Corona Update: આ વર્ષનો સૌથી મોટો 'કોરોના વિસ્ફોટ', આંકડો જાણીને સ્તબ્ધ થશો, મુંબઈમાં પૂર્ણ લોકડાઉન પર આજે નિર્ણય
Corona Update: ભારતમાં કોરોના વાયરસના કેસ ઝડપથી વધી રહ્યા છે. કેન્દ્ર સરકારે તેને કોવિડ 19ની બીજી લહેર ગણાવી છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ દેશભરમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 81 હજારથી વધુ કેસ નોંધાયા છે.
Trending Photos
નવી દિલ્હી: ભારતમાં કોરોના વાયરસના કેસ ઝડપથી વધી રહ્યા છે. કેન્દ્ર સરકારે તેને કોવિડ 19ની બીજી લહેર ગણાવી છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ દેશભરમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 81 હજારથી વધુ કેસ નોંધાયા છે. અનેક રાજ્યોમાં કોરોનાા કેસમાં ધરખમ વધારો જોવા મળ્યો છે. પરંતુ સૌથી વધુ ખરાબ પરિસ્થિતિ મહારાષ્ટ્રમાં છે. આ બાજુ દિલ્હી સરકારે પણ ઈમરજન્સી બેઠક બોલાવી છે. જ્યારે મુંબઈમાં આજે સંપૂર્ણ લોકડાઉન પર નિર્ણય લેવાઈ શકે છે. આ ઉપરાંત કોરોના વાયરસના વધતા કેસના પગલે કેબિનેટ સેક્રેટરીએ આજે સવારે 11 વાગે રાજ્યોના મુખ્ય સચિવોની બેઠક બોલાવી છે.
કોરોનાના 81 હજારથી વધુ નવા કેસ
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે જાહેર કરેલા આંકડા મુજબ દેશભરમાંથી કોરોનાના નવા 81,466 દર્દીઓ નોંધાયા છે. આ સાથે કુલ કેસનો આંકડો 1,23,03,131 પર પહોંચ્યો છે. જેમાંથી 1,15,25,039 લોકો રિકવર થયા છે જ્યારે 6,14,696 દર્દીઓ હજુ પણ સારવાર હેઠળ છે. એક જ દિવસમાં 469 લોકોના કોરોનાથી મૃત્યુ નોંધાયા છે. આ સાથે કોરોનાથી કુલ મૃત્યુનો આંકડો 1,63,396 પર પહોંચી ગયો છે. દેશમાં રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં 6,87,89,138 લોકોને રસી અપાઈ છે.
India reports 81,466 new #COVID19 cases, 50,356 discharges, and 469 deaths in the last 24 hours, as per the Union Health Ministry.
Total cases: 1,23,03,131
Total recoveries: 1,15,25,039
Active cases: 6,14,696
Death toll: 1,63,396
Total vaccination: 6,87,89,138 pic.twitter.com/QkmQxfpsNB
— ANI (@ANI) April 2, 2021
બીજી લહેરમાં કોરોનાની ઝડપ ચાર ગણી વધુ
ભારતમાં કોરોના સંક્રમણની બીજી લહેર ગત વખત કરતા થોડી અલગ છે. આ વખતે સંક્રમણની ઝડપ ગત વર્ષની સરખામણીએ ચાર ગણી વધુ છે. જો કે આ વખતેનું સંક્રમણ ઓછું જોખમી છે. પરંતુ આ વખતે યુવાઓ કોરોના સંક્રમણની ઝપેટમાં વધુ આવી રહ્યા છે. ભારતમાં કોરોનાના નવા વેરિએન્ટ મળવા એ પણ એક મોટો પડકાર બની રહ્યો છે. રાજધાની દિલ્હીમાં પણ કોરોનાના વધતા કેસ બાદ હાલત બગડવા લાગ્યા છે. ગુરુવારે કોરોનાના 2790 નવા કેસ સામે આવ્યા હતા. દિલ્હીમાં કેજરીવાલ સરકારે આજે સાંજે ચાર વાગે ઈમરજન્સી બેઠક બોલાવી છે. જેમાં કોરોનાના વધતા પ્રકોપને રોકવા માટે એક્શન પ્લાન, વેક્સીનેશનની હાલની સ્થિતિ, કન્ટેન્મેન્ટ ઝોન, હોસ્પિટલોમાં બેડ મેનેજમેન્ટની તૈયારીઓ પર સમીક્ષા કરાશે. દિલ્હીમાં આગામી આદેશ સુધી શાળાઓ બંધ રાખવામાં આવી છે.
મહારાષ્ટ્રમાં 24 કલાકમાં 43,183 થી વધુ કેસ
દેશમાં સૌથી વધુ કોરોનાનો પ્રકોપ જો કોઈ રાજ્યમાં જોવા મળી રહ્યો હોય તો તે મહારાષ્ટ્ર છે. સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરાયેલા નવા આંકડા પ્રમાણે છેલ્લા 24 કલાકમાં રેકોર્ડ 43,183 લોકો વાયરસથી સંક્રમિત થયા છે. આ અત્યાર સુધીનો એક દિવસનો સર્વાધિક આંકડો છે. આ પહેલા 28 માર્ચે મહારાષ્ટ્રમાં કોવિડ-19ના 40,414 નવા કેસ સામે આવ્યા છે. કોરોનાથી 249 લોકોના મૃત્યુ થયા છે. મહારાષ્ટ્રમાં અત્યાર સુધી 28 લાખ 56 હજાર 163 લોકો સંક્રમિત થયા છે અને તેમાંથી 24 લાખ 33 હજાર 368 લોકો સાજા થયા છે. 54,898 દર્દીઓના મોત થયા છે. રાજ્યમાં આ સમયે 3,66,533 લોકોની સારવાર ચાલી રહી છે.
મુંબઈમાં લાગી શકે છે પૂર્ણ લોકડાઉન
મુંબઈની વાત કરીએ તો મુંબઈમાં કોરોનાએ ફરી એકવાર રેકોર્ડ બનાવ્યો છે. જ્યાં એક જ દિવસમાં 8646 કેસ નોંધાયા છે. આ દરમિયાન 18 લોકોએ જીવ ગુમાવ્યાં છે. મુંબઈમાં સતત બગડતી સ્થિતિને જોતા આજે અનેક મોટી જાહેરાત થઈ શકે છે. મુંબઈમાં તમામ ધાર્મિક સ્થળો સંપૂર્ણ રીતે બંધ કરાવવામાં આવી શકે છે. મોલ સિનેમાઘરો પણ બંધ થઈ શકે છે. લોકલ ટ્રેનોમાં એકવાર ફરીથી જરૂરી સેવાઓ સાથે જોડાયેલા કર્મચારીઓને બાદ કરતા તમામ માટે એન્ટ્રી બંધ થઈ શકે છે. મુંબઈના મેયર કિશોરી પેડણેકરે અનેક કડક પ્રતિબંધો લાગુ કરવાના સંકેત આપ્યા છે. આ ઉપરાંત જે રીતે કોરોનાના કેસ વધી રહ્યા છે તે જોતા સંપૂર્ણ લોકડાઉનની આશંકાનો પણ ઈન્કાર કરી શકાય નહીં.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે