કર્ણાટકમાં પીએમ મોદીની સુરક્ષામાં ચૂક! ફૂલની સાથે ફેંકવામાં આવ્યો મોબાઇલ, જુઓ Video
કર્ણાટકના મૈસૂરમાં પીએમ મોદીના રોડ શો દરમિયાન મોબાઇલ ફેંકવાથી હડકંપ મચી ગયો. એસપીજીના જવાનોએ તત્કાલ ફોનને દૂર કર્યો હતો. શરૂઆતી તપાસમાં સામે આવ્યું કે ભાજપ સમર્થકે ફૂલની સાથે ભૂલથી મોબાઇલ ફેંકી દીધો હતો.
મૈસૂરઃ કર્ણાટક પ્રવાસના બીજા દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મૈસૂરમાં રોડ શો કર્યો. આ દરમિયાન તેમની સુરક્ષામાં ચૂકનો મામલો સામે આવ્યો છે. રોડ શો દરમિયાન પીએમ મોદીના વાહનની આગળ મોબાઈલ ફોન ફેંકવામાં આવ્યો હતો. જો કે, મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પોલીસે પુષ્ટિ કરી છે કે મોબાઈલ અકસ્માતે ફૂલની સાથે પડ્યો હતો. છેલ્લા ત્રણ મહિનામાં પીએમ મોદીની સુરક્ષામાં ખામીનો આ ત્રીજો કિસ્સો છે.
મૈસૂરમાં પીએમ મોદીના રોડ શોમાં મોબાઇલ ફેંકવાની ઘટનાથી હડકંપ મચી ગયો. પરંતુ એસપીજીના જવાનોએ તત્કાલ તે મોબાઇલને પીએમ મોદીની ગાડીથી દૂર કર્યો હતો. શરૂઆતી તપાસમાં સામે આવ્યું કે ભાજપ સમર્થકના હાથમાંથી ભૂલમાં ફોન છૂટી ગયો હતો અને પીએમ મોદીના કાફલાની ગાડીમાં પડ્યો હતો. પોલીસે તેની પુષ્ટિ કરી છે.
કોણ બનશે કર્ણાટકનો કિંગ? ભાજપ-કોંગ્રેસનો આક્રમક પ્રચાર, એકબીજા પર વાર-પલટવાર
આ પહેલાં જાન્યુઆરી મહિનામાં કર્ણાટકના હુબલીમાં પીએમ મોદીના રોડ શો દરમિયાન એક બાળક પીએમ મોદીની નજીક પહોંચી ગયું હતું. બાળક ધોરણ 6માં અભ્યાસ કરતો હતો અને પીએમ મોદીને માળા પહેરાવવા ઈચ્છતો હતો. એસપીજીના જવાનોએ તત્કાલ હાથમાંળી માળા લઈને તેને પરત કરી દીધો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube