Corona Vaccine: કોરોના રસી અંગે આવ્યા ખુબ સારા સમાચાર, બુસ્ટર ડોઝની ટ્રાયલને મંજૂરી, જાણો શું થશે ફાયદા
દેશભરમાં કોરોના વાયરસ (Corona Virus) ના વધતા સંક્રમણ વચ્ચે કોરોના રસી અંગે સારા સમાચાર આવ્યા છે.
નવી દિલ્હી: દેશભરમાં કોરોના વાયરસ (Corona Virus) ના વધતા સંક્રમણ વચ્ચે કોરોના રસી અંગે સારા સમાચાર આવ્યા છે. ડ્રગ રેગ્યુલેટરના સબ્જેક્ટ એક્સપર્ટ કમિટી (SEC) એ ભારત બાયોટેકની કોરોના રસી કોવેક્સીન (Covaxin) ના ટ્રાયલનો ભાગ રહેલા વોલેન્ટિયર્સને ત્રીજા ડોઝના ટ્રાયલની મંજૂરી આપી દીધી છે. અત્રે જણાવવાનું કે હૈદરાબાદ સ્થિત કંપનીએ ડ્રગ રેગ્યુલેટર પાસે બે ડોઝ બાદ ત્રીજા ડોઝ એટલે કે બુસ્ટર ડોઝની ટ્રાયલ માટે પ્રસ્તાવ મોકલ્યો હતો.
બીજા ડોઝના 6 મહિના બાદ અપાશે ત્રીજો ડોઝ
SEC પાસેથી મંજૂરી મળ્યા બાદ ટ્રાયલમાં સામેલ વોલેન્ટિયર્સને રસીના બીજા ડોઝના 6 મહિના બાદ કોવેક્સીનનો ત્રીજો ડોઝ આપવામાં આવશે. બુસ્ટર ડોઝ અપાયા બાદ 6 મહિના સુધી ભારત બાયોટેક વોલેન્ટિયર્સ પાસેથી તેમના સ્વાસ્થ્ય સંબંધિત અપડેટ લેતી રહેશે. આ સાથે જ એવું પણ જોવામાં આવશે કે તેમના શરીરમાં ઈમ્યુનિટીના ઘટવા અને વધવા તથા નવા વેરિએન્ટથી બચવામાં કેટલી મદદ મળે છે.
ત્રીજા ડોઝથી શું થશે ફાયદો?
ભારત બાયોટેકે સરકાર સામે પ્રસ્તાવ મૂક્યો હતો કે કોવેક્સીનનો ત્રીજો ડોઝ અપાયા બાદ કોરોના વયારસ વિરુદ્ધ શરીરની ઈમ્યુનિટી અનેક વર્ષો માટે વધી જશે. આ સાથે જ કોવિડ-19ના નવા વેરિએન્ટથી પણ રક્ષણ મળશે અને નવા સ્ટ્રેન મ્યુટેશન કરીને પેદા થઈ શકશે નહીં. ત્યારબાદ એક્સપર્ટ પેનલ (SEC) એ બુસ્ટર ડોઝની મંજૂરી આપી છે.
Corona: કોરોનાની ભયંકર થપાટ, મુંબઈ-અમદાવાદ વચ્ચેની આ ટ્રેન થઈ બંધ
દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube