10 લાખની ચોરીની પોલીસે ફરિયાદ નહી નોંધતા, MLA વિધાનસભામાં હિબકે ચડ્યા
ધારાસભ્ય વિધાનસભામાં અધ્યક્ષની સામે ધ્રુસ્કે ધ્રુસ્કે રડવા લાગ્યા હતા, પોલીસ ફરિયાદ દાખલ કરે તેવું જણાવ્યું હતું
લખનઉ : ઉત્તરપ્રદેશ વિધાનસભામાં સોમવારે તે સમયે વિચિત્ર સ્થિતી પેદા થઇ ગઇ હતી જ્યારે એક ધારાસભ્ય રડવા લાગ્યા હતા. સમાજવાદી પાર્ટીએ આઝમગઢનાં મેહનગર વિધાનસભા સીટથી ધારાસભ્ય કલ્પનાથ પાસવાસ તે વાતથી દુખી હતા કે પ્રદેશની પોલીસ કોઇનું નથી સાંભળી રહી. હાથ જોડીને રડતા તેમણે કહ્યું કે, તેના દસ લાખ રૂપિયા ગાડીમાંથી ચોરી થઇ ગયા, પરંતુ પોલીસ તેમની ફરિયાદ પણ નોંધી નથી.
હવે વાતોનો સમય વહી ચુક્યો છે હવે ભારતની કાર્યવાહી સમગ્ર વિશ્વ જોશે: PM મોદીનો હુંકાર
ન્યાય નહી મળે તો મરી જઇશ
ધારાસભ્ય રડતા બોલ્યા કે મારી સાથે ન્યાય કરો. મને જો ન્યાય નહી મળે તો હું નિશ્ચિત રીતે મરી જઇશ. આજ હું સદનમાં રોઇ રહ્યો છે પરંતુ કાલે સમગ્ર સદન રડશે. માન્યવર ન્યાય કરો. હું સમગ્ર સદનને હાથ જોડીને વિનંતી કરી રહ્યો છું. હું ક્યાં જાઉ. હું સમગ્ર સદનને કહી રહ્યો છું. માન્યવર હું જીવીત નહી રહું. માન્યવર હું ગરીબ ખેડૂત છું. મારા રૂપિયા મને અપાવો નહી તો હું મરી જઇશ.
કુલભૂષણ જાધવ કેસ: પાક ICJનો પાક. પોતાના પ્રોપેગેંડા માટે ઉપયોગ કરે છે: ભારત
ઘર બનાવવા માટે પૈસા ઉપાડ્યા હતા
ધારાસભ્ય કલ્પનાથે જણાવ્યું કે, તેમણે પોતાનું ઘર બનાવવાનું હતું. 7 જાન્યુઆરીએ તેઓ લખનઉ ગયા અને ત્યાં પોતાની બેંકના ખાતામાંથી દસ લાખ રૂપિયા ઉપાડ્યા. આ રૂપિયા લઇને તેઓ બસમાં આઝમગઢ પહોંચ્યા. અહીં રોડવેઝની બસમાંથી ઉતર્યા બાદ તેઓ શારદા ચોક પર આવેલી હોટલમાં ચા પીવા માટે ગયા હતા. અહીં પોતાના સમર્થકો સાથે તેઓ ચા પી રહ્યાહ તા આ દરમિયાન તેમણે રૂપિયાથી ભરેલી સુટકેસ ત્યાં જ મુકી હતી. જે અચાનક ગુમ થઇ ગઇ.
ભારતે બદલાની શરૂઆત કરતા ડર્યું પાકિસ્તાન, પોતાના હાઈ કમિશનરને પરત બોલાવ્યા
પોલીસથી માંડીને એસપી સુધી તમામ લોકોને ભલામણ કરી
જ્યારે તેમણે હોટલથી નિકળતા સમયે બેગ ઉઠાવી તો તેમણે બેગ હળવી લાગી હતી. ધારાસભ્યએ સુટકેસ ખોલીતો પૈસા ગાયબ હતા. ત્યાર બાદ હોટલમાં હોબાળો મચી ગઇ હતી. તેમણે પોલીસમાં ફરિયાદ કરી પરંતુ પોલીસે ફરિયાદ નોંધી નહોતી. ધારાસભ્યનો આરોપ છેકે જ્યારે પોલીસે તેમની વાત ન સાંભળી તો તેઓ એસપીને ફરિયાદ કરવા માટે પહોંચ્યા હતા. એસપીના કહ્યા બાદ એક ટીમે કેટલાક લોકોની પુછપરછ કરી પરંતુ તેમનાં દસ લાખ રૂપિયા ચોરીની ફરિયાદ કરી પણ તેમણે પણ ફરિયાદ નોંધી નહોતી.