેમણે કોઇ રીત-રિવાજો, સંસ્કાર અથવા અનુષ્ઠાન કર્યું નથી.

જોકે, અમુક સંજોગો અને દબાણના કારણે તેઓએ લગ્નની નોંધણી કરાવવી પડી હતી. સુપ્રીમ કોર્ટે એવું શોધી કાઢ્યું કે વાસ્તવમાં કોઈ લગ્ન થયા નથી, ચુકાદો આપ્યો કે કોઈ માન્ય લગ્ન નથી. સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે હિંદુ લગ્ન સંબંધિત કેટલીક મહત્વપૂર્ણ ટિપ્પણીઓ કરી હતી. વાંચો સુપ્રીમ કોર્ટની 5 મહત્વની ટિપ્પણીઓ.

1- હિંદુ લગ્ન એક સંસ્કાર અને ધાર્મિક અનુષ્ઠાન છે જેને ભારતીય સમાજમાં એક મહાન મૂલ્યની સંસ્થાના રૂપમાં પોતાનો દરજ્જો આપવો જોઇએ. અમે યુવા પુરૂષો અને મહિલાઓને આગ્રહ કરીએ છીએ કે લગ્નની સંસ્થા વિશે ઉંડાણપૂર્વક વિચારે અને એ પણ ભારતીય સમાજમાં આ સંસ્થા કેટલી પવિત્ર છે. 

2- 'લગ્ન' ગીતો અને' નાચવા' અને 'ખાવા-પીવા' અથવા દહેજ અને ભેટની માંગ કરવા અને અનુચિત દબાણ દ્રારા લેણદેણ કરવાનો અવસર નથી. લગ્ન કોઇ વ્યવસાયિક લેણદેણ નથી. આ એક પવિત્ર આધારભૂત સમારોહ છે. 

3- સુપ્રીમ કોર્ટે તે કેસોનો પણ ઉલ્લેખ કર્યો જ્યાં કપલે પોતાના લગ્નને 'વ્યવહારિક કારણો' ના લીધે હિંદુ મેરેજ એક્ટની કલમ 8 અંતગર્ત રજિસ્ટ્રેશન કરાવ્યું, જ્યારે હકિકતમાં લગ્ન સંપન્ન નથી. કોર્ટે કહ્યું કે તેના વિરૂદ્ધ ચેતવ્યા અને કહ્યું કે ફક્ત રજિસ્ટ્રેશનથી લગ્ન માન્ય થઇ જતા નથી. કોર્ટે લગ્ન સંસ્થાને મહત્વહીન ન બનાવવાનો આગ્રહ કર્યો. 

4- 'પરણિત કપલનો દરજ્જો આપવા અને વ્યક્તિગત અને કાયમી અધિકારોનો સ્વિકાર કરવા માટે લગ્નના રજિસ્ટ્રેશન માટે એક તંત્ર પ્રદાન કરવા ઉપરાંત, હિંદુ મેરેજ એક્ટ 1955 માં સંસ્કારો અને સમારોહને એક વિશેષ સ્થાન આપ્યું છે. તેનો અર્થ છે કે હિંદુ લગ્નના અનુષ્ઠાન માટે મહત્વપૂર્ણ શરતોનું લગન, સખત અને ધાર્મિક રૂપથી પાલન કરવું જોઇએ. 

5- 'હિંદુ લગ્ન અધિનિયમ 1955ની કલમ 7 હેઠળ ધાર્મિક વિધિઓ અને સમારંભોમાં પ્રમાણિક આચરણ અને સહભાગિતા તમામ વિવાહિત યુગલો અને વિધિ કરી રહેલા પૂજારીઓ દ્વારા સુનિશ્ચિત કરવી આવશ્યક છે.'

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news