લખનઉઃ કોરોના મહામારીમાં રાજનીતિ કરનાર નેતાઓ ઓછા નહતા પરંતુ સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવે તેને એક અલગ રંજ આપી દીધો છે. શનિવારે તેમણે જાહેરાત કરી કે તે હાલ કોરોનાની વેક્સિન લગાવશે નહીં કારણ કે તેમને વેક્સિન પર વિશ્વાસ નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શનિવારે એસપી પ્રમુખ અને ઉત્તર પ્રદેશના પૂર્વ સીએમ અખિલેશ યાદવે કહ્યુ, 'હાલ હું રસીકરણ કરાવવાનો નથી. હું ભાજપની વેક્સિન પર કઈ રીતે વિશ્વાસ કરી શકું, જ્યારે અમારી સરકાર બનશે તો બધાને ફ્રીમાં રસી આપીશું. અમે ભાજપની વેક્સિન ન લગાવી શકીએ.'


હેલ્થ મિનિસ્ટરે કરી સ્પષ્ટતા, પ્રથમ તબક્કામાં આ 3 કરોડ લોકોને મફત મળશે વેક્સીન


રસી કોને લાગશે, તે સરકાર નક્કી કરી રહી છે. પ્રથમ તબક્કામાં 51 લાખ લોકોને રસી લગાવવામાં આવશે જેમાં હેલ્થકેર વર્કર, કોરોના વોરિયર, 50 વર્ષથી વધુ ઉંમરના લોકો કે કોઈ અન્ય બીમારીથી પીડિત લોકો હશે. 


પ્રથમ તબક્કામાં આ લોકોને મળશે રસી
રસીકરણ અભિયાનના પ્રથમ તબક્કામાં સૌથી વધુ જોખમ વાળા વ્યક્તિને રસી આપવામાં આવશે. તેમાં 50 વર્ષથી વધુ ઉંમરના લોકો, પહેલાથી કોઈ અન્ય ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાથી પીડિત લોકો, સ્વાસ્થ્યકર્મીઓ અને કોરોના વોરિયર સામેલ હશે. સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધને જણાવ્યું, રસીકરણના પ્રથમ તબક્કામાં દેશભરમાં સર્વોચ્ચ પ્રાથમિકતા વાળા લાભાર્થીઓને ફ્રી વેક્સિન આપવામાં આવશે. તેમાં 1 કરોડ હેલ્થકેર વર્કર અને 2 કરોડ ફ્રંટલાઇન વર્કર પણ સામેલ થશે. બાકી 27 કરોડ લોકોને જુલાઈ સુધી રસી લગાવવાની છે જેને અંતિમ રૂપ આપવામાં આવી રહ્યું છે. 


ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube