નવી દિલ્હી: દેશમાં પહેલી સપ્ટેમ્બરથી અનલોક (Unlock-4.0) નો ચોથો તબક્કો શરૂ થઈ રહ્યો છે. આવામાં દરેકના મનમાં એક જ સવાલ છે કે શું છ મહિનાથી બંધ પડેલી શાળાઓ (Schools) અને કોલેજોને સરકાર હવે આ તબક્કામાં ખોલવા જઈ રહી છે? છાશવારે સોશિયલ મીડિયા પર આવી ખબરો જોવા મળતી રહે છે. પરંતુ હવે કેન્દ્રીય શિક્ષણમંત્રીએ લોકોના મનમાં ઉઠી રહેલા સવાલો પર જવાબ આપ્યો છે. ડીડી ન્યૂઝ સાથે વાતચીતમાં કેન્દ્રીય શિક્ષણમંત્રી રમેશ પોખરિયાલ નિશંક (Ramesh Pokhriyal Nishank)ને જ્યારે સવાલ કરવામાં આવ્યો કે શાળાઓ ક્યારે ખુલશે? ત્યારે તેના જવાબમાં તેમણે કહ્યું કે જેમ જેમ સ્થિતિ સામાન્ય થશે...અને અમે ગૃહ મંત્રાલય તથા સ્વાસ્થ્ય મંત્રાલય સાથે સતત વિચાર વિમર્શ કરી રહ્યા છીએ. જેમ જેમ અમને તેમના સૂચનો મળતા જશે તેમ તેમ અમે આગળની રણનીતિ નક્કી કરીશું. જે પણ તેમના નિર્દેશ હશે હવે તે દિશામાં કામ કરીશું. બાળકોની સુરક્ષા અને શિક્ષણ મહત્વપૂર્ણ વાત છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

'nudist' City નામથી મશહૂર આ રિસોર્ટ બન્યો કોવિડ-19નું નવું હોટસ્પોટ, લોકો કપડાં વગર ઘૂમે છે!


અત્રે જણાવવાનું કે અનેક રાજ્ય સરકારોએ પહેલેથી જ જાહેરાત કરી છે કે ઓગસ્ટના અંતિમ અઠવાડિયામાં શાળાઓ ફરીથી ખોલવા પર નિર્ણય લેવાશે. કહેવાય છે કે કેન્દ્ર રાજ્યોને શાળાઓ ફરીથી ખોલવા માટે એક વિકલ્પ આપશે જો કે કેન્દ્ર સરકારે આ અંગે હજુ સુધી કોઈ નિર્ણય લીધો નથી. એવું અનુમાન કરવામાં આવી રહ્યું છે કે કેન્દ્ર આ નિર્ણયને રાજ્ય સરકારો પર જ છોડી દેશે. રાજ્ય સરકાર ત્યારબાદ પોતાના ત્યાં તે અંગે વ્યવસ્થા શરૂ કરશે. 


Sushant Case માં જબરદસ્ત મોટો વળાંક, રિયાની વોટ્સએપ ચેટે ભાંડો ફોડી નાખ્યો


આ બાજુ દેશમાં કોરોના વાયરસનો પ્રકોપ સતત વધી રહ્યો છે. સંક્રમિતોની સંખ્યા 32 લાખ પાર જતી રહી છે. જ્યારે અત્યાર સુધીમાં 58 હજારથી વધુ લોકોના મોત થઈ ચૂક્યા છે. દેશમાં મહારાષ્ટ્ર કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત રાજ્ય છે. મંગળવારે તો રાજ્યમાં રેકોર્ડબ્રેક કેસ આવ્યાં. સંક્રમિતોની સંખ્યા 7 લાખ પાર ગઈ છે. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube