શ્રીનગર: જમ્મૂ-કાશ્મીરના રાજૌરીમાં સુરક્ષાબળોની આતંકવાદીઓ સાથે મુઠભેડમાં શુક્રવારે એક પાકિસ્તાની આતંકવાદી ઠાર માર્યો. કાલાકોટ વિસ્તારમાં સુરક્ષાબળોનું ઓપરેશન ચાલી રહ્યું છે. 1-2 આતંકવાદીઓ સંતાયા હોવાના આશંકા છે. ભારે માત્રામાં દારૂગોળો મળી આવ્યો છે. મૃત્યું પામેલા આતંકવાદીની ઓળખ થઇ શકી નથી. માનવામાં આવી રહ્યું છે કે આતંકવાદીનો સંબંધ પાકિસ્તાન સાથે છે. જાણકારીની પુષ્ટિ થઇ નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજૌરી-પૂંછના ડીઆઇજી, વિવેક ગુપ્તાના અનુસાર 'બપોરે જાણકારીના આધારે, સુરક્ષાબળોએ ઓપરેશન લોન્ચ કર્યું હતું. એક આતંકવાદીને ઠાર માર્યો છે. ભારે માત્રામાં વિસ્ફોટક સામગ્રી મળી આવી છે. ઓપરેશન હજુ ચાલુ છે. તેમણે આગળ કહ્યું કે સુરક્ષાબળોએ સમગ્ર વિસ્તારની ઘેરાબંધી કરી લીધી છે. 


રાજૌરીમાં પાકિસ્તાનની ગોળીબારીમાં ભારતીય જવાન શહીદ
જમ્મૂ-કાશ્મીરના રાજૌરી જિલ્લામાં નિયંત્રણ રેખા પાસે ગુરૂવારે રાત્રે પાકિસ્તાની સેના દ્વારા કરવામાં આવેલી ગોળીબારીમાં ભારતીય સેનાનો એક જવાન શહીદ થયો છે. સત્તાવાર સૂત્રોએ આ જાણકારી આપી હતી. તેમણે જણાવ્યું કે પાકિસ્તાની સેનાએ સુંદરબની સેક્ટરના મુખ્ય ક્ષેત્રોમાં ગોળીબારી કરી. સૂત્રોના અનુસાર સીઝફાયર ઉલ્લંઘનની આ ઘટનામાં એક જવાન શહીદ થયો છે, તેમણે જણાવ્યું હતું કે સીમા પર તૈનાત ભારતીય જવાને જવાબી કાર્યવાહી કરતાં ગોળીબારી કરી. 


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube