Corona: કોરોનાની ભયંકર થપાટ, મુંબઈ-અમદાવાદ વચ્ચેની આ ટ્રેન થઈ બંધ
Trending Photos
મુંબઈ: કોરોના વાયરસ (Corona Virus) ના વધતા સંક્રમણનો માર ટ્રેનોના સંચાલન ઉપર પણ પડવા લાગ્યો છે. ભારતીય રેલવેએ મુંબઈ સેન્ટ્રલથી અમદાવાદ વચ્ચે ચાલતી તેજસ એક્સપ્રેસ (Tejas Express) નું સંચાલન એક મહિના માટે બંધ કર્યું છે. પશ્ચિમ રેલવેના પ્રવક્તાએ જણાવ્યું કે કોવિડ 19ના વધતા કેસ જોતા મુંબઈ-અમદાવાદ વચ્ચે દોડતી તેજસ ટ્રેન(82902/82901) ને બે એપ્રિલથી આગામી એક મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવી છે.
પેસેન્જર્સના પૈસા પાછા આપશે રેલવે
રેલવેના પ્રવક્તાએ જણાવ્યું કે જે લોકોએ તેજસ ટ્રેન માટે ટિકિટ બુક કરાવી છે, તેમને કેન્સલ કરી દેવાઈ છે. તેની સૂચના મુસાફરોને આપી દેવાઈ છે અને તેમના પૈસા પણ પાછા આપવામાં આવશે. અત્રે જણાવવાનું કે ગત વર્ષ માર્ચમાં લોકડાઉન લાગ્યા બાદ ભારતીય રેલવેએ તમામ ટ્રેનોને રદ કરવામાં આવી હતી અને તેજસ ટ્રેન ઓક્ટોબર સુધી બંધ રહી. ઓક્ટોબરમાં મુંબઈ-અમદાવાદ તેજસ ટ્રેનને ફરીથી શરૂ કરવામાં આવી હતી. પરંતુ ઓછા પેસેન્જર્સના કારણે તેને નવેમ્બરમાં બંધ કરી દેવાઈ અને ત્યારબાદ તેને આ વર્ષે 14 ફેબ્રુઆરીએ શરૂ કરાઈ હતી.
મહારાષ્ટ્રમાં 24 કલાકમાં 43,183 થી વધુ કેસ
મહારાષ્ટ્રમાં કોરોના (Corona update maharashtra) નો કહેર જારી છે. સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરાયેલા નવા આંકડા પ્રમાણે છેલ્લા 24 કલાકમાં રેકોર્ડ 43,183 લોકો વાયરસથી સંક્રમિત થયા છે. આ અત્યાર સુધીનો એક દિવસનો સર્વાધિક આંકડો છે. આ પહેલા 28 માર્ચે મહારાષ્ટ્રમાં કોવિડ-19ના 40,414 નવા કેસ સામે આવ્યા છે. કોરોનાથી 249 લોકોના મૃત્યુ થયા છે. મહારાષ્ટ્રમાં અત્યાર સુધી 28 લાખ 56 હજાર 163 લોકો સંક્રમિત થયા છે અને તેમાંથી 24 લાખ 33 હજાર 368 લોકો સાજા થયા છે. 54,898 દર્દીઓના મોત થયા છે. રાજ્યમાં આ સમયે 3,66,533 લોકોની સારવાર ચાલી રહી છે.
મુંબઈમાં રેકોર્ડ કેસ
માત્ર મુંબઈમાં છેલ્લા 24 કલાકમાં 8646 લોકો સંક્રમિત થયા છે. પ્રથમવાર છે જ્યારે મુંબઈમાં એક દિવસમાં 8600થી વધુ લોકોએક દિવસમાં સંક્રમિત થયા છે. મહારાષ્ટ્રમાં છેલ્લા કેટલાક સમયથી કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. માર્ચમાં કોરોનાના 6,51,513 કેસ આવ્યા છે, જે છેલ્પા પાંચ મહિનામાં આવેલા કુલ કેસના 88.23 ટકા છે. નિષ્ણાંતોનું કહેવું છે કે તેનું મુખ્ય કારણ છે કે લોકો કોરોના સંબંધિત નિયમોનું પાલન કરી રહ્યાં નથી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે