કાઠીયાવાડમાં સતત બીજા દિવસે મેઘ મહેર યથાવત્ત રહેતા લોકોમાં આનંદ
ગીર વિસ્તારમાં કરા સાથે વરસાદ પડ્યો, વરસાદને પગલે ગરમીમાંથી રાહત મળતા લોકોમાં આનંદનો માહોલ
અમરેલી : ગઇકાલે અમરેલીનાં સાવરકુંડલામાં તોફાની વરસાદ અને મેઘતાંડવથી અનેક વૃક્ષો અને હોર્ડિંગ્સ ધરાશાયી થયા હતા. જો કે લાંબા સમયથી ગરમીથી ત્રાસી ચુકેલા સ્થાનિકો વરસાદથી ખુશી ત્યારે બેવડાઇ જ્યારે સતત બીજા દિવસે પણ મેઘમહેર યથાવત્ત રહી હતી. ખાંભામા વિજળીનાં કડાકા અને ભડાકા સાથે મેઘરાજાનું આગમન થયા લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ખાંભામાં વરસાદ પડતા રસ્તા પર પાણી ફરી વળ્યા છે. તેમ જ ગીર વિસ્તારમાં પણ કરા સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.
ખાંભામા ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. જો કે બીજી તરફ સાવરકુંલડાનાં મિતિયાળા જંગલ વિસ્તારમાં પણ વરસાદ પડ્યો હતો. તે ઉપરાંત ધારીના કોટડા, દલખાણીયા, મીઠાપુરમાં પણ વરસાદ પડી રહ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગઇ કાલે સાવરકુંડલમાં 2 કલાકનાં સમયની અંદર 3 ઇંચ વરસાદ ખાબકતા નાવલી નદીમાં પુર આવ્યું હતું.