Savitribai Phule Death Anniversary: માત્ર 9 વર્ષની ઉંમરે થયાં હતાં લગ્ન, જાણો સાવિત્રીબાઈ ફૂલેના સંઘર્ષની કહાની
Savitribai Phule Death Anniversary Facts: આજે પણ દેશની મોટાભાગની મહિલાઓ એ વાતથી અજાણ છે કે જો આજે તેઓ શિક્ષિત છે, રોજગાર માટે લાયક છે, સમાજમાં અધિકારોની લડાઈ માટે પોતાનો અવાજ ઉઠાવી રહી છે, તો કોના પ્રયત્નોથી આ બન્યું છે. જાણો સાવિત્રી બાઈ ફુલે વિશે 10 ખાસ વાતો.
Savitribai Phule Death Anniversary Facts: 10 માર્ચે, ભારતની પ્રથમ મહિલા શિક્ષક અને સમાજ સુધારક સાવિત્રીબાઈ ફૂલેની પુણ્યતિથિ ઉજવવામાં આવે છે. સાવિત્રીબાઈ ફૂલે - મહારાષ્ટ્રના એક ભારતીય સમાજ સુધારક, શિક્ષણશાસ્ત્રી અને કવિનું 10 માર્ચ, 1897ના રોજ બ્યુબોનિક પ્લેગ સામે લડ્યા બાદ અવસાન થયું હતું. દેશના પ્રથમ આધુનિક નારીવાદી તરીકે ઓળખાતા, ફુલે ભારતની પ્રથમ મહિલા શિક્ષક હતી. આજે પણ દેશની મોટાભાગની મહિલાઓ એ વાતથી અજાણ છે કે જો આજે તેઓ શિક્ષિત છે, રોજગાર માટે લાયક છે, સમાજમાં પોતાના અધિકારો માટે લડવા માટે અવાજ ઉઠાવી રહી છે તો કોના પ્રયત્નોથી આ શક્ય બન્યું છે. ન જાણતા હો તો જાણી લો. આ આદર્શ વ્યક્તિત્વ એટલે સાવિત્રીબાઈ ફૂલે.
જાણો સાવિત્રી બાઈ ફુલે વિશે 10 ખાસ વાતો જે તેમના આદર્શ વ્યક્તિત્વને દર્શાવે છે
1. સાવિત્રીબાઈ ફુલેનો જન્મ 3 જાન્યુઆરી, 1831ના રોજ મહારાષ્ટ્રના નાયગાંવ ગામમાં થયો હતો. તે લક્ષ્મી અને ખંડોજી નેવેશે પાટીલની સૌથી મોટી પુત્રી હતી. 9 વર્ષની ઉંમરે, ફુલેના લગ્ન 13 વર્ષના જ્યોતિરાવ ફુલે સાથે થયા હતા. જેઓ મહારાષ્ટ્રના મહાન સમાજ સુધારકોમાંના એક હતા.
2. દેશના પ્રથમ ક્રાંતિકારી નારીવાદી તરીકે જાણીતા, સાવિત્રીબાઈ વાંચન અને લખવાનું શીખ્યા અને ટૂંક સમયમાં જ સગુનાબાઈ સાથે પૂનાના મહારવાડામાં છોકરીઓને શીખવવાનું શરૂ કર્યું, જેઓ તેમના પતિ જ્યોતિરાવના માર્ગદર્શક હતા.
3. ફુલેએ તેમના પતિ સાથે મળીને 1848માં ભીડેવાડા ખાતે કન્યાઓ માટે ભારતની પ્રથમ શાળા શરૂ કરી હતી. શાળાનો અભ્યાસક્રમ પશ્ચિમી શિક્ષણ પર આધારિત હતો. જેમાં ગણિત, વિજ્ઞાન અને સામાજિક અભ્યાસનો સમાવેશ થતો હતો. 1851 સુધીમાં, સાવિત્રીબાઈ અને જ્યોતિરાવ ફૂલે પુણેમાં લગભગ 150 છોકરીઓની ક્ષમતા સાથે ત્રણ શાળાઓ ચલાવતા હતા, તે સમયના સમાજના વિરોધ છતાં તેમના પતિ, ક્રાંતિકારી નેતા જ્યોતિરાવ ફૂલે સાથે મળીને, તેમણે છોકરીઓ માટે 18 શાળાઓ ખોલી. પ્રથમ શાળા 1848 માં પુણે બાલિકા વિદ્યાલય ખોલવામાં આવી હતી.
4. સાવિત્રીબાઈ ફુલેએ પણ દહેજ અને અન્ય સામાજિક દુષણો સામે લડત આપી જે મહિલા સશક્તિકરણને અવરોધે છે. સાવિત્રીબાઈએ તેમના પતિ સાથે મળીને ઓગણીસમી સદીમાં અસ્પૃશ્યતા, સતી પ્રથા, બાળ લગ્ન અને વિધવા પુનઃવિવાહ પર પ્રતિબંધ જેવા દુષણો સામે કામ કર્યું.
આ પણ વાંચો:
IPL ઓક્શન બાદ આ છે IPL 2023ની 10 ટીમો, જાણો દરેક ટીમના ખેલાડીઓની સંપૂર્ણ યાદી
5000 રૂપિયાથી ઓછી કિંમતની ટોપ-5 સ્માર્ટવોચ, પ્રાઈસ સાથે ફિચર્સ પણ છે જોરદાર
રસોડામાં વેલણ-પાટલીનો ઉપયોગ કરતી વખતે આ વાતોનું ખાસ રાખો ધ્યાન, નહીં તો થઈ જશો બરબાદ
5. ફુલેએ અસ્પૃશ્ય ગણાતા માંગ અને મહાર સહિત દલિત જાતિઓની મહિલાઓ અને બાળકોને પણ શીખવવાનું શરૂ કર્યું. પતિ-પત્નીની જોડીએ વિવિધ જાતિના બાળકો માટે 18 શાળાઓ ખોલી. તેણે તેના પતિ સાથે બે શૈક્ષણિક ટ્રસ્ટ સ્થાપ્યા. નેટિવ ફિમેલ સ્કૂલ પુણે અને સોસાયટી ફોર ધ પ્રમોશન ઑફ એજ્યુકેશન ઑફ મહાર.
6. 1852 માં, બ્રિટિશ સરકારે શિક્ષણ ક્ષેત્રે તેમના યોગદાન માટે ફૂલે પરિવારનું સન્માન કર્યું અને સાવિત્રીબાઈને શ્રેષ્ઠ શિક્ષક તરીકે નામ આપ્યું. 1855 માં દંપતીએ ખેડૂતો અને મજૂરો માટે રાત્રિ શાળા શરૂ કરી.
7. 28 જાન્યુઆરી 1853ના રોજ, તેમણે સગર્ભા બળાત્કાર પીડિતો માટે બાળહત્યા પ્રતિબંધક ગૃહની સ્થાપના કરી.
8. સાવિત્રીબાઈએ પણ બે પુસ્તકો લખ્યા છે. જેમાં 1854માં કાવ્યા ફૂલે અને 1892માં બાવન કાશી સુબોધ રત્નાકરનો સમાવેશ થાય છે.
9. સાવિત્રીબાઈએ વિધવાઓના માથાના વાળ કપાવવાની પ્રથાના વિરોધમાં મુંબઈ અને પુણેમાં નાઈઓની હડતાળનું આયોજન કર્યું હતું.
10. સાવિત્રીબાઈ અને તેમના પતિને ક્યારેય કોઈ સંતાન નહોતું પરંતુ તેઓએ યશવંતરાવ નામના છોકરાને દત્તક લીધો હતો.
આ પણ વાંચો:
CISF Raising Day: આજે CISFનો 54મો સ્થાપના દિવસ, જાણો કેમ કરવામાં આવી હતી CISFની રચના
Shocking Viral Video: સાપ અને બિલાડીની લડાઈનો વીડિયો થયો વાયરલ
Netflix પર આવશે આ 5 પોપ્યુલર શોની ત્રીજી સિઝન, જોઈ લો તમારા ફેવરીટ શો લિસ્ટમાં છે ?
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube