શાસ્ત્રી કેતનભાઇ લલિતરાય/ અમદાવાદ : ગુરૂપુષ્પામૃત યોગનાં શુભ શુભ સંયોગ સાથે ગુરૂવારથી પવિત્ર શ્રાવણમાસનો પ્રારંભ થયો છે. શ્રાવણમાસનાં પ્રારંભથી જ શહેરો અને નગરો સહિત તમામ શિવાલયો ઓમ નમ: શિવાયનાં નાદથી ગુંજી ઉઠ્યા છે. પવિત્ર શુભ કાર્ય વખતે ગણેશજીને યાદ કરવામાં આવે છે. આદ્યશક્તિને નવરાત્રીમાં આરાધવામાં આવે છે. જ્યારે દેવોના દેવ મહાદેવનુ શ્રાવણમાસમાં પુજન, અર્ચન અને આરાધના કરવામાં આવે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તમિલનાડુ: માલદીવનાં પૂર્વ ઉપરાષ્ટ્રપતિ અહેમદ અદીબની અટકાયત
જો કે શિવ શું છે? શા માટે શિવ જ દેવોનાં દેવ મહાદેવ કહેવાય છે? શું છે આ શિવતત્વ ? આ એક ગહન વિષય છે.શ્રાવણનાં આ પવિત્ર માસ દરમિયાન શિવના આ તત્વને જાણવાનો પ્રયાસ કરીએ. શિવ કોઇ ભગવાન નથી તે એક સામાન્ય મનુષ્ય જ હતા પરંતુ સામાન્ય મનુષ્યથી શિવ બનવા સુધીની આ સફર અંગે પવિત્ર શ્રાવણ માસ દરમિયાન ચર્ચા કરીશું. શિવ ક્યારે પણ નથી કહેતા કે હું ભગવાન છું, તેઓ કહે છે હર હર મહાદેવ, એટલે કે દરેકે દરેક વ્યક્તિ મહાદેવ છે. જો તે પરમ તત્વને પામે તો... શું છે આ પરમ તત્વ? કોણ છે શિવ? શા માટે તે મહાદેવ કહેવાય છે? વગેરે બાબતો આંગે આવો જાણીએ.
કર્ણાટક: સ્પીકરનાં નિર્ણય વિરુદ્ધ સુપ્રીમ પહોંચ્યા 14 બળવાખોર ધારાસભ્યો
ઝેર ઓકતા ફારુક-ઉમર હવે રાજ લૂંટાતુ જોઇ PM પાસે પહોંચ્યા, 35A અંગે કરી ચર્ચા
હિંદુ ધર્મનું મુળ સત્ય સનાતન ધર્મમાં છુપાયેલું છે. જેનો મુખ્ય સાર છે સત-પ્રિત- આનંદ આ ત્રણ શબ્દોને જ ત્રિદેવ  માનવામાં આવે છે. જેમાં સત્ય એટલે શિવ તત્વ માનવામાં આવે છે. મનુષ્યનાં જીવનમાં જન્મ પછીનાં 3 વર્ષ દરમિયાન તેનામાં માત્ર શિવ તત્વ જ હોય છે. ત્રણ વર્ષ બાદ જ બાળક (મનુષ્ય) સંસારનાં ચક્રમાં આવે છે. પ્રથમ પરિચય તેને માં- બાપનો થાય છે. ત્યાર બાદ મૃત્યુ સુધીમાં અનેક મોહમાયા અને બંધનોમાં તે લપેટાતો જ જાય છે. જેમાં તરૂણાવસ્તા, કિશોરાવસ્તા, યુવાવસ્થા, અને વૃદ્ધાવસ્થા સુધી સત્ય જાળવી રાખે તો શિવ તત્વથી મોક્ષ માર્ગ મળે. માટે જ આદિ શંકરાચાર્યજીએ શિવ ઉપાસનાનો મહિમાં ગાયો છે. પણ શ્રાવણમાસમાં શિવ તત્વને સમજવાથી મનુષ્ય સર્વ મુશ્કેલીમાંથી નિકળી શકે છે. શિવ તત્વને જાણવાથી ન માત્ર મોક્ષ જ મળે છે પરંતુ જીવનમાં રહેલી અડચણો પણ દુર થાય છે. આધી, વ્યાધી ઉપાધીને હરનાર પરમ શિવ તત્વને શ્રાવણમાસ દરમિયાન આ તત્વને જાણવાનો પ્રયાસ કરીશું.


- શાસ્ત્રી કેતનભાઇ લલિતરાય.